________________
શકરાજનું માથું લેવાની વાત તો અધૂરી જ રહી અને એ મવાની ચિંતામાં પડી ગયો. સ્વામી તો ગમે તેવો મળે તોય ચાલે, સુંદરી આવી ક્યાંય મળવાની નહોતી ! પોતાને માટે મઘા એક હતી. મવાને માટે સો બૈરૂત તૈયાર હતા.
છેવટે બૈરૂતે એક વાર જાત-મુલાકાત માટે માગણી કરી; પણ મઘા તો ગજવેલની હતી. એણે કહેવરાવ્યું, ‘નાટક પછી બધી વાત.
કાળો અસવાર એ દિવસની પ્રતીક્ષામાં શહેનશાહની આજ્ઞાને વીસરી ગયો. નવરો બેસી રહ્યો. એને બીજી કામગીરીમાં રસ ન રહ્યો.
50
મઘાનું નાટક
આખરે ઇંતેજારીના દિવસોનો અંત આવ્યો. મીનનગરના કાંગરા પર સંધ્યા આથમવા લાગી ને રંગગૃહનાં દ્વાર ખૂલ્યાં.
લોકોએ જબરો ધસારો કર્યો. પગ મૂકવા જેટલીય ખાલી જગ્યા ન રહી, કાળો અસવાર પણ માન મૂકીને બધાની સાથે ત્યાં આવીને યોગ્ય સ્થળે ગોઠવાઈ ગયો. મઘાનું અપૂર્વ સૌંદર્ય નગરનો નયનાનંદ અને હૃદયાનંદ હતું. એના સ્પર્શમાં તો સ્વર્ગ ઝાંખું લાગે તેમ હતું.
થોડીવારમાં પડદો ઊપડ્યો. એક દશ્ય નજર સામે ખડું થયું. મીનનગરની રૂપાળી લતાકુંજમાં એક નવયૌવના ઘૂમે છે. જાણે વીજળીનો બીજો અવતાર છે; ફૂલવેલની બીજી પ્રતિકૃતિ છે. એના હાથમાં વનમાળા છે : ને કુર્જ કુંજ ગાતી ફરે છે : ઓહ ! શું સુંદર સ્ત્રી ! શો અજબ દેહ ! એ કહે છે :
‘કયા વરને હું વરું ?' ‘દિલ મારું છે ભર્યું ભર્યું !'
ત્યાં સામેના નેપથ્યમાંથી અજબ ફાંફડો શકરાજનો નિમકહલાલ નોકર આવે છે, એય અજબ રંગીલો જવાન છે. એ હાથમાં મોટી મોટી ફૂલમાળાઓ લઈને આવ્યો છે. એ બોલે છે :
મઘા, જો આ વરને તું વરે, ‘તો એ તારે ઘેર પાણી ભરે !”
મઘા થનક થનક નાચી રહી, એનાં રૂપાળાં અંગો રાત્રિ-દીપકોના પ્રકાશમાં ખૂબ મોહક લાગ્યાં.
વળી મઘા બોલી :
370 | લોખંડી ખાખનાં ફૂલ