________________
વાસ નાકને આવરી રહી હતી,
દેવપંખી બહાર રહી ગયું.
ગુરુ ત્યાં ઊભા રહ્યા અને વિચારવા લાગ્યા : હવે શું ? એમના ભોમિયા સમુ પંખી તો કંઈ વાત કરવાનું નહોતું. તો પૂછવું કોને ?
એકાએક ગુફાની દીવાલમાંથી એક જણ બહાર નીકળી આવ્યો. એ કોઈ ખાખી વેરાગી જેવો લાગતો હતો. એના હાથમાં લોહીવાળું ત્રિશૂળ હતું અને એનાં અંગો પર ત્રિશૂળનાં જખમ હતાં.
આર્યગુરુએ આગંતુકને જોતાંવેત ઓળખી લીધો અને કહ્યું, “કોણ વાસુકિ?”
‘હા ગુરુ દેવ, ! છું તો આપનો વિનમ્ર સેવક વાસુકિ, પણ અત્યારે હું પાશુપત સંપ્રદાયનો ખાખી વેરાગી. મથાનો પત્તો મેળવવા આ વેશ સજ્યો છે.'
‘પત્તો તો મળ્યો ને ?' આર્યગુરુએ બીજી વાત છોડી મુખ્ય પ્રશ્ન કર્યો. આમાં એમના મનની અધીરાઈ ભરી હતી.
‘પત્તો તો લાગ્યો, પણ પ્રાપ્તિ મુશ્કેલ છે.’
‘કેમ ? મરજીવાને શું મુશ્કેલ ? વાસુકિ, મને બધી વાત વિગતથી કહે. જરૂર લાગશે તો ક્ષત્રિયનું લોહી, સાધકની સિદ્ધિ ને મુનિનું તપ-ત્રણેને આજે હોડમાં મૂકી દઈશ; પણ કામ પાર પાડીને જ જંપીશ.'
આર્યગુરુની અધીરતાને સીમા નહોતી,
વાસુકિએ કહ્યું, ‘આર્યગુરુ ! આ અમારાં જ પાપ છે. આપને મૂકીને હું કાંઠે આવ્યો કે મને તરત ખબર મળી ગઈ કે અમારા જાતભાઈઓએ જ મઘાને ઉપાડવામાં મદદ કરી છે. આ ખાખી વેરાગી લોકો અમારા લોકોમાં ખૂભ પૅધેલા છે, ને કોઈ મોટી લૂંટમાં અમે એમની મદદ લઈએ છીએ, તેમ એમને પણ પૂજાપાઠ માટે કે મોટી સાધના માટે બલિ તરીકે નર-નારી અમે જ મેળવી આપીએ છીએ.'
વાસુકિ શ્વાસ લેવા થંભ્યો.
‘હાં પછી.. ' આર્યગુરુને વાસુકિ શ્વાસ લેવા થંભે એ પણ અત્યારે ગમતી વાત નહોતી.
મવાની સુંદરતા, પરાક્રમ, હોશિયારી જોઈ એ લોકોએ એનો બલિ તરીકે ઉપયોગ ન કરતાં, એને સિદ્ધિની સાધનાસુંદરી બનાવવાનો નિર્ણય કર્યો. ગુરુ! મારા સાથીદારો કહે છે, કે રિવાજ મુજબ એનાં વસ્ત્રો ઉતારી લઈને એને નગ્ન કરી, છતાં એ જરા પણ ન થડકી. એને સિદ્ધ પુરુષ આચાર્ય દેવની પાસે મોકલવામાં આવી. એ નિશ્ચિત રીતે ચાલી ગઈ. સાધનાગૃહમાં દ્વાર બંધ થયાં, પણ થોડીવારે આચાર્યદેવ બહાર આવ્યા ને બોલ્યા, ‘આ સુંદરી અનાર્ય કુળની છે. એ સાધના-સુંદરી બની ન
402 લોખંડી ખાખનાં ફૂલ
શકે. બલિને યોગ્ય છે કે નહિ તે હવે બીજા આચાર્યો નક્કી કરે અને તેમણે મઘાને બહાર કાઢી.
