________________
એનો માર્ગ પણ કાઢી લીધો : એણે વિચાર્યું. | ‘તો... તો-અંબુજાને હાથમાં લેવી પડશે.'
અંબુજા ?” અને નાદશક્તિથી વ્યગ્રચિત્ત બનેલા કાલકથી જરા જોરથી બોલાઈ ગયું, મન પરનો સંયમ ન જળવાયો.
પ્રિય કાલકનો સાદ સુણતાં જ વિશ્વલ અંબુજા દોડી અને કાલકની સોડમાં ભરાઈ ગઈ. અંબુજા પરદેશી વંશની પુત્રી હતી. આર્ય કન્યાઓની જેમ એ પુરુષના સ્પર્શથી ડરતી કે મૂંઝાતી નહોતી. જરૂર પડે તો એ પુરુષની સામે મેદાનમાં કુસ્તી માટે પણ ઊતરી શકતી, ને બાથંબાથે આવી પુરુષને પછાડી પણ શકતી; અને જરૂર પડે તો નિઃસંકોચ રીતે પુરુષના પડખામાં ભરાઈ પોતાના મનને આનંદ-પ્રમોદ આપતી.
કોઈના અંગને પોતે સ્પર્શે અથવા પોતાના અંગને કોઈ સ્પર્શે એમાં એ અપવિત્રતાનો ભાસ જોનારી નહોતી. બંને વસ્તુ એને સ્વાભાવિક હતી.
કાલકની સોડમાં ભરાઈ, પોતાના કોમળ અવયવોથી એને આલિંગી રહી.
કાલક અસાવધ હતો. એનું મનચિત્ત મંત્રપ્રયોગમાં હતું. અંબુજાનું નામ અજાણ્ય બોલાઈ ગયું હતું, પણ અંબુજાના સ્પર્શે એને કંઈ રોમાંચ ન આપ્યો, ન એને પડખામાંથી દૂર હડસેલી. એ માત્ર એટલું વિચારી રહ્યો કે, અંબુજા મારી ભેરમાં છે, તો દર્પણે ઝખ મારીને મને આ વિદ્યા શીખવવી રહી, દર્પણ જગતમાં સહુને ના કહી શકે, પણ અંબુજાની પાસે એની તાકાત નથી કે ઇન્કાર કરી શકે ! અંબુજાની સહાય વગર દર્પણ સિદ્ધ કુટીમાં જ આવી શક્ય ન હોત.
કાલકની વિચારણા આગળ વધી : એક રાજ કુમાર માટે કેટલી જરૂરી આ વિદ્યા ! ન સૈન્યની જરૂર, ન આયુધની જરૂ૨, ન સ્વરક્ષણ માટે બખ્તરની જરૂર કે ન જનરક્ષણ માટે કોટ-કાંગરાની જરૂ૨. પ્રયોગ કર્યો કે દુશ્મનનું અને દુશ્મનના સૈન્યનું જડાબીટ નીકળી જાય.
કાલક આમ વિચારતો હતો, ત્યારે દર્પણ પોતાની સાધનામાં નિમગ્ન હતો.
હવે એની નાદવિદ્યાના શક્તિમાન અણુઓએ ધીરે ધીરે પૃથ્વી, પાણી અને આકાશ પર પોતાનો કબજો મેળવ્યો હતો.
પૃથ્વીમાં કંપ હતો. પાણીમાં વીજળી હતી. હવામાં દાહકતા હતી.
પંખીઓ તો ક્યારનાં બેશુદ્ધ થઈ ગયાં હતાં, પાણીનાં મત્સ્ય જળમાં ઊંધાં પડી ગયાં હતાં, ધેનુઓ ધરતી પર ઢળી પડી હતી, ને હાથીઓ દાઝતા હોય તેમ ચિત્કાર કરતા પાછા હઠતા હતા. માણસ જાત અહીં વસતી નહોતી, પણ એક
કઠિયારો ક્યાંકથી લાકડાં કાપવા આવ્યો હતો. અજબ એવી શિરોવેદના અને ઝગી ઊઠી હતી : ને પોતાની કુહાડી સાથે માથું ફૂટી ફૂટી હમણાં જ એ બેભાન બની ગયો હતો.
