________________
કહે છે, જો ગણિકાગૃહે જવું હોય તો અહીં ન આવતા. અમે વિધવા થઈને જીવી શકીશું. વેશ્યાગામી પતિની પત્ની થઈને જીવી નહિ શકીએ.’
“સારું, સારું. એનો ઈલાજ સત્વરે થઈ જશે, કહો, જો એ પોતે જ કોઈ સુંદર વેશ્યાને લઈને ફરે અને હું પોતે એની બહેનને લઈને ફરું તો ? તો તમને આનંદ થશે ને ?” દર્પણસને પોતાની બહાદુરી બતાવવા માંડી.
‘સુંદર ! સુંદર !' બધાએ બૂમ પાડી. ‘એમ થશે તો અમે અમારા રસરાજવી પર વારી જઈશું.’
ત્યાં તો કેટલાક ક્ષત્રિયોએ પ્રવેશ કર્યો. એમણે આવતાંની સાથે કહ્યું “મહારાજ ! ઉજ્જૈની પર ચઢાઈ થઈ ચૂકી છે, ને આપ...'
| ‘બહાદુર વીરો ! મહારાજ દર્પણસેન જેવા સિંહને સૂતાં જ ગાડે એવો વીર નર કોણ નીકળ્યો ? યમરાજે કોને ઉજ્જૈનીને સીમાડે ભૂલો પાડ્યો ?’ ઉજ્જૈનીપતિ મહારાજ દર્પણસને ખંડમાં મક્કમતાથી પગલાં ભરતાં કહ્યું.
‘મહારાજ ! કોઈ રાજા હોત તો તેને અમે જ પહોંચી વળત, ઉજ્જૈનીના વીરોની યુદ્ધચાતુરી તો જગપ્રસિદ્ધ છે. પણ આ તો એક સાધુએ ચઢાઈ કરી છે. આર્ય કાલક કરીને એક સાધુ...'
‘સમજ્યો, સમજ્યો !' રાજા દર્પણસને વાત અડધેથી કાપી નાખતાં કહ્યું : “ઓહ ! સવારથી એ જ માથાકૂટ ચાલે છે. પેલી કહેવત છે ને ‘ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય.' પેલા સંન્યાસીની વાત કરો છો ને ?'
‘હા, મહારાજ ! પણ રોગ અને શત્રુને નાના સમજવા નહિ, એ ક્ષત્રિય છે, રાજ કુમાર છે, બ્રહ્મચારી છે, તપસ્વી છે : એટલે એની વાતોની ખૂબ જ અસર પડે છે. કાલે એણે માંસભક્ષણને પાપ કહ્યું, આજે ઘણા માંસને અગરાજ કરી બેઠા. ત્યાં સુધીય ઠીક હતું, પણ આજે તો એણે મૃગયાની પણ નિદા કરી.’ ક્ષત્રિયોના સમૂહે
શું હંસ અને કાગ સાથે હતા ?* ક્ષત્રિયોએ રાજાને ઉકેરવા કહ્યું.
‘કોણ હંસ અને કોણ કાગ ?' રાજા દર્પણસને સ્પષ્ટ કરવા પ્રશ્ન કર્યો. એના મનમાં આપોઆપ શંકા ઝગી.
‘એમાં પૂછવાનું શું ? આપ હંસ અને એ કાગ ! સત્ત્વવાળી વસ્તુમાં આપ ચાંચ નાખો છો, એ નિસર્વ વસ્તુઓનો જ આહાર આરોગે છે.' ત્રિયોએ કહ્યું.
અમારા બેમાં એ ઠોઠ નીકળ્યો. ખરી પરીક્ષામાં એ નાપાસ થયો, નાસી છૂટ્યો.”
‘બરાબર છે. અધૂરો ઘડો જ છલકાય.'
‘અને જુઓ, તમને જ કહું છું, આ સરસ્વતી એની બહેન છે. એ મને ચાહતી હતી, પણ આ ધુતારાએ જ એને ભરમાવી, મારા પર એણે દ્વેષ કરાવ્યો. કદાચ છાનીમાની મારી પાસે ચાલી આવે, માટે એનું માથું મુંડાવી નંખાવ્યું, સાધ્વી બનાવી દીધી.'
રાજા દર્પણસેન અત્યંત ખાનગી વાત બોલી રહ્યા હોય તેમ બોલ્યા.
ધુતારાએ એને સાધ્વી બનાવી તો આપ એને ફરી સુંદરી બનાવો. કઈ સુંદરી આપને સ્વામી બનાવવા ન ઇચ્છે ?'
‘જરા ઉમદા આદર્શમાં માનું છું. મારી શક્તિ પાસે તો આ કાલક તણખલાના તોલે છે. પણ પુરોહિતજીને પૂછી લઉં. રાજ કાજ માં પુણ્ય-પાપ, ધર્મ-અધર્મ જેવું થોડુંક સમજવું તો ખરું ને !' રાજા દર્પણસને જાણ્યું કે લોઢું તપ્યું છે, એટલે ઘાટ ઘડવા માંડ્યો.
આ રહ્યો, મારા પ્રભુ ! તમે પેલા સાધુની અને એની બહેનની વાત કરો છો ને ?” પુરોહિતે કહ્યું. “મારી પણ એની સામે ફરિયાદ છે.'
ઓહ ! તમારા જેવા ધર્માવતારને પણ એણે દુભવ્યા ? અરેરે ! એ સાધુ શું થયો, જાણે આપણો શત્રુ થયો !'
| ‘પ્રભુ ! સાચી વાત છે. એણે તો લોકોને કહેવા માંડ્યું છે, કે યજ્ઞ કરો તો તમારી અનીતિનો, દુરાચારનો, દુર્વ્યસનોનો કરો, નિરપરાધી પશુઓને કાં હણો ? અમે કહ્યું કે રે મૂરખ રાજ કુમાર ! શાસ્ત્રમાં કંઈ સમજે નહિ ને ડબડબ શું કરે છે ? આ પશુઓને તો મર્યા પછી સ્વર્ગ મળે છે !' પુરોહિતજીએ કહ્યું : ને થોડીવાર થોભ્યા.
રાજા દર્પણસેને કહ્યું : ‘શાબાશ ! તમે ઠીક સંભળાવ્યું. પછી એ બોલતો બંધ થયો કે નહિ ?*
મૃગયાની-શિકારની નિંદા કરી ?' દર્પણસને ક્રોધમાં પ્રશ્ન કર્યો.
‘હા, સ્વામી ! એ ગમે તેમ બોલ્યો. એણે કહ્યું કે નિર્દોષ હરણાંને મારવામાં મર્દાનગી શું ? જે આપણું કંઈ ન બગાડે એને મારવાં એ તો ભારે પાપ છે.’
“ઓહ... તો તો એણે મારી પણ ટીકા કરી ?' અવશ્ય.”
એને હું બતાવી દઈશ. આજ હું તમને એક વાત કહી દઉં. એ પહેલેથી હઠીલો હનુમાન છે. એ અને હું--અમે બન્ને એક ગુરુના આશ્રમમાં ભણતા હતા.”
186 D લોખંડી ખાખનાં ફૂલ
સિંહ કે શિયાળ ? 187