________________
થતી. વશીકરણ મંત્રનું પણ કામ આ રૂમાલ કરતા.
પણ આ વસ્તુઓ ભાગ્યે જ બેચાર વર્ષે પ્રાપ્ત થતી. આ વસ્તુઓ શું છે, કેમ છે, ક્યાં મળે છે ; એની કોઈને ભાળ નહોતી.
જિજ્ઞાસા ન રોકી શકનાર કેટલાક જુવાનિયા જૂથ જમાવીને પર્વતોમાં ઘૂમવા નીકળતા, પણ તેમાંથી થોડાક જ સાજાસારા પાછા વળતા. પાછા આવનારની જીભ જ કાં તો કપાઈ ગયેલી જોવા મળતી અથવા અર્ધ ચિત્તભ્રમિત જેવા એ જોવા મળતા. લાંબા ગાળે એમાંથી કોઈ સ્વસ્થ થતું, ને વાત કરતું તો પરીવાર્તા* જેવી એ વાત લાગતી. તૂટક સ્વરે એ માણસ કહેતો :
એ બધી કેડીઓ ચાર ગુફાઓમાંથી પસાર થાય છે. એક ગુફામાં નકરા ભુખ્યા સાપ પડ્યા હોય છે. એકમાં ભૂખ્યા વાઘ ડણકતા હોય છે. એકમાં ઝેરી મધમાખોના પૂડા છે. ચોથી ગુફામાં કહે છે કે માણસખાઉ અઘોરીઓ રહે છે. પહેલી જ ગુફા કોઈ પસાર કરી શકતું નથી. પહેલીમાંથી કેટલાક આખા શરીરે ચામડાનાં બખ્તર ચડાવી આગળ ગયા, તો વાઘે ફાડી ખાધા, વાઘથી કોઈ બચ્યા તો ઝેરી માખોએ જીવતા જવા ન દીધા.”
વળી એક દહાડો ચાર જુવાનિયા ભરભાંખળામાં સમાચાર લાવ્યા કે - “એક અઘોરી જેવા માણસને વાઘ પર બેસીને, સાપની લગામ હાથમાં લઈને જતો અમે જોયો.'
એ જુવાનની વાતને કાપતો બીજો બોલ્યો :
અરે ! તેં જોયું શું ? મેં બરાબર જોયું કે વાઘ અને માણસ બંને હવામાં તરત જતા હતા. પૃથ્વી પર તો સાપ જ હતો !
ત્રીજો જુવાનિયો બોલ્યો : ‘તારે તે આંખ છે કે કપાસિયા ? પેલો દાઢીવાળો સાપ પર બેઠો હતો, ને વાઘ પડખે ચાલતો હતો.'
આમ સરખી રીતે જોયેલા એક જ દેશ્ય માટે સહુ જુદા જુદા અભિપ્રાય આપતા. કોઈ એકમત ન થતા. નજરબંધીના ખેલ જેવું થતું. ચિત્તદર્પણ પર
અવનવી છાયા પથરાતી.
નજીકનાં ગામોમાં આ ચર્ચા ઘણા દિવસ ચાલતી, પણ ધીરે ધીરે સ્થિતિ એવી આવી કે ગામ ઉજ્જડ થવા લાગ્યાં.
કોઈક વાર ગામમાંથી જુવાન પુરુષ કે જુવાન સ્ત્રી એકાએક અદૃશ્ય થઈ જતાં અને પછી તેમનો પત્તો જ ન લાગતો. આવી રીતે માણસ ખોવાં કેમ પાલવે ? તેમણે રાજમાં ફરિયાદ કરી પણ સત્તાધિકારીઓ* આમાં કંઈ કરી શકવા અસમર્થ નીવડ્યો.
છેલ્લે છેલ્લે એમ બન્યું કે, અધિકારીઓનાં જ હરણ થવા લાગ્યાં. જેનાં હરણ ન થયાં. એ ન જાણે શું બન્યું કે એકાએક અડધા ચિત્તભ્રમિત જેવા બની ગયા.
આખરે ગામડાં એક પછી એક ખાલી થઈ ગયાં.
મહેલ ખાલી પડ્યા. મકાન ઉજ્જડ થયાં. પર્ણકુટીઓ એમ ને એમ રહી. કૂવા-તળાવમાં પાણી છલબલતાં રહ્યાં, પણ પીનાર કોઈ ન રહ્યું. રહ્યાં માત્ર વૃક્ષ પર રહેતાં પંખીઓ અને તળાવનાં મત્સ્યો !
જંગલમાં મોડી રાતે ઢોર ચારવા જનાર હિંમતવાન આહિરો વળી નવાં કિસ્સા-કહાણીઓ લઈ આવતા. તેઓ કહેતા : ‘અમે ઉજ્જડ ગામ વસી ગયેલાં નજરે જોયાં. દરેક ઘરમાં રૂપરૂપના અવતાર જેવાં નર-નાર ફરતાં જોયાં. શું હીરચીર ! શું ઠાઠમાઠ ! પણ જાણે બધાં મુંગાં ! એટલાં બધાં જણ જોયાં પણ કોઈ કોઈથી વાત ન કરે !”
સાંભળનાર પૂછતા : “દેવલોકની અપ્સરાઓ સુરગણ સાથે ત્યાં ફરવા તો આવી નહિ હોય ?'
‘એવું જ હશે, પણ એક વહેમ લાગ્યો. દેવો તો વાસનાના ભૂખ્યા હોય, અને અહીં તો રાંધેલાં મત્સ્યો, પકાવેલાં પશુઓ, ભરેલાં મદિરાપાત્રો અને મેવામીઠાઈનો ગંજ ખડકાયેલો હતો ! વળી કહે છે દેવના દેહને પડછાયો ન હોય. અહીં પડછાયા પડતા હતા.'
‘ચાલો એ કૌતુક જોવા જઈએ. જીવ્યા કરતાં જોયું ભલું.' કેટલાક જુવાનિયા તૈયાર થઈ ગયા. અપ્સરાના કામણગારા દેહના એમને ઓરતા હતા.
એક દહાડો રાજાના કુંવરે આગેવાની લીધી. પ્રધાનનો કુંવર સાથે ગયો. ગામમાંથી પણ ચૂંટી ચૂંટીને જુવાનિયા લીધા. સહુને સ્વર્ગની અપ્સરાઓને જોવાના કોડ હતા.
* शून्यालये शिवालार्णभुवि तुष्यन्ति वामगाः । શુન્ય આવાસોમાં, શિયાળથી વ્યાપ્ત અરણ્યોમાં વામમાર્ગ પ્રસન્ન થાય છે. कामरूपं च नेपालं द्विगलार्विव्यवासिनी जालं घर पूर्ण गिरिवाममार्गेण सिद्धदाः । જ્વાલામુખી, પ્રયાગ, કામિની, માલિકાપદ તથા સરસ્વતીતીર શક્તિમંત્રની સિદ્ધિને યોગ્ય સ્થાનો છે.
શાક્તાઝ ઑફ બેંગાલ, પેન
* શક્તિ તથા વામમાર્ગનો પ્રચાર કેવલ ઉચ્ચ વર્ગોમાં હતો. જનસાધારણ પર તેનો પ્રભાવ નહોતો.
ઇલિયટ
50 | લોખંડી ખાખનાં ફૂલ
માયાનગરી 1 51