________________
‘રાજ કુમાર હઠ લઈને બેઠા છે. કહે છે કે આ દડો જ મને જોઈએ. અમે સમજાવી સમજાવીને થાક્યા; પણ કુમાર હઠ છોડતા નથી. અમે શ્રમ કરીને લાચાર થયા. દડો નીકળતો નથી. આપ પધારો તો સારું.' કિશોરોએ કહ્યું.
મંત્રીરાજની ત્યાં જવાની અનિચ્છા હતી. રાજ કુમારની તોછડાઈ એ જાણતા હતા. વળી મહેમાન મહાત્માને તથા સંજીવની રોપને દરબારમાં ઝટ લઈ જવાની જવાબદારી એમના માથે હતી. પણ બાળહઠ અને રાજહઠ પાસે મંત્રીનું કંઈ ન ચાલ્યું.
મંત્રીરાજે વિવશભાવે બૈરૂતને કહ્યું, ‘તમે જરા વાર આ સરૂના બાગમાં થોભો. હું જઈને આવું !'
| ‘અરે, એમ શું કામ ? ચાલોને બધા સાથે સાથે ત્યાં જઈએ.’ મહાત્માએ કહ્યું, રાજ કુમારને તો જોવાશે.”
બધા કૂવા તરફ વળ્યા.
કૂવો ખૂબ ઊંડો હતો. એની અંદર નાખી નજર પહોંચતી નહોતી. નીચે અંધકાર હતો.
મંત્રીએ કુવામાં ડોકિયું કર્યું, પણ નીચે ઘોર અંધકાર દેખાયો. ‘કુમાર ! આમાં તો કંઈ કળાતું નથી. દડો અંદર પડ્યો છે કે બહાર તેની પણ ખબર પડતી નથી.'
કુમાર રીસ ચઢાવીને બોલ્યા, ‘હું જાણું છું, મેં પડતાં જોયો છે. દડો અંદર જ છે. મને એ કાઢી આપો.'
મંત્રીએ ફરી ઊંડે ઊંડે નજર નાખી, પણ કંઈ ન દેખાયું. કૂવામાં તો ઊતરવું શક્ય જ નહોતું. એટલો એ સાંકડો હતો.
‘કુમાર ! નવો દડો મંગાવી દઉં. આ નીકળી શકે તેમ નથી.' મંત્રીએ કહ્યું.
‘ના, મારે તો એ જ દડો જોઈએ.’ કુમારે ફરી રડવા માંડ્યું. મંત્રી પૂરેપૂરી મૂંઝવણમાં મુકાઈ ગયા.
લોકો કહેવા લાગ્યા, ‘અરે ! મંત્રીરાજ આટલી વાતમાં રસ્તો નથી કાઢી શકતા તો રાજ કીય ગૂંચમાં શું કરશે ?'
વાતાવરણ ભારે થઈ ગયું. રાજ કુમારે તો જોરથી રડવા માંડ્યું. મંત્રીરાજ માટે જીવન-મરણનો સવાલ ખડો થયો, ત્યાં મહાત્માજીએ કહ્યું, ‘મંત્રીરાજ ! ધનુષ્યબાણ મંગાવોને !'
‘પણ મહાત્માજી ! ધનુષ્યબાણ અહીં નિરર્થક છે. બાણ કંઈ દડો થોડું લાવી શકે ? વળી અંદર તો કાજળઘેરું અંધારું છે.' મંત્રીએ કહ્યું. કંઈ ચિંતા નહીં. તમે મંગાવો તો ખરા !... મહાત્માએ સ્વાભાવિકતાથી કહ્યું.
308 D લોખંડી ખાખનાં ફૂલ
થોડીવારમાં ધનુષ-બાણ આવી ગયાં. બાણનું ભાથું પીઠ પર ભેરવી ખભે ધનુષ્ય મૂકી મહાત્મા અશ્વથી નીચે ઊતર્યો. પળવારમાં તો મહાત્માનો દેખાવ સાવ ફરી ગયો. કોઈ મહાન યોદ્ધો રણમેદાનમાં સંચરતો હોય તેમ લાગ્યું. મઘા તો એકતાન થઈ મહાત્માને નીરખી રહી હતી. એની આંખમાં હર્ષનાં આંસુ હતાં.
મહાત્મા મોટી ફલાંગ ભરી કૂવા પર ચઢચા, ને એક બાણ ખેંચી એની ફણા પર ચીંથરાં વીંટી મશાલ જેવું કર્યું. એ બાણને સળગાવી ધનુષ પર ચઢાવી એમણે કૂવામાં છોડ્યું. સ...૨...૨.૨ ! અને અંધારા કૂવામાં અજવાળાં પથરાઈ રહ્યાં.
સ..૨...૨.૨ ! અને એ જ ઝડપે એ બાણની પાછળ બીજું બાણ રવાના થયું. બીજા પાછળ ત્રીજું . ત્રીજા પાછળ ચોથું. પહેલા બાણનું લક્ષ્ય દડો હતો, પણ બીજા બાણનું લક્ષ્ય પહેલું બાણ હતું. એકમાં એક ભેરવાઈ જતાં હતાં.
અંધારા કૂવાનાં અજવાળાં હોલવાયાં-નું હોલવાયાં ત્યાં પાણી વીંધાવાનો અવાજ આવ્યો અને થોડીવારમાં દડા સાથે બાણ ઉપર આવ્યું. પંખીની ચાંચમાં દાણો હોય. એમ બાણના મુખમાં દડો હતો.. - ‘દડો ! મારો દડો !' કહેતો રાજ કુમાર આગળ દોડ્યો.
મહાત્માએ કુમારને ઊંચકી લીધો ને હાથમાં તેડી દડો આપ્યો. રાજ કુમાર તો રાજી રાજી થઈ ગયો, ને બોલવા લાગ્યો, ‘આ મંત્રી ખોટો, આ મહાત્મા મારા સાચા મંત્રી !'
લોકોના ઉત્સાહનો પાર ન રહ્યો. તેઓ પણ એમ જ બોલવા લાગ્યા. મઘાના તો પોરસથી કંચુકીબંધ તૂટતા હતા !
બૈરૂતે જયજયકાર કરી મૂક્યો. શકરાજનો મંત્રી ઢીલો થઈને આગળ ચાલતો હતો. મહાત્મા ફરી એશ્વ પર ચઢેચી.
- “આ મારા મંત્રી : રાજ કુમાર તો મહાત્માના ખોળામાં બેસીને એક જ ૨ લઈને બેઠો હતો.
‘કુ...માર સાહેબ ! મહાત્મા પોતે જ રાજ કુમાર છે.' મઘાએ કહ્યું.
‘હૈં, તો અમે બે સરખેસરખા. એ રાજ કુમાર છે, હુંય રાજ કુમાર ! અમે બે દોસ્ત !' રાજ કુમારે કહ્યું.
‘જરૂર, આપણે બે દોસ્ત.” મહાત્માએ સ્મિત કરીને કહ્યું.*
* આજે ચમત્કાર લાગે એવા ધનુર્વિદ્યાના પ્રયોગો એ વખતે થતા, એવો જ એક પ્રયોગ મહામંત્રી અભય કુમારે પણ કર્યો હતો.
મીનનગરમાં 0 309