________________
39
તારે તે તીર્થ !
વહાણ શકદ્વીપના કિનારા તરફ વધી રહ્યું હતું. અચાનક વહેતું વહાણ ડોલ્યું. જેમ પેટી ઉછાળીએ ને રમકડાં જ્યાં ત્યાં જઈ પડે, એમ બધાં ઉતારુઓ આંચકા સાથે ઊછળી જ્યાં ત્યાં પડ્યાં.
આહ ! જરા બહાર જુઓ તો ખરા ! કૂવાથંભ કડેડાટો કરે છે, સઢ ચિરાય છે, વાયુ તોફાને ચડ્યો છે.
આખા વહાણમાં હાહાકાર થઈ રહ્યો. મઘા ડરી ગઈ. એણે બાળકને છાતીએ ચાંપ્યું ને બૈરૂતને વળગી પડી.
બૈરૂત એક થાંભલાને પકડીને ઊભો. એણે નજર ફેરવી તો મહાત્મા નકલંક ત્યાં નહોતા. એણે શોધવા નજર નાખી, પણ એ ક્યાંય ન મળ્યા !
‘રે મથા મહાત્મા કેમ ક્યાંય દેખાતા નથી ? કદાચ ઊછળીને દરિયામાં તો નહીં પડી ગયા હોય !” બૈરૂતે બેચેનીમાં પૂછવું.
| ‘આમ ઊભો ઊભો જુએ છે શું ? ઝટ જા, અને શોધ. મારી કે પુત્રની ચિંતા ન કરીશ. આવા લાખેણા નર પર તો જીવ ઓવારી નાખીએ. આવા નરનો ભેટો સંસારમાં દુર્લભ છે.'
બૈરૂતે મથાને મૂકી દીધી. વહાણે ફરી ઉછાળો ખાધો. મથા બાળક સાથે ઊંચેથી નીચે પછડાણી.
મહાત્માને શોધવા ભૈરૂત પડતો આખડતો બધે ફરવા લાગ્યો. વાવંટોળ ભયંકર જામ્યો હતો. માલમે કહી દીધું કે તોફાન જીવલેણ છે. નસીબ હોય એ બચે!
બધે રડારોળ વ્યાપી ગઈ હતી. આ વખતે આથે તૂતક પર એક માનવી ઊભો હતો. પ્રચંડ, પડછંદ !
વાવંટોળ એને કે એના વસ્ત્રને પણ જાણે સ્પર્શી શકતો નહોતો. એણે દરિયાદેવની સેનાને આવતી ખાળવા બે હાથ ઊંચા કર્યા હતા.
વાદળોની ખોટમાં ઢંકાઈ જતા સૂર્યને આમંત્રના બે હોઠ ખુલ્લા કરી, જોરજોરથી એ કંઈ બોલતો હતો.
મૃત્યુપોકથી દિશાઓ ગાજી ઊઠી હતી. ખુદ માલમ પણ જીવ બચાવવાની યોજનામાં પડ્યો હતો. ત્યારે તૂતક પર પેલો પડછંદ માનવી એમ ને એમ જ, સ્તંભની જેમ સ્થિર ઊભો હતો.
પળ-બે પળ વીતી ત્યાં તો જીવનમરણ વચ્ચે ઝોલા ખાતા પ્રવાસીઓ કોઈ વિચિત્ર અવાજ સાંભળી રહ્યા, ‘ૐ સ્વાહા ! સ્વાહા !'
અને સૌએ અજાયબી વચ્ચે જોયું કે તૂતક પર ઊભેલા પેલા પડછંદ માનવીના મુખમાંથી એ શબ્દો સરતા હતા. આ શબ્દોમાં પણ સામર્થ્ય ભર્યું હોય એમ, સાંભળનારને પોતાને લાગતું. પવન, પાણી ને દિશાઓમાં પણ એની અસર પ્રસરતી હોય એમ દેખાતું હતું.
સો વખત કે પાંચસો વખત ફિણાયેલું ઘી જેમ વિષ થઈ રોગને હણે છે, એમ શબ્દમંત્રનું છે. જગતમાં બેજવાબદાર માણસોએ અતિ શબ્દ-વ્યાપાર કર્યો, એથી મંત્રશક્તિ વિનષ્ટ થઈ ! આજે શબ્દની એ અભુત શક્તિ સહુને જોવા મળતી હતી.
વાવંટોળ ગાજતા હતા. દરિયાના પાણી બબે વાંભ ઊછળતાં હતાં. વહાણ તો રમકડાંની જેમ આમતેમ ઘસડાતું હતું. સાગરરૂપી રાક્ષસ જાણે એને પોતાના પેટમાં ગળી જવા માગતો હોય તેમ લાગતું હતું.
આજે આ તોફાનમાંથી ઊગરવાનો કોઈ આરો દેખાતો નહોતો. ફૂખ્યા કે ડૂબશું, મર્યા કે મરશું એવી ભયંકર લાગણી સર્વત્ર પ્રવર્તી રહી હતી.
છતાં તૂતક પર ઊભેલો માનવી સાવ નિશ્ચિત ને સ્થિર ઊભો હતો. પાણીના લોઢ ઊછળી ઊછળીને એને આખો નવરાવી દેતા હતા.
હવાના સુસવાટ ભયંકર રીતે હું હું કરીને એને વીંટળાઈ વળતા હતા. આખું નાવ એ સપાટાથી થર થર ધ્રૂજતું, પણ એ માનવી સાવ અડોલ હતો. પોતાના મંત્રનો એ અવિરત ઉચ્ચાર કર્યો જતો હતો.
મેઘખંડમાંથી પૃથ્વી પર પડતી અવિરત જલધારાની જેમ એના શબ્દો ચારે કોર વહેતા હતા. ધીરે ધીરે બધે ધુમ્મસનો શ્યામ પડદો પથરાઈ ગયો, ને મોત જેમ ચાદર પાથરી મડદાંને ઢાંકે, એમ વહાણ ઢંકાઈ ગયું.
થોડી વાર ભયંકર પરિસ્થિતિ રહી, પણ આ ભયંકર કોલાહલમાંય પેલા મંત્રાલરો કર્ણગોચર થતા હતા. સ્વરશક્તિના પરિચારક એ સ્વરો હતા.
તારે તે તીર્થ 1 301