________________
કાલકે એ આકાર જોયો. સરસ્વતીએ તો ભયથી આંખો મીંચી દીધી અને ભાઈને વળગી રહી. કાલકે પળવારમાં એ આકારને પરખ્યો !
એ ઊભો થયો, આગળ વધ્યો ને એકદમ એ પડછંદ આકૃતિના પગમાં પડ્યો, ને બોલ્યો : ‘ઓળખી લીધા આ જ ગુરુદેવ ! આપ અત્યારે ક્યાંથી ? પ્રણામ !”
આકારે ભયંકર ઘોઘરા અવાજે કહ્યું : “મધ્યાહ્ન તો હું મળ્યો હતો ને એટલી વારમાં ભૂલી ગયો કે ?”
‘મધ્યાહ્ન ? ક્યાં ?” કાલક બોલ્યો. તેના અવાજમાં નિર્દોષતા હતી, લુચ્ચાઈ નહોતી.
‘જંગલમાં મદારી અને રીંછને મેં જોયાં નહોતાં કે ?”
| ‘હા ગુરુદેવ ! મને એ સાચાં મદારી અને રીંછ નહોતાં લાગ્યાં. રાજ કુમાર અને રાજ કુમારીઓને ભયથી વશ કરનાર વનજંગલમાં ઘૂમતાં કોઈ મેલાં તત્ત્વ લાગ્યાં હતાં.” કાલકે કહ્યું.
‘એ હું જ હતો.’ મહાગુરુએ કહ્યું. “આપ જો મદારી હતા, તો રીંછ કોણ હતું ?'
“વત્સ ! તું બોલ !' કાળો આકાર ધીરે ધીરે શ્વેત થતો જતો હતો. ભયંકર મુખમુદ્રા કંઈક ફેરવાતી જતી હતી.
સરસ્વતી શાંત મુદ્રાએ બધું નિહાળી રહી હતી. એ પણ વજ્જરનું ફૂલ હતી. | ‘અહાહા ! પરમ શાંતિ લાગે છે.’ મહાગુરુ બોલ્યા. એમનો વર્ણ ઝડપથી પલટાતો જતો હતો, ‘તારા લોહીમાં હજી નષ્ઠિક બ્રહ્મચર્યની શીતલતા છે. રે ! હજી તને કોઈ સુંદરીએ ગરમ કર્યો લાગતો નથી !' મહાગુરુએ પોતાની હંમેશાંની રીત પ્રમાણે હાસ્ય સાથે વ્યંગ કર્યો.
‘ગુરુદેવ ! કુલસંસ્કારોની આ વાત છે. મારી જનેતા એક પરમ સતી છે. એના લોહીના એક બુંદમાં પણ અપવિત્રતા નથી. એ વારસો અમને મળ્યો છે. શીલ અને સદાચારની બાબતમાં અમારી નીતિરેખાઓ બહુ કડક છે. અમે આચરવા ઇચ્છીએ છતાં આચરી ન શકીએ, એટલી એની અમારા પર પકડ છે.”
કાલકના શબ્દોમાં મહાચક્ર-પર્વ પ્રસંગની પોતાની વર્તણૂકનો અપ્રગટ ખુલાસો હતો. થોડી વારે એ આગળ બોલ્યો : | ‘ગુરુદેવ ! આપે જે માનવ-પૂતળાને મંત્રશક્તિથી અજેય બનાવવાની ભાવના કરી, એ માનવ-પૂતળાને વંશપરંપરાથી એક જ રીતે તૈયાર કરવામાં આવ્યું હતું કે મરી જવું બહેતર પણ રણમાં પીઠ ન બતાવવી : નીતિની રેખા જાળવવા ફના થઈ જવું બહેતર, પણ નીતિની રેખા ન ઓળંગવી : આ દેહ અપવિત્ર બને તો એને ફગાવી દેવો, પણ અધર્મન...' કાલકે બોલતો થોભ્યો.
ધર્મ-અધર્મ !' મહાગુરુએ શબ્દો ચાવ્યા, “ધર્મમાં તું શું સમજે , છોકરા ? અધર્મમાં તું શું જાણે, કાલક ? નિર્વાણમાર્ગના બે રસ્તા છે, એક યોગીઓ માટેનો, બીજો સામાન્ય માણસ માટેનો. એક છે કાંટાળો, બીજો છે સુખદ. મેં તને સુંવાળા માર્ગે નિર્વાણ આપવા ઇચ્છવું. કેટલાક મુનિઓએ સંસારમાંથી નિર્વાણપ્રાપ્તિના રાહને અંધારપટીઓ બંધાવી, ઉપાધિમાં ધકેલી દીધો છે. એ અંધારપટીઓ તોડવા મેં સદા પ્રયત્ન કર્યો છે.'
‘ગુરુદેવ ! હું ચર્ચામાં ઊતરવા માગતો નથી. મારા લોહીના એ સંસ્કાર છે.’ કાલકે કહ્યું :
‘સમજું છું.” મહાગુરુ ધીરે ધીરે મૂળ વાત પર આવતા જતા હતા. ‘મારો વાંધો ફક્ત ત્યાં છે, કે તમારા ધર્મગુરુઓએ ભાવનાને પવિત્ર-અપવિત્ર બતાવવાને બદલે વસ્તુને પવિત્ર-અપવિત્ર બતાવી છે.”
મહાગુરુ થોભ્યા.
સરસ્વતીએ આંખો ધીરેથી ઉઘાડી હતી, ને ટગર ટગર મહાગુરુ તરફ જોઈ રહી હતી.
‘તો મેં આપને જ ઘાયલ કર્યા ?* કાલકે પ્રશ્ન કર્યો. ‘હા, જો આ મારી જાંઘ !' મહાગુરુએ પોતાની જાંઘ ખોલી. એમાં ઊંડો જખમ હતો. લોહી હજી ટપકતું
હતું
‘મહાગુરુ ! આપની પાસે તો જખમ એ પણ રૂઝ છે, ને રૂઝ એ પણ જખમ છે, દર્દને દવા બનાવનાર અને દવાને દર્દ કરનાર પણ આપ છો : છતાં આમ કેમ ?* કાલકે પ્રશ્ન કર્યો. ‘એની દવા મનુષ્ય-માંસ છે.”
ઓહોહો ! એમાં તે શી વાર છે ?” ને કાલક પાસેના ખંડમાં ગયો. ગુરુ માનતા હતા કે કોઈ નોકરના કે કોઈ કેદીના માંસની વ્યવસ્થા કરવા ગયો હશે. ત્યાં તો કાલક પાછો આવ્યો. એના હાથમાં ચમકતી તેજદાર છરી હતી, એણે પોતાના સાથળ પર છરી ચલાવી અને માંસ કાપી મહાગુરુના ઘામાં મૂકી દીધું, ને બોલ્યો : ‘ગુરુદેવ ! આપ રૂઝનો મંત્ર બોલો છો કે આપનો ભણાવેલો મંત્ર હું બોલું ?”
82 D લોખંડી ખાખનાં ફૂલ
જે જેનું તે તેને 1 83