________________
ફેંકી. પછી એમણે જાણે ઘણા વખતથી બંધ કરીને મૂકી રાખેલી સ્મૃતિની સંદૂકને ખોલી. પળવારમાં અજબ સંવેદનો એમને ઘેરી વળ્યાં !
દુઃખદ ! ભારે દુ:ખદ ! પોતાને સાધુતામાંથી મિટાવી દેનાર સંવેદન ! એમને પોતાની બહેન સરસ્વતી સાંભરી. રે, એની કેવી સ્થિતિ હશે ? બાજના હાથમાં પડેલી બિચારી એ પારેવીનું શું થયું હશે ?
મહાત્મા વિચારી રહ્યા, પણ ત્યાં તેમને લાગ્યું કે હું મારી બહેનને પારેવીની ઉપમા આપીને અપમાન કરી રહ્યો છું. સરસ્વતી તો સિંહસંતાન છે. ભલભલા આતતાયીને પડકાર આપનારી એ સાક્ષાત્ સ્ત્રીશક્તિ છે. એને કોઈ હેવાન રાજા દીવાલોમાં ગોંધી શકે, પણ એનું શીલ દૂષિત ન કરી શકે. સરસ્વતી બીજી અંબિકા છે.
મહાત્માનું જરા ઉદાસીન બનેલું મોં આ વાતની યાદથી અભિમાનમાં ખીલી ઊઠયું. એમને યાદ આવી મહાસતી સીતા ! રાવણ જેવા દુષ્ટ રાજવીને ત્યાં એકાકી વસવા છતાં પોતાના શીલની અણીશુદ્ધ રક્ષા કરનાર એ કોમળ રાજરાણી યાદ આવી. મહાત્માથી એકાએક બોલી જવાયું, ‘રે ! સ્ત્રી જેમ કુસુમની કળી છે એમ એ ગજવેલની પૂતળી પણ છે. જેવી સતી સીતા એવી બેન સરસ્વતી ! રે ! જેણે દેહને ફેંકી દેવા જેવો અને આત્માને રક્ષવા જેવો જાણ્યો, એનાં વ્રત-ધર્મને ઊની આંચ ક્યાં આવવાની હતી !'
શકરાજ આ વખતે દ્વારામતીના સૂર્યમંદિરના નિરીક્ષણમાં પડ્યા હતા. પોતે સુર્યોપાસક હતા. સાગરના કાંઠા પરનું પોતાના દેવનું મંદિર એમને આ ભૂમિને આત્મીય માનવા પ્રેરતું હતું. અલબત્ત, શકઢીપમાં સહુને સહુના ઇષ્ટદેવો પૂજવાની છૂટ હતી, પણ જન્મજાત સંસ્કારો વધુ વર્ચસ્વ ધરાવતા હતા. શકરાજ પણ પોતાના મનોપ્રદેશોમાં વિચરી રહ્યા.
પોતાના વતનથી પોતાને કેવી રીતે નીકળવું પડયું, કેવી રીતે સમસુખીસમદુ:ખી મહાત્માનો સમાગમ થયો. જ્યાં માથું કપાવવાનો પ્રસંગ હતો, ત્યાં માથાને મુગટથી શણગારવા માટે મહાત્મા અહીં કેવી રીતે લઈ આવ્યા, અને ચાંચિયાઓ સાથેની લડાઈમાં કેવી લૂહાત્મક પદ્ધતિથી વિજય અપાવ્યો, વગેરે વિચારોનાં વમળોમાં એ ઘૂમી રહ્યા.
સામે જ બંધનમાં પડેલો વાસુકિ ઊભો હતો. એ ઊભો ઊભો દૂર દૂર દરિયા પર નજર રાખી રહ્યો હતો. ત્યાં દૂર કંઈક કળાતું હોય એવું એના મોં પરથી લાગતું હતું. એના મુખ પર હર્ષ અને શોકની મિશ્રિત રેખાઓ રમતી હતી.
