________________
‘આજે સાંજે .”
શું આજ સાંજે પુત્ર આવશે ? વાહ વાહ !' મઘા આનંદમાં આવી ગઈ અને પછી વળી વ્યાકુળ થતી બોલી :
“યોગીજી ! મને વેદના ઘણી છે. એવું તો નહિ થાય કે પુત્ર આવે અને હું મરી જાઉં ?'
ના, ના. દેવી ! તારું માતા તરીકેનું સૌભાગ્ય લાંબું છે.'
પછી યોગીએ પાણીનું પ્યાલું મંગાવ્યું. બૈરૂત દોડીને પાણી લઈ આવ્યો. યોગીએ પોતાના અધોવસ્ત્રનો એક છેડો એમાં પલાળી, નિચોવીને પાણી પાછું આપ્યું.
મઘા ચોખલી હતી. આવું ગંદું પાણી કદી ન પીએ, પણ એને એક વાર પ્રસંગ પડી ગયો હતો. એ તરત પાણી પી ગઈ.
દુઃખનું વાદળ, વેદનાની વીજળી અને હાયકારાની ગર્જના મઘાના દેહપ્રદેશમાંથી એકાએક શાંત થઈ ગઈ.
મઘા બોલી, ‘આહ ! પેટમાં ખૂબ ટાઢક વળી છે ! મને ઊંઘ આવે છે, બૈરૂત! હું ઊંઘી જાઉં છું. પણ યોગીજીને જવા ન દેતો. એને આપણી સાથે આપણે દેશ લઈ
‘યોગી ! તમારી વાતમાં હું સંદેહ લાવતો નથી, પણ મને શંકા છે, કે મારા શાહ આ વાત સ્વીકારશે નહીં. રોપના બદલે પુસ્તક જોઈને, અને આનું નામ સંજીવની રોપ એમ સાંભળીને તેઓ મારા પર મશ્કરી કરવાનું કે ચાલબાજી રમવાનું આળ મૂકશે.’
‘હિંદના પહાડોમાં સંજીવની રોપ થાય છે, એ એક રૂપક છે. પ્રથમ તમારા રાજાને એ સમજાવવું પડશે. હિંદના પહાડો એટલે વિદ્વાનો. ઔષધિ એટલે હિતકારી બોધવચનો. અજ્ઞાની પુરુષો એટલે મૃતકો. મૃતકરૂપી અજ્ઞાનીઓને મહાત્માઓ પોતાનાં બોધવચનો દ્વારા ઉપદેશ આપે છે. અર્થાત્ મૃતક પર જ્ઞાન રૂપી અમર સંજીવની છાંટી એમને અમર જીવવાળાં બનાવે છે. બાકી દેહથી કોણ જીવ્યું છે ?”
‘આપ કહો છો તે હું સમજ્યો, પણ હું મારા રાજાને સમજાવી નહીં શકું.” બૈરૂત શિષ્યભાવે બોલ્યો.
‘તેમને હું સમજાવીશ. મને પણ આ ભૂમિ ભારે પડી રહી છે. રોગીને હવાફેર જરૂરી છે, એમ વેરથી રોગી થયેલા મારા મનને વાયુ પરિવર્તન જોઈએ છે. જરૂર આવીશ.”
‘આપની વાતમાં શંકા કરવાનો અધિકાર નથી પણ કૃપા કરીને મને આ રોડનું નામ કહો.”
| ‘આ જીવનજ્ઞાનનો ગ્રંથ છે અને આત્મોન્નતિ કરનાર છે. અમારે ત્યાં જ્ઞાન જ સંજીવની લેખાય છે. માણસ અમર એનાથી થાય છે. એનું નામ પંચતંત્ર.' મહાતમાએ
જઈશું.’
કહ્યું,
‘મને પણ લઈ જઈશ ને ?” બૈરૂતે મશ્કરીમાં પૂછવું.
‘તું તો જનમોજનમનો માથે પડ્યો છે. તને કંઈ છોડાય ?’ મઘા આટલું બોલતાં બોલતાં તો ઊંઘી ગઈ. પૂર્ણ કમલ જેવું એનું મોં દ્રષ્ટાના મનને ઘડીભર ખેંચે તેવું રમણીય બન્યું હતું.
બૈરૂત અને મહાત્મા નકલંક ત્યાં પાસે બેઠા. બૈરૂતને સંજીવની રોપ વિશે જાણવાની ખાસ ઇચ્છા હતી, એણે પ્રશ્ન કર્યો, ‘શું આપ સંજીવની રોપ લાવ્યા?'
‘હા’ ‘ક્યાં છે ? પાછળ કોઈ લઈને આવે છે ?* બૈરૂત બોલ્યો.
ના. આ રહ્યો મારી પાસે.” મહાત્માએ પોતાની પાસે રહેલા પોટલાને ખોલ્યું અને એમાંથી એક તાડપત્રનું પુસ્તક કાઢયું.
એ પુસ્તકના અક્ષરો જુદા હતા, અને શાહી સોનેરી હતી. તાડપત્ર જોતાં બૈરૂતે કહ્યું, ‘અરે, આ તો ગ્રંથ છે ! રોપ ક્યાં છે ?”
“આ રોપ જ છે. સંજીવની રોપ છે, જે કદી કરમાય કે સુકાય એમ નથી. આ ગ્રંથને ચિત્ત દઈને વાંચનાર અને એ પ્રમાણે વર્તનાર જીવનમાં સુખી થાય છે અને દીર્ધાયુષી થાય છે.' મહાત્માએ કહ્યું.
280 | લોખંડી ખાખનાં ફૂલ
| ‘એમાં શું શું આવે છે ?”
એમાં જીવનને વિશે જાણવા જેવી, આચરવા જેવી ઘણી ઘણી વાતો આવે છે. એમાં લોકકથાઓ, નીતિકથાઓ, રાજ કથાઓ ને બોધકથાઓ છે. રાજાઓ માટે મિત્રલાભ, સુહૃદભેદ, વિગ્રહ અને સંધિ વિશે ખૂબ વિસ્તારથી લખ્યું છે. એમાં દરેક વાત દષ્ટાંત દ્વારા કહી છે. અને શ્લોક દ્વારા એનું સમર્થન કર્યું છે.’
‘યોગીજી ! મઘા સ્વસ્થ થાય ત્યારે આપ અમને આ સંજીવની રોયની કથા સંભળાવજો. પણ એ પહેલાં આપની પાસે વચન માગું છું કે આપ અમને છોડીને ચાલ્યા નહીં જાઓ ! આપ અમારા શાહના દરબારમાં આવજો , આ રોપ વિશે આપે એમને સમજણ આપવી પડશે. આપ સાથે હશો, તો મરવામાં પણ મોજ આવશે.”
‘પણ બૈરૂત ! હું પણ એક એવી જ શોધમાં નીકળેલો માણસ છું.’ ‘આપની શોધ હું પૂરી કરીશ.' ‘એ શોધ મુશ્કેલ છે.'
તજ સરીખી તીખી, રે ઢોલા 1 281