________________
કાલક થોડી દલીલો કરી.
એ વખતે થયેલી ચર્ચામાં ગુરુદેવે કહ્યું : “આ સાધનાનું લક્ષ એક છે. હું તમને માંસ, મદિરા અને માનુની-જેમાં સંસારને અતિરુચિ હોય છે, એમાં અરુચિ પેદા કરાવવા માંગું છું. વ્રતની દૃષ્ટિએ એનો શુષ્ક ત્યાગ કરનાર ફરી એમાં લોભાયા છે. પ્રત્યક્ષ રસાસ્વાદથી અરુચિ પ્રાપ્ત કરનારને કદી એમાં રુચિ થતી નથી.’
આ વખતે કાલકે કહ્યું : “ગુરુજી ! પેલી ખીણવાળા મુનિએ મને કેટલાંક વ્રતો આપ્યાં છે. એમાં માંસ અને મદિરા મેં તજી છે.'
સાવે છોકરડા ! આ મુંડિયાઓ મનમાં વિષયો પ્રત્યે અરુચિ જાગ્યા વગર ત્યાગ કરાવે છે. ભોગવ્યા વગર ભોગ છોડનારને માટે ઘણું જોખમ છે. મેં જોયું છે. કે ખરી પળે એ ત્યાગ સરી જાય છે. વ્રત વિફળ થઈ જાય છે : ને માણસ એ બિનઅનુભવેલા પંથે ઊલટો વધુ દોડવા લાગે છે. અનુભવીઓમાં આ વાતનું જેટલું આકર્ષણ હોય છે, એનાથી બિનઅનુભવીઓમાં વિશેષ હોય છે. ભોગાનું ભુક્તાનું નમસ્તા કર, કોલક ! ક્ષત્રિયથી અને વળી રાજ બીજ થી વ્રત દ્વારા એ સર્વથા તજવાં મુકેલ છે, અરુચિ જાગે તો જ તજી શકાય. અવિદ્યા, અસ્મિતા, રાગદ્વેષ, અભિનિવેશ છાંડી યશવિદ્યા ભણી ડગ માંડ !'
‘ગુરુજી ! અમારી ચિંતા ન કરશો.’ સરસ્વતી વચ્ચે બોલી : ‘ખીણવાળા ગુરુજીએ કહ્યું કે શું ઝેરનો પીધા પછી ત્યાગ કરીએ છીએ કે ઝેરને ઝેર તરીકે જાણ્યા માત્રથી ત્યાગ કરીએ છીએ ?'
મહાગુરુને આ વાતો ન ગમી હોય તેમ લાગ્યું. તેઓ બોલ્યા, ‘મૂડિયાઓ સામે મારો વાંધો જ આ છે. ગૃહસ્થ અને સંન્યાસીનો ભેદ સમજતા નથી અને પછી ખત્તા ખાય છે. જગતની જે તરફ પ્રવૃત્તિ છે, એ તરફ જ ખેંચતાણ કરાવે છે. ખરેખરું અમૃત શું અને ખરેખરું ઝેર શું-એની તો સમજ જોઈએ. ઘણી વાર ઝેર અમૃત બને છે, કેટલીક વાર અમૃત ઝેરનું કામ કરે છે.”
આ પછી ગુરુદેવે કાલકનો લાલ રૂમાલ લઈને કંઈક મંત્ર ભણ્યો ને કંઈક ઔષધ એમાં ભેળવ્યું.
સરસ્વતીની લાંબી વેણીને ગ્રહીને મંત્રથી પવિત્ર કરી અને એમાં કંઈક ઔષધ છાંટવું.
અંતમાં ગુરુદેવ બોલ્યા :
‘સાધના-અવસરે હું તમારી સાથે કંઈ વાત કરી શકીશ નહિ. પેલા મુંડિયાનો ભેટો થયા બાદ તમે ભાઈ-બહેન કાચંડાની જેમ રંગ બદલી ગયાં છો, છતાં મને
આશા છે, કે સાધના-અવસરે તમે સ્વસ્થ થઈ જશો. તમને કહી રાખું છું કે જો કદાચ એ અવસરે તમે આગ્રહમાં રહ્યાં ને વિધિથી વેગળાં રહ્યાં તો ટકી નહિ શકો. એ વખતે આ લાલ રૂમાલ સ્વજો. તમારી બુદ્ધિ સતેજ રહેશે.”
