________________
સુનયનાને ઊંચકી લીધી. ફૂલપરી જેવી સુનયનાએ કાલકના ખભા પર માથું ઢાળી દીધું.
કાલકે સર્પદંશવાળી એની આંગળી મોંમાં લઈને ચૂસવા માંડી, અને ધીરે ધીરે એ પાણી કાપતો નૌકા તરફ ચાલ્યો.
નૌકાને સંભાળનારી યવનીઓએ ઝીણા પડદા વાટે આ દૃશ્ય જોયું અને તેમણે નિસાસો નાખ્યો. ‘રે ! આ રસતરસ્યાં લોકો રસની લહાણ લૂંટતાં જરાય ભાન રાખતાં નથી. કુમળી કળી પહેલે દિવસે જ કરમાઈ ગઈ !'
કાલક નૌકા પાસે આવી પહોંચ્યો. યવનીઓ આગળ આવી. એમણે સાચવીને સુનયનાને ઉપર ઊંચકી લીધી. સજાવેલી ફૂલશા પર એ સુંદરીને સુવાડી દીધી.
કાલકે હજી તો આંગળી પંપાળી રહ્યો હતો. સ્વર્ગની અપ્સરા પડી હોય તેમ એ ચત્તીપાટ પડી હતી. સુનયના ભાનમાં હતી, એના કરતાં બેભાનીમાં અતીવ સુંદર લાગતી હતી. એનાં અંગ જાણે તીણ શસ્ત્રોની કાતિલતા ધરીને બેઠાં હતાં. જરાક સ્પર્શ થયો કે ઘાયલ સમજો.
રાજ કુમારે આ સૌંદર્યદેહ પર નજર ફેરવી અને મનને જાણે પડકાર ફેંક્યો : “ધીર કોણ ? ઘા પડે પણ વિક્રિયા ન પામે તે ! સુનયના ! તારા સૌંદર્યને જોવાની મારી દૃષ્ટિ જુદી છે. દાબડો આટલો રૂપાળો, તો અંદરના અલંકાર કેટલા રૂપાળા હશે ! મારી દૃષ્ટિ તારા દેહને ભેદી તારા આત્મા પર મંડાઈ છે.”
કાલક સુનયનાની આંગળી પંપાળતો હતો, પણ ત્યાં લોહી જેવું કંઈ હતું નહિ, અરે ! પાણીમાં હતાં ત્યાં સુધી કંઈ જોવાયું નહિ. આંગળી પર જખમ જ દેખાતો નથી ને !
કાલકે આંગળી પંપાળવી બંધ કરી.
આ વખતે સુનયના જાણે ભાનમાં આવી હતી. એ અધમીંચી આંખે જોઈ રહી હતી. થોડી વારે એણે પોતાનો બાહુ કાલકના દેહ પર નાખ્યો. એ બોલી :
‘કાલક ! હજીય તું ઠંડો છે ?” ‘હા, સુનયના ! હવે આરામ છે ને. આવું હોય, ઘેલી ?”
સુનયનાએ ફરી હાથ લાંબા કર્યા ને કાલકના દેહ પર ફેરવ્યા અને બોલી : “ અરે ! કામોદ્દીપનની આટઆટલી પ્રક્રિયા છતાં તારા એકેય રોમમાં ઝણઝણાટી કેમ નથી જણાતી ? ઉખાં કેમ નથી જાગતી ?'
‘શા માટે જાગે ?”
‘તું હજીય સર્વથા શાન્ત છે ! રે ! શું તારા મન-હાથીને સુંદર પોયણીને ચૂંટીને પીસી નાખવાનું મન થતું નથી ?'
| ‘શા માટે થાય ? મારો મન-માતંગ સમજણો છે.' કાલકે કહ્યું. ભર્યા ભાણા સામે જાણે ભર્યા પેટવાળો બેઠો હતો !
‘આટલું રૂ૫, તોય તું ઠંડો ? આટલું સૌંદર્ય સામે પડ્યું છે છતાંય લેશપણ વિકાર નહિ ? આવો નર જગમાં આજે જ જોયો. કાલક ! તું જીત્યો, હું...”
ને સુનયના જાણે બેભાન બની ગઈ.
કાલકે એક યવનીને બોલાવી. એને સુનયનાની શુશ્રુષા કરવા કહ્યું. થોડીવારમાં સુનયના જાણે બેભાન અવસ્થામાં બોલતી હોય તેમ બકવા માંડી :
‘કાલક ! જેણે સૌંદર્ય પર વિજય મેળવ્યો, એણે સંસાર પર વિજય મેળવ્યો. મહાન સંગ્રામોના વિજેતાઓને મેં મારા પગની ધૂળ ચાટતા કર્યા હતા. આજે તેં મને તારા પગની ધૂળ ચટાવી ?
‘સુનયના ! આ શું બોલે છે ? કોણે ધૂળ ચાટી ને કોણે ચટાવી ? આપણે બંને હાર-જીતથી પર છીએ.’ કાલકે કહ્યું. પણ સુનયના તો જાણે હજી બેભાન જ હતી ને બકતી હતી :
‘તેં કહ્યું કે સ્નેહ પણ સ્વાર્થનું પરિણામ હોય છે. સાચું કહ્યું. રે ! આવો અજબ નર આજ જીવનમાં પહેલી જ વાર નીરખ્યો. સંસારમાં જેનો આદર્શ અર્ધ-યોગીનો છે, એવા રાજાઓને મેં આ બાબતમાં સહુથી વધુ કમજોર જોયા હતા. અનેક રાજાઓ અંતઃપુરમાં જ તન અને મન બંનેથી બરબાદ થયા હતા, અસંખ્યને તો મેં પોતે જ બરબાદ કર્યા છે.”
અરે ! ઘેલી સુનયના ! શું બોલે છે તું ?” કાલકને એની વાતો સાંભળી આશ્ચર્ય થયું. પાસે જઈને એણે ઢંઢોળી અને કહ્યું :
‘સુનયના ! તું નિર્ભય છે. કોઈ ખરાબ સ્વપ્ન તો તને સતાવતું નથી ને ?'
ના, સત્ય મને સતાવે છે. રાજ કુમાર ! તારી ગુનેગાર છું. મને માફ કર !”
‘તારો હું ગુનેગાર છું. તારા સૌંદર્યનો મેં સ્પર્શ ન કર્યો તારી અદમ્ય ઇચ્છા છતાં.'
| ‘એમાં જ તારો વિજય છે.' સુનયના બેઠી થઈ. એણે દેહને આચ્છાદવા પ્રયત્ન કર્યો, પણ બધાં વસ્ત્રો પારદર્શક હતાં, એટલે જેમ એ અંગોને ઢાંકવા મથી રહી તેમ એ વધુ છતાં થવા લાગ્યાં !
146 | લોખંડી ખાખનાં ફૂલ
સુનયનાનું અર્પણ | 147.