________________
‘ક્યાં છે કાલક ?” મહાગુર છેડાઈ પડ્યા. કોઈ જવાબ ન મળ્યો.
ક્યાં છે સરસ્વતી ?' સ્વર એમ ને એમ પાછો ફર્યો. ‘શું બંને નાસી ગયાં ?” ‘હા, ગુરુદેવ !' દર્પણ બોલ્યો. ‘હું પકડવા જાઉં ?'
ના, તું તંત્રાચારમાં પ્રવેશી ગયો છે. તારી પ્રકૃતિ સાથે જા. દર્પણ ! તેં જો મારી આજ્ઞાનો વિરોધ કર્યો છે, તો સર્વનાશ કરી નાખીશ. જા જલદી જા.'
અને મહાગુરૂએ મનસંધાન કર્યું.
ખરેખર ! અઘોરીની ગુફાચોકી વટાવી સરસ્વતી અને કાલક મૂઠીઓ વાળીને નાસતાં દેખાયાં.
મહાગુરુનો ક્રોધ પ્રજ્વલી ઊઠ્યો..
મહાગુરૂએ ફરી અંતિમ શ્રેણીની પૂજા શરૂ કરી. પૂજા પૂર્ણ થતાં કહ્યું : “મારા મનની આ અન્તિમ દીક્ષા છે અને મારા માટે તમારી આ અંતિમ ગુરુદક્ષિણા છે. સોનું-રૂપું મારે મન માટી છે. રાજપાટ તો લાકડાની પાટ કરતાં હલકાં લાગે છે. મનભરી મહાચક્રની પૂજા એ મારા પરિશ્રમનું ફળ છે. એ દક્ષિણા, બોલો, આપશોને?”
મહાગુર પ્રશ્ન પૂછીને સહુની સામે જોઈ રહ્યા. | બધાએ કહ્યું: ‘નિઃશંક રહો, ગુરુદેવ ! આ હાડચામ પણ તમારાં છે.”
“જુઓ, આ મહાચક્રની પૂજામાં તમે સર્વ કોઈ પુરુષ પુરુષ છો અને સ્ત્રી માત્ર પ્રકૃતિ છે. પ્રકૃતિ પોતાની નીલ કંચુકી આ ફરતા એક ચક્રમાં નાખે. પુરુષ પોતાનો લાલ રૂમાલ બીજા ચક્રમાં નાખે.’
મહાગુરુએ આદેશ આપ્યો. સહુએ તે પ્રમાણે કર્યું.
‘હવે પુરુષો કંચુકીવાળા ચક્ર પાસે ઊભા રહે અને ચક્ર દ્વારા પગ પાસે ફેંકાતી કંચુકીને ગ્રહણ કરે. યાદ રાખો, તમે નથી વૃદ્ધ, નથી જુવાન, નથી સગાસંબંધી, નથી ભિન્નભિન્ન વર્ણનાં. તમે એક જ છો : પ્રકૃતિ ને પુરુષ !'
મહાગુરુએ ચારે તરફ નજર ફેરવી. ‘અને સ્ત્રીઓ...' ‘અને ગુરુદેવ ! મારી કંચુકી રહી ગઈ.' અંબુજા આગળ આવતી બોલી. મને ખબર છે. પણ તે પૂજા પહેલાં દર્પણનો લાલ રૂમાલ સૂંધ્યો હતો. માટે તારી કંચુકી દર્પણને આપી દે.’
ગુરુવાણીને શ્રદ્ધાથી અનુસરનારી અંબુજાએ દર્પણને પોતાની કંચુકી આપી, એનો લાલ રૂમાલ લઈ લીધો.
| ‘અને સ્ત્રીઓ...” ગુરુ બોલ્યા : “આ લાલ રૂમાલવાળા ચક્રની પાસે ઊભી રહે, ને જે લાલ રૂમાલ એના પગ પાસે પડે તે ઊંચકી લે અને અંતિમ વાત સાંભળી લો!'
| ‘જેની પાસે જેનો લાલ રૂમાલ હોય અને જેની પાસે જેની નીલ કંચુકી હોય એ બન્ને એકબીજાનાં પ્રકૃતિ ને પુરુષ.'
છેલ્લા શબ્દો સાથે ચક્ર ફર્યો. રૂમાલ અને કંચુકીની વહેંચણી થવા માંડી. પ્રકૃતિ-પુરુષ ગુફાઓ તરફ આગળ વધ્યાં.
ત્યાં એક સુંદરીએ કહ્યું : “આ લાલ રૂમાલવાળો પુરુષ ક્યાં ?” એક યુવાને કહ્યું : આ કંચુકીવાળી પ્રકૃતિ ક્યાં ?
મહાગુરુએ બંને વસ્તુ મંગાવી. મનસંધાન કર્યું. અરે, આ તો કાલક અને સરસ્વતીનાં જ રૂમાલ અને કંચુકી !
64 u લોખંડી ખાખનાં ફૂલ
મહાચક્રપૂજા 0 65