________________
‘સાચી વાત છે, ગુરુદેવ !' કાલકને કામિની સંસારની મહાશક્તિ લાગી. એ જે ઇતિહાસ જાણતો હતો એમાં સ્ત્રીની સૌંદર્યશક્તિએ વેરેલા વિનાશને પિછાણતો હતો. સ્ત્રીની મોહિનીથી માણસ અજેય બને એ ખૂબ જરૂરી હતું.
બીજી વસ્તુ છે મત્સ્ય, માંસ અને મદિરા. માણસના મનમાં ગુપ્તપણે આ લાલસા વસી રહેલી હોય છે. નિર્બળ માણસ બીજાને હણી શકતો ન હોય અને ખાઈ શકતો ન હોય, પણ એના અંતરમાં આ વસ્તુ તરફ ચાહ હોય છે. મદિરા તો કોણ છોડી શક્યું છે ?”
| ‘અને એનો રચેલો મહાવિનાશ પણ યાદવાસ્થળીથી લઈને આજ સુધી વિખ્યાત છે. ગુરુદેવ ! સુરા તો જરૂર જવી જોઈએ. એ માણસને મૂર્ખ ગધેડાથી પણ નપાવટ બનાવી દે છે.”
આત્મા તરફ ખેંચાયેલા કાલકના દિલને મહાગુરુની આ વાતો સુખ પમાડી રહી.
| ‘અને છેલ્લે સંસારની ભૂખ તે સોનું, એ ભૂખને જ સોનાના ઢગલા કરીને મિટાવી દેવી, રક્તપદ્મ જે મેળવે એને સુવર્ણસિદ્ધિ મળે. નીલકમળવાળાને સૌંદર્ય અને સુરાની સિદ્ધિ મળે.” મહાગુરુએ આગળ કહ્યું.
‘ગુરુદેવ ! એ કેમ સિદ્ધ થાય ?”
‘દેવી વજવારાહી જગતનું કલ્યાણ કરશે. એની ઉપાસના કરો, વત્સ ! સંસારમાં રુચિ મોટી વસ્તુ છે. જેને જે વસ્તુમાં અતિ રુચિ-એ વસ્તુ એને મોટી લાગે. એ રુચિનું અરુચિમાં રૂપાંતર એ જ ખરેખરી સિદ્ધિ ! લસલસતું સૌંદર્ય સામે હોય છતાં માણસનું રૂંવાડું પણ ન જાગે, સુરા સામે હોય પણ માણસને એ જોઈને ઊલટી કરવાનું મન થાય, બસ મારી સિદ્ધિઓનું આ મુખ્ય રહસ્ય છે. મા વજ વારાહી તમારું કલ્યાણ કરો !”
કાલક આમાં કાંઈ ન સમજ્યો, પણ મહાગુરુના તંત્ર અને મંત્રવાદનો એ ઘેલો હતો, શક્તિની એને મોહિની હતી.
વત્સ ! આવતી અમાવાસ્યાએ આ ટેકરીના મધ્ય ભાગમાં આવેલ ગુફામાં ૨ક્તપન્ન અને નીલકમળની અર્પણ વિધિ થશે. કાલક તારો બેડો પાર સમજજે . અવશ્ય હાજર રહેજે . સરસ્વતીને પણ લાવજે .”
‘ગુરુદેવ ! મને તો પેલા અસ્થિપિંજર મુનિની સેવામાં રહેવાનું મન છે. મને તો એની રઢ લાગી છે. એનાં શાંત રસથી ભરેલાં નેત્રો યાદ કરતાંય મનને શાંતિ વળે છે.' સરસ્વતી એકદમ બોલી ઊઠી.
‘તે રહેજે. સ્ત્રી હંમેશાં સુકુમાર હોય છે. દુઃખી તરફ વધુ આકર્ષાય છે. એ માટે જ હું સ્ત્રીને મારી વિદ્યા અર્પતી નથી. સ્ત્રી ઉત્તરસાધક થઈ શકે, સાધક નહિ.” મહાગુરુએ સ્ત્રીના સ્વભાવનો પરિચય આપ્યો.
‘તે શું અમે દુઃખી નથી ? દેવી સરસ્વતીને અમારી તરફ દયા હોવી ન ઘટે ?” રાજ કુમાર દર્પણ જે અત્યાર સુધી મૌન હતો તે બોલ્યો.
‘તું દુઃખી ?’ સરસ્વતી હસીને બોલી.
‘હા, પેલા મૂંડિયાએ મારી નાદવિદ્યાની કેવી હાંસી કરી નાખી ! આઠ દહાડાની આ સાધનામાં લોહી-પાણી એક થઈ જાય છે હોં ! હજીય આ શરીરમાંથી કળતર ગયું નથી.’
અને તે કેવો ધક્કો માર્યો પેલા મુનિને ? એનું હાડકુહાડકું જુદું કરી નાખ્યું, છતાંય એ સુખી હતો. ને તું...?’ સરસ્વતીએ દુઃખી દિલે કહ્યું.
‘એ ધક્કાને જ લાયક હતો. એને જો એની આત્મિક તાકાતનું અભિમાન હતું તો મારા ધક્કાની ઝીક તો ઝીલવી હતી !'
‘ઝીક તો બરાબર ઝીલી એણે. તને જો એટલે ઊંચેથી નીચે નાંખ્યો હોત તો તું તો હજાર ગાળો વરસાવત, ઝનૂની વાઘની જેમ ઘુઘવાટા કરતો એને ખાઈ જવા દોડ્યો હોત. અને આ મુનિ કેવા શાંત, સ્વસ્થ, પ્રસન્ન હતા, જાણે તેં એને ધક્કો જ દીધો નથી, માત્ર તેં એની દેહ સાથે આનંદકીડા જ કરી છે ! એના મોંમાંથી કેવા જગતને શાંતિ પમાડતા સુરો નીકળતા હતા !? સરસ્વતી આવેશમાં હતી. એણે દર્પણની બરાબર ખબર લઈ નાખી અને એ સાધુના શબ્દોની પુનરુક્તિ કરી રહી.
શ્રી જનપદાનાં શાંતિર્ભવતુ.’ “ શ્રી રાજાધિપાનાં શાંતિર્ભવત’ ‘શ્રી ગોષ્ઠિકાનાં શાંતિર્ભવતું. શાન્તિ, શાન્તિ ને શાન્તિ'
ગરમ આભમાં જાણે આ શબ્દવાદળીએ સ્વાતિનાં બિંદુ વરસાવ્યાં. મહાગુરુ, મહામાનાં તંત્રમંત્રથી ભરેલા અંતરમાંય જાણે સમવેદનાના અંકુર ફૂટ્યા. તેમણે કહ્યું,
“કાલક ! સરસ્વતી ! તમે બે ભાઈબહેન એક વાર ત્યાં જઈ આવજો અને મુનિની ખબર લેજો, પણ અમાવસ્યાનો પ્રસંગ ન ભૂલતાં.’ | ‘ગુરુદેવ ! કાલક અને સરસ્વતી ત્યાં જઈને મુનિની સેવા કરે, એમાં હું મારું અપમાન લેખું છે, મારી મૈત્રીનું અપમાન સમજું છું. સરસ્વતી !તું જઈશ મા.' દર્પણ વચ્ચે આજ્ઞાવાહી સ્વરે બોલ્યો.
44 D લોખંડી ખાખનાં ફૂલ
કાલકનું મનોમંથન T 45.