- દર્પણના મુખમાંથી પાણીના ધોધની જેમ સ્વરો સરતા હતા. હવે સ્વરો વર્ણ પકડી રહ્યા હતા. ઘેરા પીત વર્ણના ભ્રમરોની પંક્તિ હોય તેમ એ સરી રહ્યા હતા, ને ધૂમ્રસેરની જેમ ગોટાઈ ગોટાઈને એક ભયંકર આકાર પકડી રહ્યા હતા.
અરે ! અવકાશમાં ગર્દભનો આકાર રચાતો હતો !
આ સ્વર-વાદળીએ ઊંચે અવકાશમાં એના પગ સરજ્યા. અરે, આ એનું પેટ રચાયું ! ઓહ, પેટમાં આંતરડાં ગૂંથાયાં, દડામાં દોરા ગૂંથાય તેમ ' સ્વરવાદળીઓ એ ગર્દભના પેટાળમાં ગર્જારવ સાથે ઘૂમવા લાગી, થોડી વારે ગર્દભનું મોં રચાયું.
થોડી વારે લોહ-વીજળીની જેમ ચમકારા કરતું પૂછ નીકળી આવ્યું. મોંનાં બે જડબાં ઊપસી આવ્યાં. કોઈ ઊંડી ગુફાની જેમ એ પહોળો થયાં, એમાં મોટા રાક્ષસી દાંત દૃષ્ટિગોચર થયા.
સામાન્ય માણસ તો આ દશ્ય જોઈને ફાટી પડે એમ હતું. બહાદુર છતાં કોમળ સરસ્વતી ઓ દૃશ્ય જીરવી ન શકી. એની રૂપાળી કાયા કપાયેલી વેલની જેમ હવામાં ડોલી રહી.
મહાગુરુ મહામ પર પણ સ્વરશક્તિની આંશિક અસર તો હતી જ , છતાં તેઓ સ્વસ્થ હતા. તેમણે ધીરેથી એક કૂંડાળું દોર્યું, ઇશારાથી બધાંને સમજાવ્યું :
‘કુંડાળા બહાર ન જ શો.*
બોલી શકાય તેમ નહોતું. સાદા શબ્દોને પણ મંત્રબળથી યુક્ત સ્વરો આંચકો આપતા હતા, વીજળી પૃથ્વીને આપે તેમ . સરસ્વતીને ગુરુના મંત્ર કંઈક સ્વસ્થ કરી, છતાં સામાન્ય અસ્વસ્થતા તો ચાલુ જ હતી. આખા દેહપિંજરમાં ઊથલપાથલ મચી હતી, હૃદયતંત્ર ખળભળી ઊઠયું હતું.
સરસ્વતી કરતાં અંબુજા પર આ સ્વરો હળવી અસર કરે તેમ હતું, પણ અંબુજા તો કાલકના દેહ સાથે પોતાના દેહ ચાંપીને અર્ધમૂચ્છિત જેવી બનીને પડી હતી. એ નખરાળી છોકરીને જાણે અત્યારે મરવું મીઠું લાગતું હતું. દેહસુખ એ જ એનું જીવનસાફલ્ય હતું. દેહથી પર એવા જીવનને એ બહુ જાણતી નહોતી, જાણવા ઇચ્છતી પણ નહોતી. મુખથી ગમે તેવી ઊંચી ઊંચી વાતો કરનારા અંદરથી તો એક જ વાસના-માટીના હોય છે, એ એનું મંતવ્ય હતું.
નાદ-ગર્દભ રચાઈ ગયો હતો. હવે એને બોલાવો એટલે પટ્ટણ સો દટ્ટણ !
30 D લોખંડી ખાખનાં ફૂલ
નાંદ-ગર્દભ n 31