________________
અંબુજાએ કહ્યું.
સરસ્વતી અંબુજાનું લક્ષબિંદુ થોડું સમજી ગઈ. એ કંઈ સ્પષ્ટતા કરે તે પહેલાં કાલક બોલ્યો :
અરે, તમે બે વાતોડિયો વાતોમાં જ વખત પૂરો કરી નાખશો. કૃષ્ણમૂંડી ને ચિત્રાવલીની વાત દૂર રહી, પણ હજી તો એકસો ને સાત ઔષધિઓ મારે તમને ઓળખાવવી છે.”
‘કાલક, તું તો હંમેશાં વિદ્યાર્થી જ રહ્યો. હું તો માનું છું કે જેણે એક વસ્તુ બરાબર જાણી, એણે સો વસ્તુ બરાબર જાણી કહેવાય. અમારે આટલી બધી વનસ્પતિને ઓળખીને શું કરવી છે ? સ્ત્રી એક પતિને ઓળખે એટલે આખા વનને ઓળખ્યા બરાબર છે.' અંબુજા બોલી.
ભોળી સરસ્વતીએ એના સૂરમાં સૂર પુરાવતાં કહ્યું, ‘મહાગુરુ તો કહેતા હતા કે ન્યગ્રોધ, ઉદુંબર, અશ્વત્થ ને પલાશ : આ ચાર વનસ્પતિઓ; વ્રીહિ, મહાવ્રીહિ, પ્રિયંગુ ને યવ : આ ચાર ઔષધિઓ ને દહીં, મધ, ઘી ને જળ : આ ચાર રસૌષધિઓ – આટલી બાર વસ્તુનું જ્ઞાન અમારાં જેવાં સામાન્ય જનો માટે પૂરતું
અંબુજા અને સરસ્વતીએ આ રીતે વિદ્યાની બાબતમાં પોતાની આગળ વધવાની અનિચ્છા પ્રગટ કરી, અંબુજાને વનસ્પતિઓ ઓળખવામાં રસ નહોતો. આ કોકિલાની ઇચ્છા કોઈ કુંજઘટામાં ભરાઈને ટહુકા કરવાની હતી.
‘મને તો એમાંય ઓછો રસ છે. ગુરુદેવ કહેતા હતા કે સૂર્યપ્રકાશથી રસોઈ થાય. એ શિખવાડે તો સારું. ઘણી રસિકાઓ રસવતીની જંજાળમાંથી છૂટે. બાકી હેલા ને પ્રહેલિકા મને વધુ ગમે છે. એક પ્રહેલિકા મૂકું ?’ સરસ્વતી બોલી.
કાંટાળી વેલને વધુ નમાવતી અંબુજા બોલી, ‘કાલક હા કહે તો મને વાંધો નથી. હું ગમે તેવી વસ્તુમાંથી આનંદવિનોદનો રસ ખેંચી લેતાં શીખી છું.'
અંબુજાનું દરેક શબ્દતીર કાલકને વીંધવા માટે જ હતું, કાલકની સ્વસ્થતા હરી લેવા એ આ શબ્દો બોલી હતી. પણ જેમ પથ્થર પરથી પાણી દડી જાય એમ કાલક સ્વસ્થ જ રહ્યો. એ બોલ્યો :
‘અંબુજા ! મનની એક મહત્ત્વાકાંક્ષા હતી, સિદ્ધિની અને એ પૂરી કરી. આદરેલું અધૂરું મૂકવું એ કાયરનું કામ છે. બાકી મને તો તંત્ર-મંત્ર-વિદ્યા કરતાં, સાદી સરસ્વતી બહુ ગમે છે :
કારણ કે, સરસ્વતી તારી બહેન છે, કાં ?” અંબુજાએ મશ્કરી કરી.
સરસ્વતી બોલી : ‘હવે તમારા રોજના વાદવિવાદ મૂકશો ? તમને એકબીજાની વાતને કાપ્યા વગર ચેન નહિ પડે. જુઓ, હું એક પ્રહેલિકા કહું : તમારા બેમાંથી એક જ જણ જવાબ આપો. પ્રતિદિન શું ક્ષીણ થાય, બોલો ?'
‘પહેલાં કાલક પ્રશ્નનો જવાબ આપે.” અંબુજા બોલી.
કાલક કહે : ‘ચંદ્ર વિનાના આકાશમાં ચકોર, ખાબોચિયામાં રાજ હંસ, વનમાં એકાકી મૃગ, ઓછા જળમાં મીન, વર્ષાકાળમાં સમુદ્ર, રણભૂમિમાં કાયર પુરુષ અને મુર્ખમંડળમાં વિદ્વાન પ્રતિદિન ક્ષીણ થાય છે.”
અંબુજા ! હવે તને પૂછું છું.” સરસ્વતી બોલી. એ જીવતી શારદા જેવી શોભતી હતી. ‘કોના વિના કોણ ન ખીલે ?”
| ‘અરે એમાં પૂછવાનું શું ? સૂર્ય વિના કમળ ન ખીલે, ચંદ્ર વિના રાત ન ખીલે, મેઘ વિના મયૂર ન ખીલે, મુદ્રા વિના મંત્રી ન ખીલે, આત્મા વિના દેહ ન ખીલે, ને રસિક નર વિના નારી ન ખીલે.” અંબુજાએ ઉત્સાહભેર જવાબ આપ્યો.
વાહ, વાહ, સરસ કહ્યું.’ સરસ્વતીએ ધન્યવાદ આપ્યો. હવે હું પૂછું ?” અંબુજાએ કહ્યું.
‘પણ આ વેલની બહાર તો આવ.” સરસ્વતીએ કહ્યું : “કાંટામાં ભરાઈ રહેવું કાં ગમે ?” | ‘ઘણીવાર કોટામાં જ ગુલાબ જડે છે. સરસ્વતીબેન, જરા ગૂંચવાઈ ગઈ છું. એ ગૂંચ ઉકેલવામાં તારી મદદની જરૂર પડશે. પણ ઊભી રહે, મારો પ્રશ્ન તને પૂછી લેવા દે !'
‘પૂછ.' સરસ્વતીએ કહ્યું..
‘તરસ્યો પ્રવાસી બે હાથ હોવા છતાં પશુની જેમ શા માટે પાણી પીએ છે ?” અંબુજાએ પ્રહેલિકા નાખી.
સરસ્વતી જેવી સરસ્વતી કંઈ જવાબ આપી ન શકી. કાલક કંઈક વિચારમાં પડ્યો ને થોડી વારમાં બોલ્યો :
એક પથિક પ્રવાસે નીકળ્યો. નવપરિણીત મુગ્ધા રડવા લાગી. પથિકે એનાં નેત્રના કાજળથી પ્રવાસીના બંને હાથ અંકિત થયા છે. હાથથી પાણી પીએ તો હથેળીમાં આલેખાયેલી પ્રિયાની યાદ ભૂંસાઈ જાય. માટે એ પ્રવાસી પશુની જેમ મુખથી પાણી પીએ છે.'
‘શાબાશ કાલક ! તું ખરેખર ચતુર નર છે.” અરે , આ તો પરણેલાને સૂઝે એવી પ્રહેલિકા છે !' સરસ્વતી ભોળે ભાવે
20 D લોખંડી ખાખનાં ફૂલ
અંબુજા ! 21.