________________
જણાંને પેલા મુંડિયા પાસે જવા કેમ રજા આપી ?”
‘ચિંતા ન કર, એ પહોંચશે એ પહેલાં મૂડિયાની હસ્તી જ ત્યાં નહિ હોય.' “અરે ! એ એમ મરે એવો નથી.'
અભિચાર મંત્ર ફેંક્યો છે. ખતમ સમજો.’ મહાગુરુએ ગંભીરતાથી કહ્યું, આ સાંભળી દર્પણ હસ્યો. અંબુજા પણ હસી. એ પણ દિલમાં ને દિલમાં કાલકના આવા ભગતવડાને બે કડવા શબ્દોથી નવાજી રહી હતી, કેવો જુવાન છતાં કેવો સાધુરામ !
માયાનગરી .
દિવસોને જતાં કંઈ વાર લાગે છે ? અમાવાસ્યાની એ રાત આવી પણ ગઈ. મહાગુરુ પોતાના ચાલુ નિવાસસ્થાનેથી નવે સ્થળે પહોંચી ગયા હતા. - આ નિવાસસ્થાન ક્યાં હતું એની કોઈને જાણ ન હતી. મગધના પહાડવાસીઓ પણ આ સ્થળ વિશે ઓછું જાણતા. આટલામાં કોઈ ભેદી સ્થળ છે એવી વાતો જરૂર કરતા. તેઓ વર્ષે બે વર્ષે રાતે હવામાં સુગંધ વહેતી અનુભવતા, ઘણીવાર એ સુગંધ સાથે મદિરાની ગંધ પણ આવતી.
એ વખતે કોઈ જોરથી ભૂગર્ભ ભેદીને મંત્રોચ્ચાર કરતું હોય તેવો ભાસ થતો. પણ ઘુવડ-ચીબરીના અવાજ સાથે એ અવાજ ભળી જતો ને ભુલાઈ જતો.
કોઈ વાર એ પહાડના અસૂર્યા પ્રવાસીઓ રમણીઓના કંઠની તીણ ચીસો પણ સાંભળતા. પણ થોડી વારમાં એ શિયાળિયાંની લારીમાં પલટાઈ જતી.
ગોપબાળકો કેટલીક વાર પશુ ચારતા ચારતા અજાણી કેડીઓ પર ચાલ્યા જતા, તો ત્યાં મરેલાં મસ્સો વેરાયેલાં મળતાં. કૂકડાનાં પીછાં કે પ્રાણીઓના કેટલાક અવશેષો પણ મળી આવતા, ગોપબાળકો આને અઘોર પંથના યોગીઓની પ્રસાદી માનતા અને ઔષધ તરીકે ઘેર લઈ જતા. આ વસ્તુઓથી અસાધ્ય રોગીઓ સાજા થયાનાં દૃષ્ટાંતો પણ તેઓ આપતા.
કોઈક વાર ભૂંસાઈ ગયેલી આ કેડી પરથી કંચુકી કે રૂમાલ પણ મળી આવતા. કંચુકીઓની કસો તૂટેલી રહેતી અને રૂમાલમાં રાતો રંગ છંટાયેલો રહેતો. આ વસ્તુઓનું પણ આ પ્રદેશમાં ઘણું મહત્ત્વ હતું.
- જો આખેઆખી કસવાળી કંચુકી મળે , તો તો માણસ ન્યાલ થઈ જતો. એને ત્યાં જગદંબા સ્વયં આવતાં, અને પુત્ર-પુત્રીની ભેટ ધરી જતાં.
રક્તરંગી રૂમાલ પૂજાની વસ્તુ લેખાતી અને ભૂતપ્રેતની અડચણ એનાથી નષ્ટ
48 3 લોખંડી ખાખનાં ફૂલ