________________
સર્વનાશની ઘડી આવીને ઊભી સમજો ! પણ પછી તો અધ કચરો મંત્રવેત્તા પણ મહામુશ્કેલીએ એમાંથી બચી શકે, મૂઠ મારવી સહેલી છે, વાળવી મુશ્કેલ છે. દર્પણ મંત્રમાં આગળ વધે તો, કદાચ મરી ન જાય, પણ લાંબા ગાળાની માંદગી એને જરૂર ઘેરી વળે. દર્પણની સાધના આખરી કોટીએ પહોંચી હશે કે નહિ એની ગુરુને શંકા
હતી.
શક્તિમાં વસતી અશક્તિ,
પ્રયોગની સીમા આવી ગઈ હતી, આગળ વધવામાં જોખમ હતું. મહાગુરુએ દર્પણને ઇશારો કર્યો, અટકી જવાનો.
દર્પણ પોતે પણ બળું બળું થઈ ગયો હતો. ગુરુએ એની પાસે જઈ શાંતિનો મંત્ર ફૂંક્યો. હાથે, મોઢે, પેટે, પગે જ્યાં જ્યાં મંત્ર સ્પર્યો ત્યાં ત્યાં શાંતિ વળી ગઈ.
સહુ પહેલો કાલક સ્વસ્થ થયો. એણે વૃક્ષને વેલી વળગી રહે એમ પોતાના દેહને વળગેલી અંબુજાને અલગ કરી અને પછી પોતે દોડ્યો દર્પણને અભિનંદન આપવા !
પણ નાદ-ગર્દભ હવે કડાકા કરતો હતો. સ્વર-વાદળની સેરો ગૂંચળા વળી વળીને વીખરાઈ જતી હતી.
મંત્રધર થંભ્યો. મંત્ર થંભ્યો. કડાકો થયો, પચાયેલો આખો સ્વર-રાસભ વેગથી ઊકલવા લાગ્યો, એક ભયંકર મેઘગર્જના જેવો કડાકો થયો, આકાશે જાણે તૂટીને પૃથ્વી પર પડયું ! સ્વર-સાધકે દર્પણ અને મહાગુરુ સિવાય બધા પળવાર બેશુદ્ધિ અનુભવી રહ્યા,
ગદંભી નાદવિઘાના સ્વરોએ પ્રસારેલ મોહમૂછમાંથી સહુ પહેલો ભાગ્યો રાજ કુમાર કાલક !
મનહરણી અંબુજા અને ઠાવકી સરસ્વતી તો મીણનાં પૂતળાં પડ્યાં હોય તેમ ભોંય પર પડ્યાં હતાં.
રાજ કુમાર દર્પણ થોડી વાર આંખ ઉઘાડતો-આંખ મીંચતો પડખાં ફેરવી રહ્યો હતો. એને ખૂબ થાક લાગ્યો હતો, એનું મન-ચિત્ત એના વશમાં નહોતું.
સ્વરો વિલીન થતા જતા હતા. જાદુગરે મંત્રબદ્ધ કરેલી સૃષ્ટિ જાણે મંત્રમુક્ત થતી હોય તેમ, ફરી શુદ્ધ હવા વહેતી હતી. પાણી નિખાલસ બનતાં જતાં હતાં. હાથી અને ગાયનાં વૃંદને કંઈક કળ વળતી હોય એમ પોતાની નાની પૂંછડીઓ પટપટાવતાં હતાં, છતાં ઊભા થવાની તાકાત કોઈ ધરાવતાં નહોતાં. મહારોગમાંથી તાજા મુક્ત બનેલા રોગીના જેવી સહુની દશા હતી.
પરિસ્થિતિને માપવા માટે કાલ કે સહુ પહેલી નજર ચારે તરફ દોડાવી. દર્પણ પણ સ્વસ્થ થયો હતો. એણે આશ્ચર્ય સાથે અનુભવ્યું કે ચારે તરફ શાંતિના સમીર વહી રહ્યા હતા. ક્યાંથી આવ્યા સમીર ! મહાગુરુ તો હવે મૌન હતા. બંને જણાએ ખાતરી કરવા માંડી, અને બંને જણાએ આશ્ચર્ય સાથે જોયું કે એક સાદો મુનિ એમની જાગૃતિનો નિમિત્ત બનીને પાસે જ ઊભો હતો. પોતાના પાત્રમાં રહેલું જળ એ સહુના મસ્તક પર છાંટતો હતો ને મુખેથી કંઈક સાદા મંત્ર ભણતો હતો.
બંને રાજ કુમારો એ મંત્રને પુનઃ પુનઃ સંભાળી રહ્યા, એમના વિક્ષિપ્ત ચિત્તને જાણે એ સ્વરો મલમપટ્ટી કરી રહ્યા.
મુનિ શાંત ચિત્તે બોલતા હતા :
32 લોખંડી ખાખનાં ફૂલ