________________
કાળા ઘોડા પરથી કાળો અસવાર કૂદીને રાજમહેલનાં પગથિયાં પાસે નીચે ઊતર્યો.
ખૂબ કદાવર આ અસવાર દેખાતો હતો અને વધુ પડધંચ દેખાવા માટે એણે કાળાં પગરખાંમાં ઊંચી એડી નાખી હતી ને મસ્તક પરના ટોપ પર શુકનિયાળ પક્ષી હુમાનું કાળું પીંછું ઘાલ્યું હતું.
અસવારને જોયો ને શકરાજનું મોં પડી ગયું અને મહાત્માની વાણી યાદ આવી. શકરાજ કાળા અસવારના સ્વાગતે આગળ વધ્યા.
કાળો અસવાર ખૂબ દમામભેર પગથિયાં ચઢતો હતો. એના મસ્તકનો ટોપ ઊંચો હતો. એ જાણે આકાશની સત્તાને પણ પડકાર આપતો હતો. એના પગની એડી જાણે પૃથ્વીને દબાવતી હતી.
શકરાજની પાછળ મહાત્મા નકલંક ચાલ્યા, પણ એમના પગલામાં સ્વસ્થતા હતી; આગામી ભયની ધ્રુજારી નહોતી, ભયને નાથવાની તૈયારી હતી.
આગળ ચાલતા બાળકને પાછળ ચાલતા પિતાનો પડછાયો રશે એમ શકરાજની પાછળ મહાત્મા શાંતિની છાયા ઢોળતા ચાલતા હતા,
કાળા અસવારે. શકરાજ પાસે આવી નમન કર્યું; ‘શક શહેનશાહની જય' બોલી પોતાના લાંબા કાળા ઝભ્ભામાં હાથ નાખ્યો.
શકરાજ ના પગ સંદેશામાં ધ્રૂજી રહ્યા. શક શહેનશાહના કઠોર શાસનથી સહુ સુપરિચિત હતા. એ શાસનમાં ગુનેગાર તરફ કે શંકિત માણસ તરફ જરાય દયામાયા દાખવવામાં આવતી નહીં,
અસવારે ઝભામાંથી એક કાળો વસ્ત્રલેખ કાઢ્યો, એમાં રૂપેરી અક્ષરે કોઈ સંદેશ લખાયેલો હતો.
કાળાતે એ લેખને પૃથ્વી પર ફેંક્યો અને તરત જ કમર પરથી કટારી કાઢી એના પર ઘા કર્યો.
લેખસંદેશને બરાબર મધ્યમાંથી વીંધીને કટારી અડધોઅડધ જમીનમાં ઊતરી ગઈ.
શકરાજે જોયું કે કાળા દૂતની કમર પર કટારીની હારમાળા બાંધેલી હતી. દરેક કટારી પ્રત્યેક સંદેશાનું પ્રતિનિધિત્વ કરતી હતી. અરે ! ન જાણે આજ કોના કોના પર તવાઈ ઊતરવાની હશે !
કાળો અસવાર કટારીથી લેખસંદેશને વીંધીને સ્વસ્થ ઊભો રહ્યો. નિયમ પ્રમાણે શકરાજે સંદેશો ગ્રહણ કરીને જવાબ આપવાનો હતો.
સામાન્ય માણસ જેમ કાળા સર્પને પકડવા જતાં ધ્રુજે, એમ શકરાજ સંદેશ ગ્રહણ કરતાં ધ્રૂજી રહ્યા.
આ વખતે મહાત્મા આગળ વધ્યા; એમણે કટારી સાથે લેખસંદેશ ખેંચ્યો ને વાંચવા માંડ્યા. લેખસંદેશામાં લખ્યું હતું કે -
‘શક શહેનશાહ મીનનગરના શકશાહીને અને તેના પડખિયા ૯૫ ખંડિયા શશાહીઓને માટે આ હીરાકટારી ભેટ મોકલે છે. સંજીવની રોપની માગણી, ભારતથી મહાત્માનું આગમન, એ મહાત્મા દ્વારા મંત્ર-તંત્રની સિદ્ધિ, ધનુર્ધરોની કેળવણી, નવા પ્રાસાદનું બાંધકામ, વગેરે અનેક બાબતો તમારા ગુનાઓની કાળી કિતાબમાં ઉલ્લેખ પામી ચૂકી છે.
તમારી પ્રજા તરફ શહેનશાહને પૂરો ભરોસો છે. અમલદારો તો જેની સત્તા હોય એની પાછળ પાછળ ચાલનારા હોય છે, માટે કોઈ પણ અવ્યવસ્થા કે અવિશ્વાસના ખરા ગુનેગાર શાહીઓ જ છે. તેઓએ એકત્ર મળીને શહેનશાહ સામે બંડ જગાડવાનું કાવતરું કર્યું છે. એક શહેનશાહનું ફરમાન છે, કે આ કટારી અને આ સંદેશપત્ર મળતાં તેઓએ પોતાનું મસ્તક કાપીને શેકે દરબારમાં ટૂંક સમયમાં પેશ કરવું.
આ હુકમના પાલનમાં લેશ પણ બેદરકારી બતાવવામાં આવશે, તો વંશવારસો સાથે શકશાહીઓનો નાશ કરવામાં આવશે, સારું તે તમારું.'
શકરાજ લેખસંદેશ સાંભળી રહ્યા. તેઓ તરત કંઈ જવાબ આપી ન શક્યા.
કાળા અસવારે વાદળની ધીમી ગર્જના જેવા કંપતા સ્વરે કહ્યું, ‘જવાબ? જવાબમાં કંઈ કહેવાનું ન હોય તો ત્રીજે દિવસે હું બધાં મસ્ત કો લેતો લેતો પાછો ફરીશ.”
‘અમારું મસ્તક પણ એ જ દિવસે હાજર હશે.’ શકશાહીએ મહામહેનતે કહ્યું, એ આ કાળા અસવારને નજરથી દૂર કરવા માગતા હતા. | ‘બહુ સારું, વિદાય લઉં.’ કાળા અસવારે પૂંઠ ફેરવતાં કહ્યું. એની પાસે બીજા પંચાણું શાહીઓ માટે સંદેશા અને કટારીઓ હતી. એ ધબધબ કરતો પગથિયાં ઊતરી ગયો અને તરત છલાંગ મારીને અશ્વ પર સવાર થયો. ફરીવાર કોઈ કાળો નાગ શેરીઓ ચાતરતો ચાલ્યો જાય, એમ એ શેરીઓ અને ધોરી માર્ગ વીંધતો ચાલ્યો ગયો.
344 3 લોખંડી ખાખનાં ફૂલ
કાળો અસવાર 1 345