________________
અભિચાર અને વ્યભિચાર તાંત્રિકોના કોશમાં અન્ય અર્થમાં છે. આ તો અવિજેયતાની કસોટી છે. બેટા, પૂજા કરી લે. જગતમાં અવિજેય બની જઈશ.’
‘ના ગુરુજી ! એ અંબુજા છે, નિકલંક નારી છે, એનાં અંગોને સ્પર્શ કરતાં મારું મન કંપારી અનુભવે છે.’
‘તો તંત્રવિદ્યાનું અન્તિમ શિખર તારાથી અણસ્પર્યું રહેશે.’ ગુરુજી ! મને આ ક્રિયામાંથી મુક્તિ આપો. એટલી ઊણપ હું નિભાવી લઈશ.’ ભલે, તારું ભાગ્યય, છોકરા ! બીજી ક્રિયા માટે તો તૈયાર છે ને !'
‘આમાંથી મને બચાવો. બીજી ગમે તેવી ક્રિયા માટે હું ના નહિ કહું.' કાલકને આ પ્રસંગમાંથી છૂટવાની અદમ્ય ઇચ્છા હતી. એણે ઉતાવળે માનસસંદેશ આપ્યો.
| ‘વારુ ! સ્વસ્થ થઈને ત્યાં ઊભો રહે, અફસોસ એટલો જ છે કે મારી આપેલી તંત્રવિદ્યામાં તને ખોટકો પડશે. એક ખોટકો કોઈ વાર આખા વિદ્યામંત્રને નિષ્ફળ બનાવશે.'
ગુરુ-શિષ્યના આ મૂંગા મનસંદેશ ચાલતા હતા, ત્યારે પૂજા તો આગળ વધી રહી હતી.
રાજ કુમાર દર્પણનો વારો આવ્યો. એ ધીરેથી આગળ વધ્યો.
મહાગુરુએ ખુલ્લા શબ્દોમાં કહ્યું, ‘આજે એને તારી બહેન ન માનીશ. એ માયાસુંદરી છે.'
‘હા, ગુરુ દેવ ! હું માયાસુંદરીને જ પૂછું છું.’
‘શાબાશ.' મહાગુર જાણે કોલ કને કહેતા ન હોય તેમ બોલ્યા, ‘સંસારી સગપણ અહીં આજે બધાં ખોટાં.”
‘હા, ગુરુદેવ ! અહીં તો પુરુષ અને પ્રકૃતિ બે જ રાજે છે.’
માયાસુંદરીના સુપુષ્ટ વક્ષ:સ્થળને કેસરથી અર્ચતાં દર્પણના દિલના એક ખૂણે છૂપું વાવાઝોડું જાગ્યું, પણ બીજી જ ક્ષણે એ શાન્ત થઈ ગયું. અલબત્ત, એ માનસ પાપ એણે આચર્યું, ત્યારે મહાગુરના માનસપટ પર એ મનતરંગો અથડાયા જરૂર પણ એને માફી મળી. ગુરુને લાગ્યું કે કાલકની ઉપાધિ તો ખડી જ છે, ત્યાં વળી આ નવું તૂત ક્યાં જગાડવું !
સહુથી છેડે કાલકનો વારો આવ્યો, એની આંખો પૃથ્વીનું પડ ભેદવા મથતી હતી. એણે માયાસુંદરી તરફ એક નજર પણ ન નાખી. એક ડગ આગળ પણ ન ભર્યું. એ એક શ્લોકનું પહેલું ચરણ રટી રહ્યો.
- “સ્તનો માંસગ્રંથી... કનકકલશાવત્યપમિતૉ !”
પેલા મુનિના હાડપિંજર જેવા સ્ત્રીના હાડપિંજરને એ નજર સામે લાવીને ઊભો રહ્યો.
ગુરુદેવે બૂમ મારી : ‘સમય પૂરો થયો. વિરાટ ખંડમાં ચાલો.” બધા પડખેના ખંડ તરફ ચાલ્યા.
આટઆટલી પૂજા પામનાર માયાસુંદરી ખુદ અત્યાર સુધી અચળ હતી. એણે કાલકને પૂજા વગર બીજા ખંડમાં જતો જોયો, એટલે એ વિચળ થઈ ઊઠી. એ બોલી.
‘કાલક ! તું વિધિને કેમ ઓળંગે છે ?'
‘અંબુજા ! મારી આંખો તને જોવા શક્તિમાન નથી. હું અંધ છું, અંધ અંગપૂજા કેવી રીતે કરે ?”
“અરે પણ, તારી પૂજા પામવાના મનોરથમાં તો મેં આટલું વેડ્યું છે. એક વાર મારી સામે તો જો !'
‘મારું મોં નીચું થયું છે. અંબુજા ! મારી વિદ્યા નીચી થઈ છે. હું ભરબજારે લૂંટાયો છું. મને આ માર્ગ ન ખપે. મને આ સિદ્ધિ ન ખપે. મારે અજેય નથી બનવું. ભલે માટીના લોંદાની જેમ મને બધા રોળે-રગદોળે ; એમાંથી કોઈક દહાડો પાત્ર બનીશ. બાકી આ તો કુપાત્ર...’ અને આમ બોલતો કાલક વિરાટ ખંડમાં ચાલ્યો ગયો.
અંબુજા પૂજાના સિંહાસન પરથી ઊતરી, એ હતોત્સાહ થઈ ગઈ હતી. એને પોતાની સ્થિતિની શરમ લાગી, એણે ઝટઝટ અધોવસ્ત્ર વીંટી લીધું. ઉત્તરીય લઈને દાડમ ફળ જેવા વક્ષ:સ્થળને ઢાંક્યું. એણે નીલકંચુકી ખભે નાંખી.
એ વિરાટ ખંડ તરફ આવી, એના પગ ચાલતા નહોતા.
આ ખંડ ખૂબ શ્રમ લઈને સજ્જ કરવામાં આવ્યો હતો. આ ખંડનાં ચાર દિશામાં ચાર બારણાં હતાં. માયાસુંદરીની પૂજાવાળા ખંડમાં પડતા બારણાં સિવાય, તમામ બારણાં અર્ધખુલ્લાં હતાં, ને ત્યાં આવેલાં ઉપવનોમાં જતાં હતાં.
આ ઉપવનોમાં નાના મંડપો અને એમાં નાની ગુફાઓ હતી, સ્ત્રી-પુરુષના એક યુગલ માટે આનંદપ્રમોદની બધી સામગ્રીઓ ત્યાં હતી. મધ હતું, માંસ હતું, મીન હતાં.
ફુલહારથી લચેલો એક પલંગ હતો. સામાન્ય માણસ માટે અહીં આવવું પરલોક જેટલું દુર્લભ હતું. ગણ્યાગાંઠડ્યા માણસો, જીવનમાં ગણીગાંઠી વાર અહીં આવી શક્યા હશે !
62 D લોખંડી ખાખનાં ફૂલ
મહાચ ક્રપૂજા D 63