________________
મહાગુરુનો મંત્રોચ્ચાર સતત ચાલુ હતો. ચોકીદારો જેમ સંપત્તિની રક્ષા કરે, એમ આ મંત્રસ્વરો એક અભેદ્ય દીવાલ ખડી કરી રહ્યા હતા.
માણસની લાગણીઓ જાણે એ શબ્દોથી બંધાઈને માણસથી ભિન્ન બની હતી. સારું-ખોટું એવી વિચારસરણી અહીં અયોગ્ય થઈ હતી, ગુર-આજ્ઞા અવિચારણીયા. ગુરુના આદેશનું સર્વથા પાલન કરવાનું.
અંબુજા તો ખરેખર દેવી જેવી શોભતી હતી, ચંપકકલિકા જેવાં એનાં અંગોએ અંગોમાંય સદા આચ્છાદિત થઈને અપ્રગટ રહેતાં અંગોની આજે પ્રગટ ધૃતિ ને ઉપર જબાકુસુમનો હાર ! જોનારની આંખને ઠારી દેતાં હતાં.
એના પર ચંદન, કેસર, કસ્તૂરીના લેપ.
અંબુજા પાર્થિવ મટી ગઈ. એ અપાર્થિવ બની રહી. એની આજુબાજુ એવું આભામંડળ જન્યું હતું કે એ નગ્ન છે, એ વાત સહુના મન પરથી પણ ધોવાઈ ગઈ.
અંબુજા એક દેવી છે, ખુદ દેવી નહિ પણ દેવીની પ્રતિનિધિ છે, મહાદેવી વજવારાહી એનાં અંગોમાં અવતર્યા છે. એનાં અંગે પૂજા. એ સાધકનો ધર્મ છે. તંત્રપૂજાનું ચરમ શિખર છે.
આ પૂજા પૂરી થયા પછી, એક મહાચક યોજાવાનું હતું અને મહાચક્રના અંતે દર્પણ અને કાલકને મહાગુરુ રક્તપ અને નીલકમળની છેવટની ઉપાધિ આપવાના હતો.
રક્તપદ્મમાં સુવર્ણસિદ્ધિનો તંત્ર હતો.
નીલ કમળમાં વશીકરણનો આમ્નાય હતો. બીજી પણ અનેક નાનીમોટી સિદ્ધિઓ હતી.
‘હવે પૂજા શરૂ થાય છે. સ્ત્રીઓ મહાચક્રવાળા વિરાટ ખંડમાં ચાલી જાય.’ સ્ત્રીઓ ધીરેથી બાજુ ના વિરાટ ખંડમાં ચાલી ગઈ.
સાધકો ! સિદ્ધિની પળ સુનજીક છે. આવો અને માયાસુંદરીની પૂજા કરો. પરીક્ષાનું આ અંતિમ પગથાર છે.'
અને મહાગુરુએ પોતે પ્રથમ પૂજા કરી. પૂજા કરીને મહાગુરુ બાજુમાં ઊભા રહી ગયા.
- સાધકો એક પછી એક પૂજા કરવા આવવા લાગ્યા. અંબુજા શાંત ઊભી હતી, એના ચિત્તતંત્રને કોઈએ બાંધ્યું હોય એવી એની મનોદશા હતી.
પગ, હાથ, ભાલ સુધીની પૂજા સામાન્ય હતી. એ પછીની પૂજા પર મહાગુરુની આંખ હતી.
| 60 g લોખંડી ખાખનાં ફૂલ
સાધકો એક પછી એક પૂજા કરીને પસાર થવા લાગ્યા. ખરેખર ! આ સાધકોના એક રૂંવાડામાં પણ કંપ નહોતો.
| ‘અવિજેય ! અવિજેય !' ગુરુએ બૂમ પાડી. ‘પૃથ્વીના છેડા સુધી ઘૂમો, મારા સિંહો ! તમે અવિજેય. કોઈ તમારું નામ ન લે, નામ લે તેનો નાશ નિરધારેલો જ છે.”
દર્પણ અને કાલકનો વારો નજીકમાં જ હતો. દર્પણ સ્વસ્થ ઊભો હતો. અંબુજાની આ સ્થિતિ માટે એને રોષ નહિ, પણ અભિમાન હતું. અંબુજા મહાપૂજાની અધિકારિણી ! આજે એમના માથા પરનો અભારતીય અપવાદ નષ્ટ થયો.* ગુરુદેવે તેઓની ભારતીય નાગરિકતા પર મહોર મારી દીધી.
દર્પણ અને અંબુજા સદાકાળ સાથે રહ્યાં હતાં. ભાઈ-બહેનની જેમ રહ્યાં હતાં. પણ અંબુજા આજ જેટલી કામણગારી એને કદી નહોતી લાગી..
પણ દર્પણના જેવી સ્થિતિ કાલકની નહોતી, એ એક ભયંકર માનસિક તોફાનમાં ઘેરાઈ ગયો હતો, માનસશક્તિના અધિષ્ઠાતા મહાગુરુને પોતાના શિષ્યની મનોભૂમિનાં આંદોલનો સ્પર્શી ગયાં હતાં. એમણે કાલકનું મન સ્વસ્થ કરવા માનસિક મંત્રાલરો મોકલ્યા. એ કાલકના મગજને અથડાઈ પાછા ફર્યા. વજ જાણે દરવાજેથી પ્રવેશ ન પામ્યું. ગુરુએ હૃદ્ધાતીત મંત્રાણિ તંત્રનો ઉપયોગ કર્યો, પણ એમાંય સફળતા ન મળી. કાલક જુદા ગજવેલનો લાગ્યો.
મહાગુરુને બે કામ એક સાથે કરવાનાં આવ્યાં. એક તો પૂજા કરતા શિષ્યોના મનતરંગો જાણતા રહેવાના, અને પોતાના પટ્ટશિષ્યોમાંના એકના મનને માયાસુંદરીની પૂજા માટે તૈયાર કરવાના.
મહાગુરુએ જોરથી પોતાની આંખો મીંચી. મનધારણ વેગવંત કર્યું, ને બંને કાર્યો બરાબર કરવા માંડ્યાં.
ગુરુ-શિષ્ય વચ્ચે મૂંગું વ્યાખ્યાન ચાલ્યું.
કાલકના મને કહ્યું : “અરે ગુરુદેવ ! પાયો સારો, રંગમંડપ સારો, ઝરૂખા ને બારીઓ સારી અને શિખર આટલું ભયંકર કેમ ? શું મહાન તાંત્રિક માટે આ અનિવાર્ય છે ?”
ગુરુએ માનસ શક્તિથી જવાબ પાઠવ્યો, * કુશાન રાજા પહેલા વાસુદેવના મૃત્યુ પછી ઉત્તર હિંદમાં સાર્વભૌમ સત્તાનો અભાવ હતો. અલ્પજીવી અનેક સ્વતંત્ર રાજ્યોનો જન્મ થયો. ઉત્તર-પશ્ચિમમાંથી અનેક ચઢાઈઓ આવી. એમાં આભીર, ગદભિલ્લ, શક, યવન, બાહિલ કે જાતિઓ ભારતમાં આવી.
વિન્સેન્ટ સ્મીથ મહાચ ક્રપૂજા 0 61