________________
46
જિંદગી હારવા માટે નથી
આખા ગામમાં સોપો પડી ગયો. લોકો ઘર બંધ કરીને બેસી ગયા. કર્મચારીઓ અને સેનાપતિઓ દૂર દૂર ખસી ગયા. સ્નેહી-સ્વજનો પણ ખૂણેખાંચરે ભરાવા લાગ્યો.
શક શહેનશાહે જેને સજા કરી હતી એ શકરાજ એકલો પડ્યો; એકલવાયો થઈ ગયો.
એણે ચારેબાજુ નજર કરી. પોતાનું કહી શકાય તેવું કોઈ ત્યાં નહોતું. જેમ આખો સંસાર માણસને છોડી દે, પણ એનો પડછાયો એને ન છોડે એમ મહાત્મા નકલંક એની પાછળ શાંતિથી ઊભા હતા.
શકરાજે એમના તરફ જોતાં કહ્યું, ‘મહાત્માજી ! કઈ પળે મને સંજીવની રોપ મંગાવવાની કુમિત સૂઝી ! અરે, દીર્ધાયુષી તો થવાયું નહિ અને ઊલટું કમોતે મરવાનું આવ્યું.’
‘શકરાજ, જે થાય તે સારા માટે જ સમજો. વિપત્તિમાં જ માણસનું હીર પરખાય છે. શહેનશાહની સંદેશકટારી શું તમારા જીવનસુવર્ણને માટીમાં મેળવી દેશે ?' મહાત્માએ કહ્યું.
‘સ્વામીના હુકમને તાબે થવું અનિવાર્ય છે.' શકરાજે કહ્યું..
અરે ! પણ સ્વામી કેવો ? વાત વાતનો વહેમી અને હુકમ પણ કેવો ? સાવ અન્યાયી !'
‘સત્તા આગળ શાણપણ નકામું છે.’ શકરાજે કહ્યું.
ખોટી વાત છે. શાણપણ પાસે સત્તા નિરર્થક છે.’ ‘મહાત્માજી ! સત્તાને સહુ સર્વસ્વ માની બેઠા છે. ધર્મ તો સાવ કથીર બન્યો
છે. ધર્મ-કર્મની વાતો ત્યાં સુધી જ ચાલી શકે છે, જ્યાં સુધી સત્તાનો સુસવાટો આવ્યો ન હોય. આપે જોયું નહિ ? યુવરાજ પણ મારાથી આઘો ખસી ગયો છે. મારા સેનાપતિઓ મને મોં દેખાડતા નથી. પ્રજાજનો તો જાણે મારું પ્રાણપંખેરું ઊડી ગયું હોય એમ માની બેઠા છે. મને તો મરવા પહેલાં મોત આવી ગયું.' શકરાજે કહ્યું.
ચિંતા ન કરો, રાજવી ! હું તમારી પડખે છું.’ મહાત્માએ કહ્યું, ‘હું સત્તાની સામે બાકરી બાંધનારો છું. બાજ પર ચકલીઓને ચલાવનાર છું. એકને એક લાખ સાથે બાથ ભિડાવનાર છું.’
શું આપ મારી પડખે છો ?' શકરાજને ઉત્સાહ વ્યાપી ગયો, પણ બીજી પળે એ નિરુત્સાહમાં પલટાઈ ગયો. એણે કહ્યું, ‘આભ ફાટયું હોય ત્યાં થીંગડું કેમ દેવાશે?”
‘દેવાશે. રાજન ! હિંમત ન હારો ! દઢ નિશ્ચય કરો.' મહાત્માએ આટલું બોલી પોતાનાં બંને નેત્રો શકરાજ પર સ્થિર કર્યો. એ નેત્રોમાંથી કોઈ અદૃશ્ય જ્યોત નીકળી રહી હતી, જે શકરાજના હારેલા હૈયા પર ચેતન પાથરતી હતી.
અરે ! આખો સંસાર પૂંઠ ફેરવી જાય, તોપણ મહાત્મા જેને પક્ષે છે. એની જીત છે.’ કોઈ મીઠો રૂપેરી ઘંટડી જેવો અવાજ આવ્યો,
કોણ છે એ ?'
‘મઘા !' શકરાજથી શરમ રાખતી મા આજ ખુલ્લા મોંએ સામે આવીને ઊભી રહી,
‘વાહ રે મઘા ! શું તને મોતનો ડર લાગતો નથી ?' શકરાજે કહ્યું. આ યુવતી એને આજ સુધી નગણ્ય લાગી હતી; આજ એની ગણના થઈ રહી.
‘જ્યાં મહાત્મા ત્યાં મઘા. મહાત્મા હોય ત્યાં મઘાને મોતનો પણ ડર નથી લાગતો. મરવું તો એક વાર જ છે. જો !' મઘા બોલી ને આગળ વધી, આજ સુધી એ કદી આમ શકરાજના સામે આવીને ઊભી રહી નહોતી. | ‘વાહ ! સાવ એકલવનાયા બની બેઠેલા મારા જગતમાં છેવટે બે માણસની પણ વસ્તી છે ખરી !' શકરાજે કહ્યું, એમના મોં પરથી દીનતા સરી ગઈ, ‘મરતાંય મીઠાશ લાગશે, કાં મળી ?”
‘કોને મરવાનું છે ? અરે ! અમે મહાત્મા નકલંકના શિષ્યો-શક ધનુર્ધરો-સ્વામી કાજે શર આપતાં પાછી પાની નહિ કરીએ.’ આમ બોલતી બોલતી શક ધનુર્ધરોની એક પંક્તિ પાછળ આવીને ગોઠવાઈ ગઈ.
‘ઓહ ! આટલા શુરવીરો હજી મારા પડખે રહેવાની હિંમત ધરાવે છે ! તો શું મારે શહેનશાહની સામે થવું ? ના, ના. એ કરતાં મરવું બહેતર છે.’ શકરાજે
જિદગી હારવા માટે નથી 1 347