________________
‘શઠ પુરુષ ! મારો, મારો !'
ચારે તરફ ફરી પોકારો થઈ રહ્યા. લોકો ઊમટ્યા પણ અસવારની યષ્ટિવિઘાએ અને અશ્વની ચપળતાએ બધાને ટિંગ કરી નાખ્યા.
લોકો હતાશ થઈ ગયા. રે ! સાધુ ભારે વ્યભિચારી નીકળ્યો ! લંપટ ક્યાંનો! રાજ માં ખબર કરો.
આચાર્યે સહુને રાજમાં ફરિયાદ કરવા જતાં રોકીને કહ્યું,
‘રાજમાં ખબર ન કરશો. હું તમારી શત્રુ નથી, પણ મારે તમારા મનની પોકળતા-મનની નિર્બળતા ખુલ્લી પાડવી હતી. કીડીને કચડી નાખવાની ને કુંજરને પૂજવાની મનોવૃત્તિવાળા તમે છો.'
| ‘પણ તમે આ માટે ક્ષત્રિય કન્યાનું હરણ કેમ કર્યું ?’ મેદનીમાંથી એકે પ્રશ્ન કર્યો.
| ‘તમને બતાવવા. પોતાનાં સ્નેહીજનોનો વિયોગ કેવો દુષ્કર છે તે સમજાવવા. સાંભળો ! તમે બધા સ્ત્રીમાં એક સામાન્ય ભાવ જોનાર છો. હું તો સ્ત્રીમાં માત્ર ભગિનીભાવ કે જનનીભાવ જોનારો છે. દિવસોથી સરસ્વતીને મેં નીરખી નથી. આ કન્યામાં મેં સરસ્વતીની છાયા નીરખી. મેં એને સરસ્વતી માનીને સન્માની.’ આર્ય કાલકે કહ્યું, પણ કન્યાએ વિરોધ કરતાં કહ્યું :
‘તે સામે મારો વિરોધ છે.'
‘તારી માન્યતા સામે મારો વિરોધ છે. મારી પાસે ભેખ નથી છતાં હું તો ભેખધારી છું. મારા માટે તારો સ્પર્શ પણ વર્ષ છે. મેં અપવાદ માર્ગનો આશ્રય લીધો છે. આજે હું સાધુવેશને-સાધુભાવને તિલાંજલિ આપી, અધર્મના ઉછેદે નીકળ્યો છું.”
‘હું તમારી સાથે આવીશ.’ કન્યાએ કહ્યું : “ક્ષત્રિય કન્યા છું, મનપસંદ વરને વરવાનો મારો નિરધાર છે.'
‘રે કચકે ! મારે મન તું બીજી સરસ્વતી છે અને હું તો ખડિયામાં ખાપણ લઈને નીકળ્યો છું. ધડ માથે મસ્તક ડોલી રહ્યું છે. કલ્યાણ થાઓ તારું બાલે !'
‘હું તો તમને વરેલી છું, તમારી રાહ જોઈશ.' કન્યાએ કહ્યું. ના, બોલે ! મારે માટે પત્નીભાવ વર્ય છે.' કાલકે કહ્યું.
લોકો કાલકની આ વર્તણૂકથી રાજી રાજી થઈ ગયા, પણ કોઈ એને સાથ આપવા તૈયાર ન થયું. જીભની મીઠાશ જોઈએ તેટલી લઈ લ્યો, બાકી કરવા-ધરવાનું નામ નહીં ! એવો આ સમાજ હતો.
અસવાર આગળ વધ્યો, ઠેકઠેકાણે ફર્યો, ભારતના પ્રાંતપ્રાંતને સાદ પાડ્યો પણ પાર કી બલા વહોરવા કોઈ તૈયાર નહોતું.
| બધાં સ્થળોથી જાકારો પામતો એ છેવટે પશ્ચિમ દિશા તરફ વળ્યો. રે ! ભીડને વખતે શ્રી કૃષ્ણ મથુરા, ગોકુળ-વૃંદાવન છાંડી આ દેશ તરફ જ આવ્યા હતા. અહીંની પ્રાણવાન પ્રજાએ એમને આવકાર્યા હતા, બેસણું આપ્યું હતું. એમની સાથે આવેલી ગુર્જરીઓએ આ મુલકને પોતાનો માન્યો હતો.
અહીં તો જરાસંધ જેવાનુંય બળ ચાલ્યું નહોતું.
શ્રીકૃષ્ણ અહીં રાજધાની કરીને ઉત્તર-પશ્ચિમને એક કર્યા હતાં. અહીં દ્વારકા વસી. અહીં યાદવકુળો ઊતર્યા.
એ પશ્ચિમ દિશાનું આર્ય કાલકે અનુસંધાન કર્યું.
અહીં દેવતાઈ ડુંગરા જોઈને રાજી રાજી થઈ ગયા. ડુંગરાઓમાં વનકેસરીઓને ત્રાડતા જોઈ જોઈ એમનું હૈયું વૈત વેંત ઊછળી રહ્યું. લાકડીના એક ઘાએ સિંહનાં માથાં ભાંગનાર શૂરવીરોને જોઈ એમનો આત્મા પ્રસન્ન થઈ ગયો.
સિંહને શીંગડે ચઢાવીને ભગાડતી ભેંસોને જોઈ એમનું મન મોરલાની જેમ કળા કરી ઊઠ્ય : વાહ, ધરણી વાહ !
આર્ય કાલકે એક વાર ધરતીની શોભા નીરખી, મલકની પુણ્યાઈ નીરખી, માણસના બદનમાં માણસાઈ તકતકતી જોઈ. જ્યાં ગયા ત્યાં રોટલા અને ઓટલાની કમીના ન ભાળી. અંતરના ભાવ ઊભરાતા જોયા.
લોકસમૂહ જોઈ આચાર્ય રાજ સમૂહ જોવા નીકળ્યા !
ઓહ ! કેવી રૂડી ધરતી ને કેવા નબળા રાજા ! કોઈ અફીણમાં, કોઈ સુરામાં, કોઈ સુંદરીમાં વ્યગ્ર હતા.
જેને જેને આચાર્યે પોતાની વેદનાની વાત કરી એ બધાએ એક જ વાત કહી : ‘તમારી વાત લાંબી છે. ઇચ્છા હોય તો અહીં રહીને ખાઓ, પીઓ ને લહેર કરો. બાકી હું એકલો તમને શી મદદ કરી શકું ?”
‘તમે એકલા કાં ? આટલાં બધાં રજવાડાં છે ને !' આર્યે કહ્યું.
‘ગણતરીના ઘણા છે, પણ સંપ એવો છે કે એક આવશે, તો બીજો નહીં આવે! અને તમારી વાત સાંભળીને તો સાર એવો નીકળે છે કે દૂધના ઠામમાં દહીં પડી ગયું. હવે ગમે તેટલું મથશો તોય દૂધ નહિ જ ભાળો !'
આર્ય કાલકે એક મોટો નિસાસો નાખ્યો. એમને ચારે તરફ અંધકાર દેખાવા લાગ્યો. આવી ભરી ભરી લાગતી ધરતીમાંથી એમને સાથ દેનાર એક પણ નરવીર, ને નીકળ્યો !
પરભોમ તરફ પ્રયાણ 241
240 | લોખંડી ખાખનાં ફૂલ