________________
હાથીએ જાણે કોઈ સોનાની પૂતળીને ધરતી પરથી ઊંચકી ! ‘કાં અંબુજા ! ગુરુદેવ સાથે શું ગપસપ ચલાવી ?” ‘એની એ જ વાત. માયાના પાંચ કંચુકોની. તું તો સર્વજ્ઞ છે ને !' ‘હવે માથાકૂટ છોડ. સાચી વાત કર !” ‘શું સાચી વાત કરું? મહાગુરુએ મને કાલક વિશે ભલામણ કરી.’ ‘ગુરુદેવને હજી એવા અનાડી શિષ્ય તરફ સ્નેહ છે ખરો ?” દર્પણે પ્રશ્ન કર્યો.
કાલકના જન્મજાત સંસ્કારો ગુરુદેવના દિલમાં વસી ગયા છે. એ પોતાની પાછળ...'
| ‘આ સાધુડાઓ આવા અસ્થિર-મતિ હોય છે. મને એવી કંઈ તમા નથી. ચાલ
ભાઈ-બહેને પોતાનો માર્ગ કાપવા માંડ્યો.
થઈને ઊછળતાં ઢાંકણ ખખડાવી રહ્યાં હતાં. અત્યારે એકાએક બંધ તૂટી ગયો.
‘તારું કલ્યાણ દેખાતું નથી, છોકરી !” મહાગુરુ મોટેથી બોલ્યા ને પાછા મૌન થઈ ગયા. થોડી વારે મોંએથી કંઈક શબ્દોચ્ચાર કરવા લાગ્યા, વાર્તાલાપ નિરર્થક લાગ્યો. એમને અંબુજા કોઈ મલિન તત્ત્વોના આશ્રય નીચે આવી ગયેલી લાગી.
દર્પણ રાહ જોઈ જોઈને થાક્યો હતો. પાસે એક ઉંબરાનું વૃક્ષ હતું. એના થડ પર ચડીને એ બેઠો હતો.
ઝાડ પર બેઠો બેઠો એ મહાગુરુ અને અંબુજાની વાત તો સાંભળી શકતો નહોતો, પણ મુખની ચેષ્ટાઓનું પરિવર્તન, ભાવનો ફેરફાર જોઈ શકતો હતો અને એથી વાતના પ્રકારનું અનુમાન કરી રહ્યો હતો.
મહાગુરુ થોડીવાર મંત્રોચ્ચાર કરી રહ્યા પછી બોલ્યા : ‘મહાગુરુ પર તને શ્રદ્ધા છે કે નહિ !”
‘છે.' અંબુજા ગુરુની મંત્રશક્તિના બળે વળી સ્વસ્થ થઈ ગઈ હતી. દિલનો પશ્ચાત્તાપ, મનની વેદના એ ભૂલી રહી હતી. મંત્રાલરો એના હૃદયની માવજત કરતા હતા.
‘અંબુજા ! તું પવિત્ર છે. તારા મુખેથી ઉચ્ચાર કે હું પવિત્ર છું.’ મહાગુરુ બોલ્યા.
‘ગુરુ દેવ ! હું પવિત્ર છું” અંબુજા બોલી. ‘તું સંસારના જીવોને માયાકંચુકથી દૂર કરીશ.' મહાગુરુ બોલ્યા. અંબુજા સામે બોલી : “સંસારના જીવોને માયાકંચુકથી હું જરૂર દૂર કરીશ.'
‘જીવમાત્રને શિવ તરફ લઈ જઈશ.’ મહાગુરુ બોલ્યા, પોપટની જેમ અંબુજા ટૂંકામાં એ વાક્ય બોલી ગઈ.
કાલકને હું મારો કરીશ.” મારો કરીશ.'
‘જા છોકરી ! સુખી થા ! મહાગુરુ જાણે ઘડી પહેલાં આપેલા શાપને વારી રહ્યા.”
અંબુજા મહાગુરુના છેલ્લા શબ્દો સાથે દોડી ગઈ. દર્પણ ઉંબરાના ઝાડ પર બેઠો બેઠો એની રાહ જોતો હવે અધીરો થયો હતો.
- અંબુજા ઝાડની શાખા નીચે આવીને ઊભી રહી. એને પ્રસ્વેદ થયો હતો. એ લૂછી રહી હતી. ત્યાં ઉપરથી દર્પણે એક હાથ લાંબો કરી એને આખી ને આખી ઊંચકી લીધી .
94 D લોખંડી ખાખનાં ફૂલ
માયાકેક 95