________________
‘શા માટે ?’ સરસ્વતીએ નાકનું રૂપાળું ટીચકું ચઢાવતાં કહ્યું. ‘એ મુનિએ મારું અપમાન કર્યું છે.'
જે ગર્વિષ્ઠ છે એનું હંમેશાં અપમાન થાય છે અને ભલા, એ મુનિનું તેં અપમાન કર્યું એનું શું ?’ સરસ્વતીએ સામો પ્રશ્ન કર્યો.
સરસ્વતી ન જઈશ, હું ચોખ્ખી ના ભણું છું.' દર્પણે એકની એક વાત કરી.
હું તારી બંધાયેલી નથી, વળી હું તારી બહેન પણ નથી, અંબુજાને તું રોકી શકે, મને નહિ.’ સુકુમાર સરસ્વતી ડોક ટટ્ટાર કરીને જાણે રણ ખેલવા તૈયાર થતી જગદંબા હોય એમ ઊભી રહી.
દર્પણને એ ખૂબ રૂપાળી લાગી. એણે એક વાર અંબુજા સામે જોયું, અંબુજા ખરેખર રૂપનો ભંડાર હતી. સરસ્વતી એટલી રૂપાળી નહોતી, પણ એને સરસ્વતીમાં કંઈક વિશેષ લાગ્યું.
પુરુષત્વને ધારે તો ડારે, ધારે તો પમરાવે તેવું તત્ત્વ સરસ્વતીમાં હતું. દર્પણ નરમ પડી ગયો. એણે પોતાની બહેન અંબુજાને કહ્યું,
અંબુજા ! આ સરસ્વતીને કંઈ કહે ને ? એ એવી રીતે વર્તે છે ? એને અને મારે જાણે કંઈ સંબંધ જ નથી ! અલબત્ત, હું એને ક્યાં તારી જેમ મારી બહેન ગણું છું ? પણ એથી શું બીજા સ્નેહસંબંધ નકામા છે ! આ ભારતીય ક્ષત્રિયો ભારે સ્વાર્થી અને ચોખલિયા છે.'
| ‘ભાઈ ! સરસ્વતી સાથે તારાથી એ રીતે ન વર્તી શકાય. મને અનુભવ છે કે ભારતીય ક્ષત્રિયો હંમેશાં બળને વશ નથી થતા, પ્રેમને વશ થાય છે. વળી ક્ષત્રિયાણીઓ તો જીવન અને મૃત્યુ - બંનેને લહાવો લેખે છે. સતીપદ સંસારની સર્વ સ્ત્રીઓ માટે અજાણ્યું છે, જેટલું ભારતની નારીઓને જાણીતું છે.” અંબુજાએ કહ્યું. આ નિખાલસ વચનોથી સરસ્વતીનો ક્રોધ શાંત થયો.
ભારતવાસીઓ જેટલા ભક્તિને નમે છે, એટલા શક્તિને નથી નમતા. એમની સંસ્કૃતિ ત્યાગપ્રધાન છે.' કાલ કે વધારામાં ઉમેર્યું.
અને એટલે જ ભારત પર બહારના શક્તિમાન લોકોનું સામ્રાજ્ય સ્થપાય છે,' દર્પણે કાલક પર પ્રહાર કર્યો. | ‘કૂવામાં નવાં ઝરણાં આવ્યા જ કરે. કોઈ વેગીલું હોય તો પહેલું ફૂટે, કોઈ પછી, પણ આખરે તો બધાં ઝરણનું એક કૂવામાં જ પાણી ઠરે છે ! ભારત તો હજારો ઝરણને વિશાળ ઉદરમાં સમાવી દે એવો મહાકૂપ છે.’ કાલકે પોતાનાં રૂપાળાં જુલફાં ઊંચાં કરતાં કહ્યું.
ચાલો, હવે બધાં આશ્રમમાં ચાલો. ભૂખ્યાં છો માટે લડો છો.’ મહાગુરુએ જોરથી કહ્યું ને વિવાદને ત્યાં ખતમ કરવા ચાહ્યો.
| ‘ગુરુજી ! એમ વાતને વિસારે ન પાડો. હું શક્તિને માનું છું, શક્તિ છે તો સર્વ છે.” દર્પણે ભયંકર અવાજે કહ્યું.
| ‘અને હું શક્તિમાં માનું છું, એથી વધુ ભક્તિમાં માનું છું. શક્તિ પોતાનાં કાજે સર્વ કાંઈ છે એમ માને છે, ભક્તિ પોતાના સુખના ભોગે પણ પારકાનાં સુખને સરજે છે.’
કોઈ વાર કસોટી કરીશું, કાલક !' મહાગુરુએ કહ્યું. ‘ઇચ્છા હોય ત્યારે તૈયાર છું.’ કાલ કે દઢતાથી કહ્યું. ‘એ વેળો એમ ન કહેતા કે હું નાનો ને દર્પણ મોટો.' દર્પણે વચ્ચે કહ્યું. ‘નહિ કહું, મારા ભાઈ ! શક્તિ હશે એવી ભક્તિ જરૂ૨ કરી છુટીશ.’
‘સરસ્વતી ! તારા ભાઈની તું સાથી ને ?' દર્પણે સરસ્વતીને રાજી કરવા અને બોલતી કરવા કહ્યું.
‘દર્પણ ! હું તારાથી નારાજ છું. મને તારી વિચારધારા જાણ્યા પછી એવો ભય રહે છે કે તારી શક્તિ સતિયાને પીડવા માટે જ વપરાશે.’ સરસ્વતીએ જાણે ભવિષ્યવાણી ભાખી.
‘હું તને નારાજ કરવા માગતો નથી. હું પીડા કરું તો તું રોકજે ને ! તારી આશા બહાર નહીં ચાલે. બસ !' દર્પણ દ્વિઅર્થી વાક્ય બોલ્યો.
‘તો ચાલ, મુનિ પાસે. પગે પડીને માફી માગ.'
સરસ્વતી ! તું કહે તો તારા ચરણમાં પડીને માફી માંગું... એમાં મને શરમ નહિ આવે, બલ્ક મીઠાશ લાગશે.’ દર્પણ બોલ્યો : ‘મનગમતી સુંદરીઓના ચરણના સ્પર્શમાં સ્વર્ગનું સુખ સમાયેલું છે.” દર્પણ સરસ્વતીના ચરણને સ્પર્શવા આગળ વધ્યો.
‘અપાત્ર છે તું, દર્પણ ! આવો જા.’
પગે પડવા આવતો દર્પણ એને સ્પર્શ કરે એ પહેલાં સરસ્વતી આથી ખસી ગઈ અને ભાઈ કાલકને લઈને આગળ ચાલી ગઈ..
ભાઈ ! એક વાર ફરી એ મુનિનાં દર્શન કરી આવીએ.” કાલક અને સરસ્વતી બધાંથી છૂટા પડ્યાં.
ગુરુએ મૌન રહીને સંમતિ આપી. દર્પણ મહાગુરુ પાસે ગયો અને એમની દાઢી ખેંચીને બોલ્યો : “આપે આ બે
કાલકનું મનોમંથન 47.
46 D લોખંડી ખાખનાં ફૂલ