________________
બૈરૂતના ખોળામાં સૂઈ જતી હતી. એના પર ચિડાતી. એના ગાલ પર ચૂંટીઓ ખણતી. સામેથી બૈરૂતને મઘાનાં આ લાડ મીઠાં લાગતાં.
‘પેલો મહાત્મા ન આવ્યો ?' મઘાએ કહ્યું.
‘ના, નથી આવ્યો.’ બૈરૂતે કહ્યું.
“તને ના કહેતાં શરમ આવતી નથી ? જઈને શોધી લાવ !' માએ મહારાણીની અદાથી હુકમ કર્યો.
‘મારી ક્યાં ના છે ? પણ તને એકલી છોડતાં....
‘તે મને શું થઈ જવાનું છે ? શું મને કોઈ ઉપાડી જશે, એમ તને લાગે છે?' ‘ના, ના. તો તું પથારીમાં સૂઈ જા. હું શોધી લાવું.'
બૈરૂતે મઘાના રૂપાળા મસ્તકને ઊંચું કરતાં કહ્યું, પણ જેવું એનું મસ્તક ઊંચું કરવા જાય છે, તેવી મઘાએ બૂમ મારી :
‘અ૨૨ ! મને તારે મારી નાખવી છે કે શું ?' અને પોતાનું માથું એના ખોળામાં બરાબર ટેકવી, હાથ એની કમર ફરતી વીંટાળી રોતી રોતી એ બોલીઃ
‘અરર ! દર્દ અપરંપાર છે. નઠોર પુરુષને એની કંઈ ગમ નથી.’ પુરુષ વિશેષ લાચાર બની બોલ્યો, ‘રે મઘા ! કહે, તારે કાજે શું કરું?’ ‘હું કહું અને તું કરે એમાં મહત્ત્વ શું ? તારી અક્કલથી તને કંઈ નથી સૂઝતું?' બૈરૂત બોલ્યો, ‘સ્ત્રીના દર્દમાં મારી અક્કલ કેમ ચાલે ? અને આ તારું દર્દ તો એક રીતે....’
પણ બૈરૂતને વચ્ચેથી અટકાવીને મદ્યાએ રોકકળ કરી મૂકી.
બૈરૂતે ત્યાં બેઠા બેઠા દાસને બોલાવ્યો ને કાલવાળા પેલા ભારતીય યોગીની ખબર કાઢવા કહ્યું,
ત્યાં તો મઘા તાડૂકી ઊઠી, “બસ ! જા કુત્તા બિલ્લી કો માર ! જાત ઘસવી નથી અને કામ સાધવું છે. અરે ! એ નકલંક સંજીવની રોપ શોધતો ક્યાંક વન અટવીમાં ભટકતો હશે. આ બિચારો નોકર એને શું શોધી લાવવાનો હતો ? અને વળી એના કહ્યું એ બેપરવા માણસ કોઈ પોતાનું કામ અધૂરું મૂકીને થોડો અહીં આવવાનો હતો?’
મઘાને શું જવાબ આપવો, એ બૈરૂત કંઈ સમજી ન શક્યો; ત્યાં તો જાણે ઈશ્વરી સહાય આવી હોય તેમ નકલંકનો અવાજ આવ્યો, ‘અરે મદ્યાદેવી ! વગર કહ્યું આવી પહોંચ્યો છું.'
‘બૈરૂત, પુરુષ આનું નામ.’ મઘા ખુશ થતી બોલી, ‘બિચારો કામ અધૂરું મૂકીને 278 D લોખંડી ખાખનાં ફૂલ
પણ આવ્યો અને તમે હો તો... ખરેખર, ભારતીય લોકો ભારે પ્રેમી ને પરમાર્થી હોય છે.’
‘મહાત્માજી ! કામ અધૂરું છોડીને આવ્યા ને ? અમારો મનસંદેશ પહોંચ્યો ખરો !’ મઘા બોલી. એ હજી બૈરૂતના ખોળામાં જ પડી હતી, ને એનાં અંગો પરથી વસ્ત્રો આઘાં પાછાં થયેલાં હતાં.
‘ના દેવી !’ નકલંકે અંદર પ્રવેશ કરતાં કહ્યું ‘કામ પણ પૂર્ણ કરીને આવ્યો છું.’ ‘શું આપ સંજીવનીનો રોપ લાવ્યા ?’ બૈરૂત આશ્ચર્યમાં આગળ ધસી ગયો. મઘા બૈરૂતના ખોળામાંથી ઊભી થતી બોલી, “બળ્યો તારો રોપ ! હું જાણું છું. રાજાને એ રોપથી લાંબું જીવવું છે ને ઘણી બૈરીઓ પરણવી છે. મોજમજાહ કરવી છે. પણ ભલા માણસ ! જિંદગીનો રોપ મળ્યો, પણ જીવાનીના રોપ વગર એ શું કામનો ? વારુ વારુ, યોગીજી ! મારા દર્દની દવા કરો. આ બેઠી તમારી પાસે. મારા શરીરનો વ્યાધિ શોધી કાઢો. નવ માસથી આ વ્યાધિ લાગુ પડ્યો છે.’ મઘા પાસે જઈને બેસી ગઈ.
મઘાએ પોતાના હાથથી નકલંકનો હાથ પકડવા ચાહ્યો, જે બીજે હાથે પેટનો ગોળો બતાવતા ઉંદરપ્રદેશ ખુલ્લો કર્યો. પણ મહાત્મા બે ડગલાં પાછા હઠી ગયા. ‘મહાદેવી, હું સ્ત્રીને સ્પર્શતો નથી.’
‘તેની હું ક્યાં ના પાડું છું ? તમારો ધર્મ જાણ્યો. તમારો ધર્મ તમે પાળો, એમ હું ઇચ્છું છું.' મથા બોલી. એ મહાત્માની પાસે સરી. એની વેદના વધતી હતી. ‘તો મને કેમ ધર્મભ્રષ્ટ કરવા માગો છો ?' મહાત્માએ આઘે ખસતાં કહ્યું. ‘હું તમને ધર્મભ્રષ્ટ કરવા માગતી નથી. તમે સ્ત્રીને ન અડો, પણ સ્ત્રી તમને અડે એમાં તમને શો વાંધો ?' મા ભોળા ભાવે બોલી.
મારી વિદ્યા એવી છે કે સ્ત્રીને હું અડકું કે સ્ત્રી મને અડે તો એ નષ્ટ થઈ જાય. હું અહીં ઊભો તારા પેટની આરપાર જોઈ શકું છું.’
‘મારા પેટમાં શું છે, તે તમે બરાબર નિહાળી શકો છો ?'
‘હા.’
‘શું છે, તે કહો.’
‘તારા પેટમાં પુત્ર છે.’ નકલંકે કહ્યું.
‘શું ગુલ્મ નથી ?’
‘ના.’
બરાબર છે. હું ઘણીવાર બૈરૂતને કહેતી કે મને ગુલ્મ નથી, બીજું કંઈક છે. વારુ, પણ અમારો એ પુત્ર ક્યારે આવશે.'
તજ સરીખી તીખી, રે ઢોલા – 279