________________
ભૂંડું છે. પોતાનો માણસ ક્યારે પારકો થઈ જાય છે, તે કંઈ કહેવાય નહિ ! બધી વાતોએ શહેનશાહના વહેમને વધુ પોપ્યો હતો.
શકરાજ પણ ચિંતામાં હતા; કારણ કે સંજીવની રોપની શોધની વાત સાંભળ્યા પછી શેક શહેનશાહ ભારે વહેમમાં પડ્યો હતો. એણે કહેલી સંજીવની રો૫ સમાં ગ્રંથની, મહાત્માના આગમનની અને મહાત્મા એક રાજાના કુંવર છે એ વાતોને શહેનશાહે ઊંધી રીતે સમજી હતી. ભારતીય મદદ લઈને પોતાની સામે લડવાના શકરાજના દાવપેચ લેખ્યા હતા. રાજ ગુરુ માટે નવો ચણાતો પ્રાસાદ ભારતીય રાજ દૂતનું મંત્રણાગૃહ માનવામાં આવ્યું હતું. રાજ કાજની ભૂતાવળો એવી ભારે હોય છે, કે એક વાર ઊભી થયા પછી એનો આરો-ઓવારો રહેતો નથી.
રોજ ખુલાસાઓ માગવામાં આવતા. રોજ ખુલાસાઓ તાબડતોબ પહોંચાડવામાં આવતો.
પણ ખુલાસાઓથી સરવાળે ગૂંચ વધતી, મનનાં કાલુણ વધતાં, વાદળો દિવસે દિવસે વધુ ઘેરાતાં ચાલ્યાં. બૈરૂત વિશ્વાસુ ચર હતો, અને ભારત જઈ આવ્યો હતો એટલે એને જાતે જ ખુલાસાઓ કરવા શક શહેનશાહના દરબારમાં વારેવારે જવું પડતું.
એક દિવસ શકરાજાએ મહાત્માને વિનંતી કરી : “અમારા દૂરના સારા ભવિષ્ય માટે પંચતંત્રમાંથી ઉપયોગી વાતો આપ કહેતા રહેજો. ન જાણે કેમ, પણ આટઆટલો આનંદ છે; પણ મારાં અંગો ખોટી રીકે ફરકે છે, મનમાં ખોટા તરંગો ઊડ્યા કરે છે. કોઈ અકળ ભયની છાયા દિલને દબાવતી હોય એમ લાગ્યા કરે છે. આ કારણે જંગલમાં શિકારે જતો નથી, રખે વાઘવર હુમલો કરી બેસે, રાતે સૂવું છું. ત્યારે પુષ્પનો એ કે અલંકાર રાખતો નથી, રખેને સર્પાદિનો સંભવ રહે. આનંદ અને આશ્વાસનના ધામ સમા આપ અહીં બિરાજો છો, પણ ન માલૂમ કેમ, કોઈ અનાગત ચિંતાથી મન બળ્યા જ કરે છે.'
મહાત્માએ કહ્યું, રાજન ! માણસને માણસનો જેટલો ભય છે, તેટલો વાઘ, સિંહ કે સર્પનો નથી, સર્પાદિથી તો આપણે નિરર્થક ડરીએ છીએ.”
શકરાજે કહ્યું, ‘આ તો આપે સાવ નવી વાત કહી.”
મહાત્મા થોડી વાર શાંત બેઠા રહ્યા અને પછી એકાએક આગમ ભાખતા હોય તેમ બોલ્યા, ‘રાજવી ! તમને પોતાનાં માણસોથી ભય ઉત્પન્ન થવાના સંજોગો દેખાય છે. આકાશના ગ્રહો અને તમારા જન્મના ગ્રહો વચ્ચે આજ કાલ વિપરીત ભાવ ચાલે
આગળ બોલ્યા, ‘શુરાનું ધડ ડોલે એમ આ ધરતી ડોલી રહી છે. આ ધરતીએ એક કાળે અમને આવકાર આપ્યો. એ આવકાર આપનારને જ ધરતી આજ પોતે જાકારો આપી રહી છે ! વંટોળિયો જ્યાં જાય ત્યાં એનું જીવન વિપત્તિનું જ હોય છે.'