થોડીવારે એ જોશથી કંઈક બોલ્યો, આ સાંકેતિક શબ્દો હતા, અને એમાં દરેક ચાંચિયા જુવાનને પાનો ચઢાવે તેવું કંઈક હતું. બંધનમાં પડેલા તમામ ચાંચિયા
| 390 | લોખંડી ખાખનાં ફૂલ
સાવધ થઈને દરિયા તરફ નીરખી રહ્યા.
વાસુકિના શબ્દોએ મહાત્માનું ધ્યાન ખેંચ્યું. શકરાજ પણ સાવધ બની ગયો. શક યોદ્ધાઓએ ફરી પોતાનાં શસ્ત્ર સંભાળ્યાં. ‘વાસુકિ ! શું છે ?” મહાત્માએ પૂછવું.
‘જય દ્વારકાધિશ ! અમારો નવો બેડો અમને છોડાવવા આવી રહ્યો છે. યુદ્ધ 'યુદ્ધ ! તૈયાર !? વાસુકિએ કહ્યું ને એણે હાથનું નેજવું કરી તાકીતાકીને જોવા માંડ્યું.
‘તૈયાર રહો, ધનુર્ધરો !? મહાત્માએ સેનાપતિની જેમ પોતાના શક ધનુર્ધરોને પડકારો કર્યો.
એક પળમાં બધા ધનુર્ધરો સાગરકાંઠે દરિયા ભણી મુખ કરીને ગોઠવાઈ ગયા. એમના હાથમાં ધનુષ તોળાઈ રહ્યાં.
શકરાજ ગરુડદૃષ્ટિથી દરિયા ભણી નીરખી રહ્યા. ખરેખર, ચાંચિયાઓને નવી મદદ આવી રહી હતી. આ ચાંચિયા અને એ ચાંચિયા એકત્ર થઈ જાય તો મામલો વિકટ બની જાય, અને તો પછી આ પરદેશની ભૂમિ પર પોતાનું કોણ? પોતાનું દાઝે કોને ?
શકરાજે પોતાની તલવાર ખેંચી અને હુકમ કર્યો, ‘પ્રથમ આ તમામ ચાંચિયાઓનો શિરચ્છેદ કરી નાખો. પછી નવા આવનારા દુશ્મનો સાથે સમજી લઈશું. ત્વરા કરો.”
શકરાજનો આદેશ મળતાં પળવારમાં ધનુષ ખભે ભેરવાઈ ગયાં, ને કમર પર લચકતી તાતી તલવારો બહાર નીકળી આવી.
‘ન રહે બાંસ, ન બને વાંસળી, વાસુકિ ! પહેલો ભૌગ તારો.' શકરાજે તલવાર ઉઠાવી.
વાસુકિ નિર્ભય ખડો હતો. એને શકરાજની તલવારની કે એમની ધાકધમકીની લેશ પર પરવા નહોતી. એ મોતથી ડરનારો નહોતો. રણમાં મોત મળે તો સ્વર્ગ મળે.
વાસુકિએ સ્વસ્થતાથી કહ્યું, ‘શકરાજ ! અમે તમારા દાસ છીએ. એક વાર શરણાગતિ સ્વીકારી એ સ્વીકારી. દગો નહિ કરીએ.’
‘એવી વાતોમાં હું માનતો નથી. કબજામાં આવેલા સાપને સંઘરવા કરતાં એનો નાશ કરવો ઉત્તમ છે. જોખમી શત્રુનો શિરચ્છેદ સારો.' શકરાજે કહ્યું અને વાસુકિનો વધ કરવા આગળ વધ્યા.
વાસક અડગ ઊભો હતો. એને શિરચ્છેદની જાણે જરાય બીક નહોતી. એ વળી બોલ્યો,
મઘા-બૈરુતનું અપહરણ D 391