________________
ભર્યો. છાતી ધમણની જેમ ઊપસી આવી, ગમે તેવી યુવાન સ્ત્રી શરમાય તેવી એ છાતી બની રહી ! વાસ્થળના બે ભાગ ગોળ દડા જેવા ઊપસીને લાલબૂદ થઈ ગયા ! સુવર્ણવર્ગો દેહ તપાવેલા તામ્રપત્ર જેવો બની ગયો.
દર્પણના દેહનાં દર્શન કરવાં એય નેત્રનું મનોરમ સાફલ્ય હતું. સ્વર્ગનો અધિરાજ ઇંદ્ર પૃથ્વી પર આવે, અને જેવું તેજ વેરાય તેવો તેજનો અંબાર દર્પણના મુખ પરથી વરસી રહ્યો હતો.
દર્પણે સીધા સોટા જેવા બે હાથ ઊંચા કર્યા. આટલા હલનચલનમાંય જાણે કોઈ દૈવી શક્તિ કામ કરતી હોય તેમ લાગ્યું. સંસારને અસ્તિ કે નાસ્તિ કરી મૂકે, એટલી તાકાત આ બે ભુજાઓમાં વસી રહેલી ભાસી.
| બાવીસ બાવીસ વર્ષનું અપ્રતિમ બ્રહ્મચર્ય આજે જાણે દેહરૂપ ધરીને આવીને દેહની ધારે બેઠું હતું !
દર્પણે બે હાથની અંજલિ રચી. થોડીવારે એ અંજલિને શંખાકાર બનાવી. એ શંખાકાર અંજલિને ઓષ્ઠ પર ધરી.
ધીરેથી એમાં હવા ફૂંકી. એમાંથી એક તીણો હૈયાસોંસરવો થઈને વહી જાય તેવો સ્વર છૂટ્યો. મંત્રધર દર્પણે ફરી અંજલિમાં હવા ભરી અને ફરી છોડી.
એક સવિશેષ તીણો અવાજ પ્રાણીમાત્રના હૃદયના મર્મભાગને કંપાવતો વળી નીકળ્યો.
સ્વરો ફરી ચૂંટ્યા. ફરી ફરી ચૂંટાયા.
ભયથી ખૂણામાં લપાતા ભુજં ગરાજો જેમ દેહના આડાઅવળા આકાર રચે, એમ સ્વરોની કૃતિઓ રચાવા લાગી. સ્વરો ઘૂંટીને કુમાર દર્પણે ફરી એક વાર જોરથી ફુંકાર કર્યો. આ ફૂંકારે પૃથ્વીના ગુંબજને એક નાદે સ્તબ્ધ કરી દીધો.
- આ ફૂંકારે ગાતાં પક્ષીને સ્તબ્ધ કરી દીધાં. ચરતી ધેનુઓએ જાણે માથા પર લોહીતરસ્યા વાઘની ડણક સાંભળી અને મોંમાંથી તૃણ નાખી દીધાં.
નિદ્ધ ચરતાં હરણાં પારધીના પાશથી હારી ગયાં હોય તેમ વૃક્ષની બખોલોમાં માથાં નાખીને નિરાધાર ઊભાં રહ્યાં.
અવાજ વધ્યો. અવાજની વિધવિધ આકૃતિઓ રચાતી હોય તેવો ભાસ થયો. ધીરે ધીરે આંખોથી અદૃશ્ય લાગતો અવાજ દૃશ્ય આકાર ધરતો જતો હતો.
દર્પણનું ગળું ફૂલ્યું. ફૂલીને મશક જેવું થઈ ગયું. છાતીનો ધક્કો ત્રણ ગણો ઊંચો થઈ ગયો.
સ્વરો હવે શસ્ત્રની શક્તિ લઈને વહેવા લાગ્યા. એનો અર્થ તીણ સરસંપાત જેવો લાગવા માંડ્યો. એનો પ્રતિઘોષ ભાલાની અણી જેમ દેહમાં ભોંકાવા લાગ્યો. પાસેથી સરી જતા સ્વરો પણ અગ્નિજવાળાની દઝાડતી આંચ જેવા લાગવા માંડ્યા.