મહાત્માને જાણે પોતાની જાત પ્રત્યે વિષાદ ઊપજ્યો હતો.
‘મહારાજ ! આપ લેશ પણ વિવાદ કે શોક ન કરશો. સૂરજના ઉગમ ટાણે અંધારાં ઉશ્કેરાય એ સ્વાભાવિક છે. પરિસ્થિતિ બને ત્યાં સુધી સંભાળી લઈશ. આપ મનદુઃખ ન ધરશો.' શકરાજે કહ્યું.
શીરીન નદીનાં શીતળ પાણી ધીરે ધીરે ઉષ્મા ધરી રહ્યાં. મીનનગરની ખુશખુશાલ રાતો શુન્યશેષ બનતી ચાલી.
હમણાં પાણીમાં પરિવર્ત છે, હેવામાં પરિવર્ત છે. અણુએ અણુ પલટાઈ રહ્યા છે. ભાવનાઓમાં પણ પરિવર્તન દેખાય છે, માણસ જાણે ધરમૂળથી પરિવર્તન પામી રહ્યો છે !
મઘા ચિંતાતુર છે, બૈરૂત દિવસોથી શકે શહેનશાહના દરબારમાં અટવાઈ ગયો છે. ઘણા વખતથી એનાં દર્શન જ થયાં નથી. એનું મન ક્યાંય લાગતું નથી. એ દિવસોમાં મહાત્મા પણ ચિંતાના ભારવાળા છે. એ રાતે જાગે છે, સમાધિ લે છે, વળી આરામ લેવા આડા પડે છે, વળી જાગે છે, કંઈ ગણે છે, કંઈ ચીતરે છે, કંઈ લખે છે. સમજાતું નથી, શું કરે છે ? રે ! માનવીમાં ને પૃથ્વીમાં આટલો પરાવર્ત કાં આવ્યો ?
એક રાતની વાત છે. ચંદ્રમાને વાદળો ગ્રસી ગયાં છે. ક્યાંક ટમટમતા તારા દેખાય છે. મહાત્મા પોતાના ખંડમાં બેઠા છે. રાત અડધી વીતી ગઈ છે. મીનનગરમાં શોખીન નર-નાર પણ હવે શ્રમિત થઈને ઢળી પડ્યાં છે. રાત ઘેરી બનતી ચાલી છે, પણ મહાત્માની આંખનાં પોપચાં બિડાતાં નથી.
રે ! આ શા અજંપા ?
મઘા પણ પોતાના ખંડમાં બેઠી છે. એ પણ વિચારમગ્ન છે. દિવસોથી બૈરૂત ઘેર નથી. વસંતની સુંદર રાત્રિઓ વીતી જાય છે. હમણાં કામ અલ્પ છે. અલ્પ કામનોય થાક વિશેષ છે, કારણ કે મન થાકેલું છે. મન કંઈક તાજગી ચાહે છે.
ગુલ્મ ઊંઘે છે, મઘા જાગે છે, એ વિચારમગ્ન છે. નહિ, એ કોઈક નિર્ણયના અમલની ગડમથલમાં વ્યાકુળ છે. એ ઊભી થાય છે, વળી બેસી જાય છે. વળી ઊભી થાય છે, વળી બેસી જાય છે. રે ચતુર મઘા ! તે આ શું ગાંડપણ માંડ્યું છે ? ક્યાં ગઈ તારી ચતુરાઈ ? હજારોને ઘેલી કરનારીની આ કેવી ઘેલછા ! મઘા વળી ઊભી થઈ. ઊભી થઈને એક સુંદર આયના સામે જઈને ઊભી રહી.
કસોટી 1 331
વિશેષમાં મહાત્માએ આંખો મીંચીને અંતરીક્ષમાં જોઈને કંઈ વાંચતા હોય તેમ
330 | લોખંડી ખાખનાં ફૂલ