________________
ભાગી છૂટ્યાં
રાજ કુમાર કાલ ક અને સરસ્વતી મોતને મૂઠીમાં લઈને ભયંકર વિનિપાતનો ઇતિહાસ પાછળ મૂકીને, ઊભી પૂંછડીએ નાસતાં હતાં.
સિદ્ધિનો ખ્યાલ મગજમાંથી સાવ ભૂંસાઈ ગયો હતો. રક્તપદ્મ અને નીલ કમળસુવર્ણસિદ્ધિ અને વશીકરણ મંત્રનો લોભ મનમાંથી ચાલ્યો ગયો હતો. મહાગુરુના તંત્ર મંત્ર વિશેના જ્ઞાનનો આદર પણ મનમાંથી નીકળી ગયો હતો.
જોયેલું દશ્ય, પેખેલી નગ્ન માનવતા તેમનાથી વીસરી વીસરાતી નહોતી. બંને વિચારતાં હતાં.
‘શું અજેય ઇમારતોના પાયામાં આ પ્રકારનાં પાપ ધરબાયાં હશે ? સંસારમાં સર્વશ્રેષ્ઠ ઠરેલું કમળ શું આવા જ કાદવમાંથી ખીલ્યું હશે ?”
આવા આવા અનેક વિચારો કરતાં એ મેદાનો, ખીણો, ટેકરીઓ ભર્યા શ્વાસે વટાવવા લાગ્યાં.
રાજ કુમાર કાલક જાણતો હતો, કે મહાગુરુ મહામઘની સંકલ્પશક્તિનો અગ્નિ એમના દેહને સ્પર્શી ગયો, તો ગાત્ર માત્ર ગળી જ શે, ગળિયા બળદની જેમ પગ બેસી જવા પ્રયત્ન કરશે, દેહની કોઢિયા કે રક્તપિત્તિયાં જેવી દશા થશે.
મહાચ ક્રમાં પ્રવેશેલાં ને પછી એ વિધિ અસહ્ય લાગતાં ભાગી છૂટેલાં ઘણાં નર-નારની સ્થિતિ આવી જ સરજાઈ હતી. કાં તો તેમણે મહાચક્રમાં ભાગ લેવો જોઈએ, અથવા જીવનભર અસહ્ય દેહપીડા વેઠતાં જીવવું જોઈએ.
ચાલુ માર્ગે મહાગુરુના મનઃસંકેત તો સતત કાલકને મળ્યા જ કરતા હતા. ગુરુ દેવ મનઃસંકેતથી કહેતા હતા,
‘કાલ ક 1 કિનારે આવેલું વહાણ ન ડુબાડ ! સુરા અને સુંદરી ક્ષત્રિયનાં નિત્યસંગાથી ! ક્ષત્રિય કુળોના વિનાશના ઇતિહાસ એણે સરજ્યા છે. મહાચક્રમાંથી
પસાર થયેલાને એ તત્ત્વો જરા પણ હાનિ નહિ કરી શકે. પાછો આવ, આજની મહાદેવી અંબુજા તને આપીશ. તારે ખાતર મારા નિયમમાં પરિવર્તન કરીશ. પાછો આવ, પ્રિય કાલક '
મહાગુરુના મનઃસંકેતનો જવાબ આપ્યા વગર, કાલક તો દોડતો, આગળ વધતો, પડતો, ઊભો થતો, ઠોકરો ખાતો રસ્તો કાપે જતો હતો.
ગુરુના મનઃસંકેતનો જવાબ આપવાનું કાલકને દિલ થઈ જતું. એ કહેવા માગતો હતો કે ગૌમાતાના પવિત્ર દૂધના કુંડમાં અનાચારનાં આ બે વિપબિંદુ ન નાખો તો ?
પણ એમ માનસિક સંદેશ મોકલવામાં ડર માત્ર એટલો હતો કે એથી ગુરુને તેઓ ક્યાં છે, તેનો ખ્યાલ આવી જાય. મંત્રશક્તિને સાકાર કરીને પાછળ ફેંકે અને કદાચ એ શક્તિથી કેદ પણ થઈ જવાય ! મોત પણ થઈ જાય !
કાલકનો અને સરસ્વતીનો નિર્ણય હતો, કે પ્રાણાન્ત પાછા ફરીને મહાચક્રની વિધિમાં સામેલ ન થવું. અલબત્ત, એ કાળનાં અનેક રાજ કુમારો, રાજ રાણીઓ આગેવાન નેતાઓ આ ચક્રમંડળનાં સભ્યો હતાં. પણ કાલકને એ અનાચારની પરબનાં પાણી પીવાં નહોતાં.x
કાલકના મોંમાંથી પણ સતત મંત્રોચ્ચાર ચાલુ હતા. પેલા ખીણમાં પડેલા સાધુએ આપેલા એ મંત્રો હતા.
‘શ્રી જનપદાનાં શાંતિર્ભવતું. શ્રી રાજાધિપાનાં શાંતિર્ભવતું.’
સાવ સાદા આ મંત્રાલરો હતા, પણ પેલા ખીણવાસી સાધુએ એમને સમજાવ્યું હતું કે મંત્રાલરોની પરહાનિ કરતાં સ્વરક્ષણમાં કે પરરક્ષણમાં વધુ ગતિ હોય છે, સ્વાર્થ કરતાં પરમાર્થમાં તેની ગતિ રામબાણ જેવી તીવ્ર હોય છે.
મહાગુરુના મંત્રાક્ષરો પહાડ, પર્વત, નદી, કંદરાને ગરમ કરી રહ્યા હતા, પણ કાલકની આજુ બાજુ શાંતિનું એક આભામંડળ પથરાયેલું હતું.
| બંને જણાંએ ઝડપથી અઘોરીની ગુફા વટાવી. મહાગુરુ જ્યારે કોઈ સાધક પર કોપ કરતા ત્યારે આ અઘોરીઓને મનુષ્ય-માંસનો આસ્વાદ મળતો, નહિ તો તેઓ પોતાની વિષ્ટા ને મૂત્ર દ્વારા પોતાની સુધા ને તૃષા તૃપ્ત કરતા.
મહાગુરનો મન-આદેશ ત્યાં આવ્યો, અને ઝિલાયો પણ ખરો : પણ એ વખતે
* આજે પણ ઉચ્ચ વર્ગમાં આ જાતના વૈરવિહાર માટે મોટાં નગરોમાં હોટલો, રાત્રિ ક્લબો ને નાચ-ધરો ચાલે છે. જેમાં પુરુષ ઇચછે તે સ્ત્રીને તેની સાથે લપેટાઈને નૃત્ય કરવું પડે છે.
ભાગી છૂટ્યાં ! 67