આ બધું તો સહ્ય બને બની જાય, પણ ધીરે ધીરે આ સ્વરો પ્રાણીમાત્રના મસ્તિષ્કની નસોમાં ખળભળાટ મચાવવા લાગ્યા. કાન વાટે મસ્તિષ્કમાં પ્રવેશીને વેદના જગવવા લાગ્યા. શિરોવેદના જોતજોતામાં એટલી વધતી ચાલી કે માણસને માટે અસહ્ય બની ગઈ. ભારભૂત બનેલું માથું જાણે મનેકમને શરીર પરથી ઉતારીને અલગ મૂકી દેવાનું મન થઈ જાય એવી પરિસ્થિતિ સર્જાઈ.
ધેનુ માથાં ફૂટવા લાગી. હરણાં પૃથ્વી પર આળોટવા લાગ્યાં. પંખી તો ક્યારનાં બેભાન બની ગયાં હતાં.
પાણીમાં પણ સ્વરો વહી રહ્યા હતા. હાથી સ્વરમિશ્રિત પાણીને ગરમ ગરમ લોહ-રસ સમજીને પીધા વગર ત્યાંથી પાછા ખસવા લાગ્યા
આકાશમાં પણ સ્વરોના અણુ ગતિ કરી રહ્યા હતા. હવા જાણે લોઢાની કોઢમાં ધખધખીને બહાર પડતી હતી. - દર્પણ સામે જોયું જતું નહોતું. એનું મોં જાણે મોં રહ્યું નહોતું, જ્વાલા ઓકતું જ્વાલામુખીનું લાલચોળ મુખ બની ગયું હતું.
ગુરુદેવ મહામઘે એક વાર ચારે તરફ નજર કરી. પોતે તો સ્વસ્થ હતા, કાલ કે પણ સ્વસ્થ રહેવા મથી રહ્યો હતો : પણ કમળની સુકુમાર પાંદડીઓ જેવી અંબુજા અને સરસ્વતી તાપમાં ફૂલ કરમાઈ જાય તેમ વીલી પડી ગઈ હતી.
ગુરુદેવ મહામઘ જરા સરક્યા. પાસેથી કોઈ વનૌષધિનો રસ લઈ આવ્યો, માટીમાં એને મેળવ્યો ને ગોળી વાળી ત્રણે જણાના યે છે કાન ભરી દીધા. પછી હાથના કમંડલમાંથી થોડું જળ કાઢી તેમનાં મુખ પર છાંટ્યું ને સુરક્ષા-મંત્ર ભણ્યો.
અંબુજા અને સરસ્વતી થોડીક આયાશ પામ્યાં. કાલક વધુ સ્વસ્થ થયો.
દર્પણ પોતાની કલા વિસ્તારી રહ્યો હતો. કાલક એની મંત્રશક્તિને અહોભાવની નજરે નીરખી રહ્યો. એ વિચારતો હતો ને મન સાથે નિર્ણય લેતો હતો કે :
‘હું પણ આ શક્તિ સિદ્ધ કરીશ. મહાગુરુ મહામાની કૃપા અને દર્પણ સાથેની મૈત્રી આ સિદ્ધિ જરૂર હાંસલ કરાવશે.'
‘પણે દર્પણ આવી બાબતમાં મૈત્રી ન રાખે તો ?” કાલકને એક અછડતો વિચાર આવી ગયો, ‘આવી શક્તિ પરને કોણ બતાવે ? આવી શક્તિ છાની સારી. આવી વિદ્યા ગુપ્ત સારી. આ પ્રદર્શનની વસ્તુ ન હોય. બીજા કોઈને એ ન અપાય. વળી આમ્નાયવાળી વિદ્યા છે.’ કાલકનું મન શંકિત થઈ ગયું. એણે તરત મનોમન
નાદે-ગર્દભ | 29
28 D લોખંડી ખાખનાં ફૂલ