________________
‘મઘા એ વરને વરે,
‘જે એનું કહ્યું કરે.’
જુવાનિયો કહે છે :
‘આ વરને તું વરે,
તો એ તારું કહ્યું કરે.'
‘એમ ?' સુંદરી પગ ઉપાડે છે. પોતાની પાની જુવાનની સામે ધરે છે. જુવાનિયો પોતાના વાળથી એ પગની રજને સાફ કરે છે.
સુંદરી ફરી નૃત્ય કરે છે, ને ફૂલવલયવાળો પોતાનો નાજુક હાથ લંબાવે છે. જુવાનિયો એ હાથને હૈયે ચાંપે છે. સુંદરી પોતાનાં જુલ્ફાં વેરી નાખે છે. જુવાનિયો જુલ્ફાંનો જૂડો બાંધે છે.
સુંદરીને ઠેસ વાગે છે !
જુવાનિયો દોડીને ઘાયલ ભાગને ચૂમી લે છે.
સુંદરી ખુશ ખુશ થઈ જાય છે; એના ઉપર વારી જાય છે. એ દોડીને જુવાનના કંઠે ઝુલી રહે છે !
બંને જણાં ગાય છે :
‘મયૂરી મયૂરને વરે !
‘ચાંદની ચંદ્રને વરે !
‘ઉરથી આનંદ ઝરે !
‘નેત્રથી અમૃત ગરે !
‘રે ! સુંદરી એવા વરને તું વરે !
‘જે તારા થાક્યા ચરણને ઉર ધરે.'
એક પ્રવેશ પૂરો થયો. પ્રેક્ષકો ખૂબ આનંદમાં આવી ગયા. તાળીઓ પર તાળીઓ પડવા લાગી. ભાવ, ભાષા, ને ભંગી સાવ નવાં હતાં. રે મઘા ! તું આટલી નૃત્યવિદ્યા ને નાટ્યવિદ્યામાં નિષ્ણાત ક્યારે બની ?
લોકો આશ્ચર્યમુગ્ધ હતા, ત્યાં દશ્ય પલટાયું. એ લતાકુંજ, એ સરિતાતીર એકદમ અદૃશ્ય થયાં ને નવું દૃશ્ય હાજર થયું.
મીનનગરનો રાજદરબાર,
સિંહાસને શકરાજ બેઠા છે.
શું એમનો રોફ ! શું એમનો દાબ ! દાઢીમૂછના કાતરા હૂબહૂ જોઈ લો. વાત કરતાં ખભો ઉલાળવાની આદત અને પ્રશ્ન કરીને સામાને દોઢી આંખે જોઈ રહેવાની 372 D લોખંડી ખાખનાં ફૂલ
ટેવ બરાબર શકરાજ જેવી જ. શકરાજ કહે છે,
જાઓ કોઈ ભારતને દેશ,’
ધરી ત્યાંના ધર્મનો વેશ,’
‘લાવો કોઈ સંજીવનીનો રોપ,'
લાવીને અહીં રોપો એ રોપ.'
મીંઢોળબંધો એક નવજુવાન ભર દરબારમાં ખડો થાય છે. એ મહારાજને
મસ્તક નમાવી કહે છે :
‘લાવું લાવું હું સંજીવની રોપ !'
‘નહિ તો આપું જિંદગીનો ભોગ.’
શકરાજ સિંહાસન પરથી ઊઠીને કહે છે :
‘લાવે જો જિંદગીનો રોપ,
‘રાજ આપું, પાટ આપું.’
*છડી આપું, ચામર આપું.'
‘ચારે દિશાનું રાજ આપું.’ ‘પણ ઝટ કરજે મારું કાજ.’ ‘મરણથી મારે દૂર જાવું.' ‘મોતથી મારે અમર થાવું.’ પેલો નવજુવાનિયો ઊભો થઈને કહે છે : “રાજ મારી મથા ને પાટ મારી મઘા, ત્રણ લોકના રાજથીય વડેરી છે મઘા.'
*ઝટ જાઉં, સંજીવની રોપ લાવું,
ન લાવું તો ઘેર પાછો ન આવું.'
જુવાનિયો નવેલી નારને મૂકીને ચાલવા તૈયાર થાય છે, ત્યાં નાર વિરહની વ્યાકુળતા દાખવે છે. નાવલિયો નવેલીને ઝટ તેડાવી લેવાના વાયદા કરે છે, પણ નારી માનતી નથી. બંને સાથે વિદાય લે છે.
પડદો પડે છે. અનારની વાડીઓ અદશ્ય થાય છે ને એને સ્થાને તાડવૃક્ષ ઊગી નીકળે છે !
પ્રેક્ષકો સમજી ગયા કે અત્યાર સુધીની ખેલની ભૂમિ શકદ્દીપ હતી; હવે ભારત દેશ આવ્યો.
સાગરનો વિશાળ કાંઠો છે. બે મોટી શિલાઓ પડી છે.
એક પર પુરુષ બેઠો છે, બીજી પર સ્ત્રી બેઠી છે, બંનેએ ભારતીય પોશાક મઘાનું નાટક D 373