બંને જણાએ સાંભળી લીધું. કંઈ ન બોલ્યાં. એમના દિલમાં તોફાન જાગ્યું હતું. મનમાં નવાં મૂલ્યાંકનો પેદા થયાં હતાં. જે ઘેઘૂર વડની છાયામાં તેઓ આસાયેશ માણતાં હતાં, એ વડલાના મૂળમાં જ આંચકા આવતા હતા. એમ થતું હતું કે શું આજ સુધીની સાધના સર્વ જૂઠી ? દેવતા બનવાથી શું વળ્યું ? માણસ બનવું ઘટે અને માણસાઈ મુનિએ દર્શાવી હતી તે હતી. ખરેખર માણસને મારવા કરતાં જિવાડવામાં વિદ્યા-વિજ્ઞાનની કસોટી છે.
કાલક મનમાં પેલા મુનિની વાતો યાદ કરી રહ્યો, ‘તમે સો હાથી સંહારી શકો, પણ એક મરેલી કીડીને જીવતી કરી શકો ખરા ?” આ વાક્ય એના હૃદયમાં તીરની જેમ ખૂંચી ગયું હતું. એને યોગ અને મંત્ર-તંત્ર તરફ શ્રદ્ધા હતી, એનાથી માણસ અજેય બને એમ માનતો હતો, પણ પેલા સાધુની સીધી-સાદી વાતોએ એના વિચારની દિશા બદલી નાખી હતી.
આવું જ તોફાન દર્પણ અને અંબુજાના દિલમાં ચાલતું હતું. અંબુજા રાજ કુમાર કાલક પર મુગ્ધ હતી. દર્પણ સરસ્વતી તરફ ખેંચાયેલો હતો. દર્પણ સ્ત્રી-સૌંદર્યનો પિપાસુ અને દુર્જેય સત્તાનો શોખીન હતો. તે માનતો હતો કે સૌંદર્ય જ્યાંથી મળે ત્યાંથી સ્વીકારવું. સૌદર્યમાં કોઈ ભેદ ન રાખવો. સત્તા જે સાધનથી અજેય બને, તે સાધન સ્વીકારવું.* સાધનામાં સારાખોટાનો ભેદ ન ધરવો.
સરસ્વતી તો વા-કુકડા જેવી હતી. જેમ ભાઈ વિચારે એમ એ વિચારે.
ધીરે ધીરે લાલ રૂમાલવાળાં અને નીલી કંચુકીવાળાં નર-નારી ૨રસ્તામાં મળવા લાગ્યાં.
સહુ એક રસ્તે જતાં હોય એમ લાગ્યું, એક જ ઉદ્દેશથી જતાં હોય, એવો ભાસ થયો. સહુના દિલમાં આ વિધિ વિશે ગુપ્તતા હતી, એની પણ પ્રતીતિ થઈ.
* એક આખો યુગ તંત્રમાર્ગ ને યોગનો આવી ગયો. ચમત્કારો ને સિદ્ધિઓ એમાં મુખ્ય હતાં, જેની છાયા આજે પણ ભારતના ધર્મો પર પથરાયેલી છે. મુસ્લિમ આક્રમણકારોએ આની સામે આક્રમણ કર્યું. તંત્ર-મંત્રના અા બનેલા વિહારોને ખોદી નાખ્યા. સાધુઓને હાંકી કાઢ્યા, કાં કાપી નાખ્યા. એ વખતે આ તંત્રમાર્ગ અહીંથી જઈને ટિબેટમાં આશ્રય પામ્યો. મહાયાન ને હીનયાન એમ બૌદ્ધોના બે ફિરકાઓમાં પ્રથમ ફિરકાએ તંત્રમાર્ગને ઉત્તેજન આપ્યું ને વત્તેઓછે અંશે ભારતના તમામ ધર્મોએ તંત્રમંત્ર ને ચમત્કારને અપનાવ્યા. શૈવમાર્ગમાં કાપાલિકો વગેરેનો ઉભવ આ વખત પહેલાં થયેલો.
54 | લોખંડી ખાખનાં ફૂલ
માયાનગરી 1 55