‘ગુરુદેવ, મારા સાથીદારો કહે છે કે મઘા તો સાવ શાંત હતી, આચાર્યના આખા દેહ પર પરસેવો હતો, ને મોં પડી ગયું હતું. ન જાણે આપની એ શિષ્યાએ શો ચમત્કાર ર્યો ! ગુરુદેવ ! હવે મઘા બીજા કાપાલિકોના હાથમાં પડી છે. મેં અડધે રસ્તે એને ઉઠાવવા આ વેશ સજ્યો, પ્રયત્ન કર્યો, ઇચ્છા તો હતી કે અધવચ્ચેથી જ મઘાને લઈને આપને આવી મળું, પણ હું નિષ્ફળ ગયો.”
‘તો પછી મઘા અત્યારે ક્યાં છે ? બૈરૂતનો કંઈ પત્તો ખરો ?' આર્યગુરુના શબ્દમાં ઉદ્વેગ હતો.
બૈરૂતનો કંઈ પત્તો નથી, કોઈ કહે છે કે સામનો કરતાં મરાયો. કોઈ કહે છે એ દરિયામાં ફેંકાઈ ગયો. મઘા સોમનાથ પાટણના પાદરમાં છે. ત્યાં એક ગુપ્ત મઠમાં પાશુપત આચાર્યો એકઠા મળ્યા છે. તેઓ નિર્ણય કરી રહ્યા છે કે મઘા બલિ તરીકે ગ્રાહ્ય કે અગ્રાહ્ય ! કેટલાક ‘હા’ના મતમાં છે, કેટલાક ‘ના’ના મતમાં છે.
‘ત્યાં કેટલા માણસો છે ?'
‘સોએક જણા. પણ ગુરુદેવ ! આ ખાખી લોકો બહુ બળવાન ને લડવામાં ભારે. કુશળ હોય છે. એ બધા હોય છે તો નગ્ન, શરીરે ફક્ત ખાખ ચોળેલી હોય છે, પણ જાણે કુદરતી લોહકવચ સક્યું હોય તેમ લાગે છે. એમના તલવારનો વાર આગળ એક વાર તો ભલભલા યોદ્ધા પણ ભોંઠા પડી જાય.'
‘તો શું કરીશું ?” ગુરુ પ્રશ્ન કરીને એ પ્રશ્નનો ઉત્તર પોતાના મનમાં શોધી રહ્યા, ‘માણસ ગમે તેવો હોય પણ આખરે તો હાડ-ચામનો છે ને ! વાસુકિ, શું કરીશું?'
‘મારા મનમાં પણ દ્વિધા છે. એક તરફ એમ લાગે છે કે લડી લઈએ, બીજી તરફ એમ લાગે છે કે લચ્ચે આપણે પહોંચી શકીએ નહિ. તો પાછા ફરીએ ને દ્વારકાથી મદદ લઈ લાવીએ ! પણ પાછી એમાં શંકા એ રહે છે કે સમય પૂરતો મળે કે ન પણ મળે. બલિ દેવાનો નિર્ણય થાય તો ઉત્સવ તો પાસે જ છે.”
આર્યગુરુ વિચારી રહ્યા. એમણે તરત ગુફામાં રહેલી રજ એકત્ર કરવા માંડી. વાસુકિ એમાં સમજ્યા વિના મદદ કરી રહ્યો.
રજને લઈને ગુરુ મંત્રપૂત કરવા માંડ્યા, અને પડતી રાતમાં વનસ્પતિ અને વેલા ખૂંદી રહ્યા.
થોડીવારે એમણે કપડાંની ઝોળીમાં રજ ભરી, અને વાસુકિને કહ્યું, “ચાલ, એ ચર્ચાસભામાં મને લઈ ચાલ, આપણે મથાને ઉઠાવી લાવીએ.’
માની મુક્તિ 403