SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ‘તો અમે એનું અસ્તિત્વ સિદ્ધ કરી આપીએ. પંડિતોએ ગર્વભેર કહ્યું, અને ભક્તોએ ફરીથી જય જયકાર કર્યો ! ‘ઈશ્વર વિશે કહું તો ?' અરે ! ઈશ્વરને પણ રાખવો કે ઉડાડવો એ અમારા હાથની વાત છે.” એક મહાપંડિતે ગર્વભેર કહ્યું. ‘ઈશ્વર પણ તમારે મન જાદુની વસ્તુ છે કેમ ?” ‘હા હા. એ અમારી વિદ્યાનું જાદુ છે.” પંડિતોએ જવાબ વાળ્યો. ‘તમારી વિદ્યા તે કોઈ તલવાર છે ? ધારો તેનું રક્ષણ કરો, ધારો તેની ગરદન ઉડાવી દો.’ મુનિ કાલકે કહ્યું. “હા, હા, વિઘા એ શક્તિ છે.’ | ‘શક્તિ એવી ન હોવી જોઈએ, જે મૂળ સિદ્ધાન્તોનો નાશ કરે.’ ‘ઓ અજ્ઞાની મુનિ ! સંસારનાં પુણ્ય-પાપ, ધર્મ-અધર્મ, સ્વર્ગ-નરક, બંધનમોક્ષ એ બધું શું છે ? તમે નજરે જોયું છે ? વિઘાવંત ઋષિઓએ એની સ્થાપના કરી, અને જગતે સાચું માન્યું. છતાં આજે પણ એ સંબંધી વિવાદ ચાલુ જ છે. એ તો વાદી પર જ બધી વિદ્યાઓ અને આખો સંસાર અવલંબે છે. વાદી કહે તે જગત સાચું.’ | ‘મહાનુભાવો, જીવન વિશે જાણવું એનું નામ વિદ્યા. જે વિદ્યાર્થી જીવન વિશે - જીવનના મૂળભૂત સિદ્ધાંતો વિશે ગેરસમજ થાય તે અવિદ્યા.’ મુનિ કોલકે સ્પષ્ટ કહ્યું. ‘આ આજ કાલનો જુવાનિયો અમને અવિદ્યાવાન કહે છે ! રે, કોણ છે તારો ગુરુ? કેટલાં વર્ષ ગુરુચરણ સેવ્યાં ?' | ‘ગુરુ તો ઘણા કર્યા : ભગવાન દત્તાત્રેયની જેમ બત્રીસ ! પણ છેલ્લે બે ગુરુ મળ્યા. લાંબી સેવા એમની કરી નથી શક્યો, પણ એમની થોડી સેવાઓ અને એમણે આપેલી અલ્પ વિઘાએ મને સંસારપાર કરવાની સુંદર કેડી બતાવી છે.” અરે શ્રમણ ! સૂંઠને ગાંગડે ગાંધી ન થા ! જા, ભલા માણસ ! અહીં બીજા ઘણા નાના નાના મઠો અને આશ્રમો છે. ત્યાં જઈને ચર્ચા-વાદ કર. અહીં તો વાદીગજ કેસરીઓનું કામ છે.’ વાદીઓએ કહ્યું. મુનિ કાલકે કહ્યું: ‘તમારા કોઈ પર મને દ્વેષ નથી, પણ વિદ્યાનો આવો ઉપયોગ ધનના દુરુપયોગ જેટલો જ નિધ છે.' ‘રે મુનિ ! સત્વરે આ વાદગૃહ છાંડી જા !' 192 લોખંડી ખાખનાં ફૂલ ‘જાઉં છું : પણ મારી આટલી વાત લક્ષમાં રાખજો કે કલ્યાણનો માર્ગ જુદો છે, અને વાદનો માર્ગ જુદો છે. વાક્યાતુરીથી તમે કદાચ સિદ્ધને અસિદ્ધ અને અસંભવને સંભવ બનાવી શકો, પણ છેવટે એ ઇન્દ્રજાલ વિધા જેવું જ સમજવું. સ્થળની જગ્યાએ જળ બતાવવાથી તમારી કલાચાતુરી વખણાશે, પણ તૃષાતુરની તૃપા બુઝાશે નહિ. તમારી વિદ્યાઓ બધી મૃગજળ સમી મિથ્યા છે !' ‘ઓ સાધુ ! અમારા સ્થાનમાં આવીને અમારું જ અપમાન ?' થોડી વારમાં વાદભૂમિ રણભૂમિ બની જાત, પણ મુનિ કાલક શાંતિથી બહાર, નીકળી આવ્યા. એમના ક્ષત્રિયના લોહીને જરા આવેશ લાધ્યો હતો, પણ ખીણવાળા ગુરુની મનોમૂર્તિ સ્મરણમાં લાવી એમણે શાંતિ સ્વીકારી.. મહામુનિ મઠથી થોડેક દૂર ગયા હશે, ત્યાં પાછળ એક પાલખી ધસમસતી આવતી જણાઈ. ‘ઊભા રહો, મુનિવર !' અંદરથી મધુર સ્વર આવ્યો. મહામુનિએ પાછું વાળીને જોયું, એટલામાં પાલખી પાસે આવી પહોંચી. અંદરથી એક સુંદર અપ્સરા જેવી સ્ત્રી ઊતરી. એણે વિનયપૂર્વક પ્રણામ કરતાં કહ્યું : ‘આપનું કથન સત્ય છે. દેહનું રૂપ જો આત્માની મહત્તા ને સમજાવે અને સંસારની વિદ્યાઓ જો જીવનદર્શન ન કરાવે તો બધું વ્યર્થ છે. આપની વાણી મેં સાંભળી છે, અને શ્રદ્ધાથી સ્વીકારી છે.' ‘દવજ લત્તા ગ્રીષ્મને ઠંડક આપનારી વાદળી, રે ! તું કોણ છે ? ચંચલ બુદ્ધિની ઉજૈનીમાં કલ્યાણબુદ્ધિ તું મહાભાગા કોણ છે ?' મહામુનિ આ સુંદરીના રૂપ જેવી જ એની વિનમ્ર વિવેકશીલતા પર મુગ્ધ થઈ ગયાં. | ‘સાર્થવાહની પત્ની છું. એ તક્ષશિલાની યાત્રાએ સંચર્યા છે. આપ પરમાર્થી આત્મા છો. મારે ત્યાં ભિક્ષા માટે પધારી મુજ વિયોગિનીને ઉપકૃત કરો, મહારાજ !' ‘બાઈ ! વળી કોઈ વાર આવીશ.’ મહામુનિ બોલ્યા. ‘ના કહેશો નહિ, મહારાજ ! વિયોગિની સ્વયં જ ઘાયલ હોય છે, એમાં મારા આમંત્રણનો તિરસ્કાર કરી ઘામાં મીઠું ન ભરશો, પરમાર્થી આત્મા છો. બે વચન સાંભળીશ તો સુખી થઈશ.' મુનિરાજ થી ના પાડી શકાઈ નહિ. ‘રાહ બતાવ સ્ત્રી, તારા ગૃહનો !' મુનિએ સુંદરી આગળ ચાલી, મુનિ પાછળ ચાલ્યા. મુનિ કવિ આત્મા હતા, શાસ્ત્રજ્ઞ હતા, યુવાન હતા, સ્વર્ગની અપ્સરાની એમને કલ્પના આવી થઈ. અલકા મેનકા બની p 193
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy