________________
કાલકનું મનોમંથન
પર્વતની કંદરા પર ઉભેલા મુનિ એ ધક્કો ઝીલી ન શક્યા. ઊંડી ખીણમાં ગબડી પડ્યા. ગણ્યાગાંઠ્યા હાડકાનો એમનો દેહ-માળો વીખરાઈ ગયો.
ઊંડી ઊંડી ખીણ ! જોતાં તમ્મર આવે !
સહુએ દોડીને ખીણમાં ઊંડે ઊંડે જોયું તો મુનિનો એક પગ જુદો પડ્યો હતો, બે હાથ ભાંગી ગયા હતા, માથું ડોક પરથી અવળું ફરી ગયું હતું.
‘બટકબોલો, અવિવેકી, નાલાયક સાધુ ! આ જ લાગનો.” મહાગુરુએ ભયંકર અલ્હાસ્ય કર્યું ને શિષ્યોને પોતાની પાછળ ચાલ્યા આવવા કહ્યું. નાદ-ગર્દભની અસરમાંથી તાજો જ સ્વસ્થ થયેલો વનનો વાળ પણ મહાગુરુનું એ હાસ્ય સાંભળી ધ્રુજી ગયો.
ખીણમાંથી મંદ મંદ પણ એકધારો અવાજ આવતો હતો, પ્રતાપી, શક્તિમંત ! શ્રી જનપદાનાં શાંતિર્ભવતું.' શ્રી રાજાધિપાનાં શાંતિર્ભવતું.” ‘શ્રી ગોષ્ઠિકાનાં શાંતિર્ભવતુ*
કાલક મહાગુરુને અનુસરી ન શક્યો, એના મનનું વહાણ જુદા જ તોફાનમાં સપડાઈ ગયું હતું. અને ત્યાગ તરફ આકર્ષણ હતું. ત્યાગી ને અજબ સહનશીલ મુનિ એના મન પર કબજો જમાવી રહ્યા .
નિખાલસ સરસ્વતી શાંત મુનિનું આ અપમાન સહી ન શકી. એણે દર્પણને કહ્યું :
| ‘લજ્જા પામ, દર્પણ ! તારી શક્તિનો આખરે આ ઉપયોગ ? આહં, મુનિના શબ્દો કેટલા જલદી સાચા નીવડ્યા ? તારી શક્તિ કેવી પંગુ છે ! જરાક નિમિત્ત મળ્યું કે ભડકો ! શક્તિમાં વસતી અશક્તિને પિછાન ! દર્પણ ! તારા કપાળમાં કલંક ચોંટવું. તું ખૂની ! તું ઋષિહત્યારો !”
ઉશ્કેરાયેલી સરસ્વતી ક્યાં સુધી બોલે જાત ને શું શું બોલત તે કંઈ કહેવાય તેમ નહોતું, પણ અંબુજાએ દોડીને તેના મોઢ હાથ દાળ્યો.
મુનિને ગિરિકંદરામાં ધકેલી અને ત્યાં એને કમોતે મરવા મૂકીને સહુ આશ્રમ ભણી વળ્યો.
આગળ મહાગુરુ મહાસંઘ, પાછળ દર્પણ. એની પાછળ અંબુજા. એની પાછળ સરસ્વતી. જાણે એ ચાલતી નથી, ઢસડાય છે !
કાલકે સહુને અનુસરવા ચાહ્યું પણ ન અનુસરી શક્યો, એની નજર સામેથી પેલા હાડપિંજર જેવા સાધુની મૂર્તિ ખસતી નથી, એણે ડગ દીધું-પણ આગળ ન વધાયું.
કાળમીંઢ પહાડ પાષાણનો જ બનેલો હોય છે, એ માનવું ભૂલભરેલું છે. એકાદ આઘાતની, એકાદ અછડતા પ્રહારની એને જરૂર હોય છે અને એમાંથી શીતળ ઝરણ બહાર નીકળી આવે છે. કાલકનું એવું થયું. મુનિ સાથેના અલ્પ સત્સંગ પછી એની વિચારધારા નવા માર્ગે વિહરી રહી. એ વિચારવા લાગ્યો, ‘અરે ! વજથીય કઠોર એવા ગુરુદેવ પણ ગર્દભી વિદ્યાની સ્વરશક્તિથી જ્યારે અસ્વસ્થ બની ગયા, ત્યારે હાડ-ચામના માળા જેવા આ મુનિ તદન સ્વસ્થ કઈ રીતે રહ્યા ?'
એક તરફ વજથીય વજ ને બીજી તરફ ફૂલથીય નાજુ ક મુનિ ! દર્પણે એક ધક્કો દીધો કે જઈ પડ્યા ઊંડી ખીણમાં તે હાર્ડ કેહાડકું અને પાંસળેફાંસળું જુદું !
એક તરફ શક્તિનો પુંજ ! બીજી તરફ અશક્તિનો ઓથ ! સાચું શું ? દેહ કે આત્મા ? અશક્ત કોણ ? દેહ કે આત્મા ?
અરે ! મુનિ તો જઈને પડ્યા ઊડી મૃત્યુખીણમાં. પગ મરડાઈ ગયા, ડોક ઠરડાઈ ગઈ, અડધાં હાડકાં તૂટી ગયાં ને અડધાં ખોખરાં થયાં. તોય કેવું મધુરું હોય ! એ ખડખડાટ હસતા હતા, જાણે દેહના દુઃખને અને આત્માના આનંદને પરસ્પર કંઈ જ સંબંધ નથી ! એમનાથી અડધી વેદના મને કે દર્પણને થઈ હોત તો... તો
* દેશમાં શાંતિ પ્રસરો. રાજપુરુષોમાં શાંતિ પ્રવતોં. ધર્મસભાના સભ્યોમાં શાંતિ પ્રવત.
40 n લોખંડી ખાખનાં ફૂલ