________________
દાઢીવાળો વામનજી સહુને દોરીને લઈ જતો હતો. રસ્તો ભુલભુલામણી જેવો હતો. જે રસ્તે આવ્યા, એ રસ્તે પાછા વળવું મુશ્કેલ હતું, છતાં કાલકને આ માર્ગ થોડો થોડો જાણીતો હતો. એ મગધનો સુપ્રસિદ્ધ અશ્વ-ખેલાડી હતો, ને ધનુર્ધરોમાં વિખ્યાત હતો. ઘોડો ખેલાવતો અને તીરસંધાન કરતો એ આવા અનેક પ્રદેશોમાં ફરી વળ્યો હતો. અહીં પણ આવી ગયો હઈશ, એમ એને પ્રતીત થતું હતું.
આખરે સહુ નિશ્ચિત સ્થળે આવી ગયાં.
બહાર ગુરુદેવનું આવા પ્રસંગનું વાહન વાઘ અને તેમની પારદયુક્ત ચાખડી પડી હતી. પારાની સિદ્ધિથી આકાશમાં ઊડવા જેવી મહાસિદ્ધિ પ્રાપ્ત થતી. પારદ દર્શન નામનું સ્વતંત્ર દર્શન હતું, જે આશ્રમોમાં શીખવવામાં આવતું.
પારાની આ ચાખડી પહેરીને ગુરુ હવામાં ઊડી શકતા, એમ કહેવાતું.*
તમામ ભક્તગણો બહાર પ્રાંગણમાં એકત્રિત થયા હતા. કાલકે જોયું કે યુવાની અને રૂપ તો આખા જગતનું અહીં એકત્ર થયું હતું. એકને જુઓ અને એકને ભૂલો એવી યુવતીઓ અહીં હતી. એકને જુવો ને બીજાને ભૂલો એવા યુવાનો અહીં હતા. પ્રૌઢો પણ હતા. વૃદ્ધો પણ હતા. પણ બધાની આંખમાં જુદું તેજ ચમકતું હતું.
દર્પણ અને કાલક આ નવી દુનિયાને નજરે નીરખી રહ્યાં, પણ બંનેની જોવાની દૃષ્ટિ ભિન્ન હતી. કાલકની નજરમાં કુતૂહલ હતું, ત્યારે દર્પણ પોતાની આંખથી એકેએક યુવતીના રૂપદેહની તપાસ કરી રહ્યો હતો. અંગોપાંગની શિષ્ટતા ને વિશિષ્ટતાને કામશાસ્ત્રના વિદ્વાનની જેમ પોતાની સોંદર્યપિપાસુ નજરે છણી રહ્યો હતો.
બધાંનાં મુખ પર મૌન છવાયેલું હતું. આખો સંસાર આંખો દ્વારા ચાલતો હતો. થોડીવારે શંખસ્વર સંભળાયો.
મહાગુરુ પ્રજાની પ્રાથમિક વિધિ ખાનગીમાં પતાવી, માધ્યમિક વિધિમાં પ્રવેશ કરતા હતા. એ અંગે ભક્તોને શંખસ્વર દ્વારા આમંત્રણ અપાતું હતું.
બધા ભક્તો એકદમ અંદર પ્રવેશ કરી ગયા, ને ગુરુચરણનો સ્પર્શ કરવા લાવ્યા.
ગુરુદેવે મીઠું હાસ્ય કર્યું, બધાની તરફ જોયું અને પછી બોલ્યા :
આજે મહાપૂજાની અધિકારિણી કોણ બનશે ? સ્ત્રી સંસારની આદ્યશક્તિ છે. મા વજવારાહી તમને વજ જેવાં બનાવશે.’
કોઈ ન બોલ્યું.
‘તંત્રવિદ્યાની સિદ્ધિની આ માધ્યમિક અને અન્તિમ શ્રેણી છે. કોણ તૈયાર છે, બોલો ?”
‘ગુરુદેવ ' નિર્ભીક અંબુજા સહસા બોલી ઊઠી. એણે લાંબો વિચાર કર્યો નહોતો.
‘કોણ અંબુજા કે ? શું સરસ્વતી તૈયાર નથી ?' ગુરુદેવે અંબુજાના આખા દેહને ઝીણી નજરથી માપી જોયો. અંબુજાના અતિ રૂપવાન અને કંઈક સ્કૂલ અંગો ગુરુને સંપૂર્ણ રીતે પૂજા યોગ્ય ન લાગ્યાં. એમણે સુરેખ અંગોવાળી સરસ્વતી પર નજર ઠેરવી.
સરસ્વતી એ નજરથી વશ ન થવા પ્રયત્ન કરી રહી. પોતાના ભાઈની પીઠને સ્પર્શ કરતાં એણે હિંમતભેર કહ્યું :
હું શ્રમિત છું. મારો ભાઈ...
એક વાત કહી દઉં. આ વિધિમાં કોઈ ભાઈ-બહેન નથી, પિતા-પુત્રી નથી. સર્વે સમાન વર્ણના ને સમાન જાતિનાં છે. મેં આજ પૂજાની અધિષ્ઠાત્રી તરીકે, સરસ્વતી ! તને નિરધારી હતી. પણ તું નકારે છે, તો જેનું જેવું ભાગ્ય ! આજની પૂજાની અધિકારીણી સભાગી અંબુજા બનશે. કાં અંબુજા ?**
* સુવર્ણ બનાવનારાનો ધર્મમાં સમાવેશ આ પારદ દર્શન દ્વારા થયો. આ મતનું નામ રસેશ્વર મત. પારાને શિવનું વીર્ય અને અર્ભકને પાર્વતીનું રંજ માની યંત્ર દ્વારા બંનેનું ઊર્ધ્વીકરણ કરવાથી દેહને અમર બનાવનારે રસ પેદા થાય છે. એવી આ મતની માન્યતા છે. દરેક ધર્મનો ઉદ્દેશ અમસ્તાનો છે, ને આ રીતે એ મળતી હોય તો શી ખોટી ? પારો એટલે જ સંસારસાગરને પાર કરાવનાર, આ રસેશ્વર મતમાં મહાન યોગીઓ થઈ ગયા અને અનેક ભક્તો થઈ ગયા. એના ધર્મગ્રંથો આજે પણ મળે છે.
* એક મત એવો છે કે શક્તિપૂજા મૂળ ચીનથી આવેલી, શક્તિપૂજામાં પ્રતીક તરીકે વપરાતું. જપા પુષ્ય જબા કુસુમ નેપાળથી આવેલું. શવમાર્ગ ને બૌદ્ધમતમાં આ તંત્રમાર્ગ ખૂબ પ્રચલિત બનેલો.
56 D લોખંડી ખાખનાં ફૂલ
માયાનગરી 1 57