________________
વક્તવ્યો આપ્યાં હતાં. અમદાવાદના ટાગોર થિયેટરમાં, ભાવનગરના શ્રી યશવંતરાય નાટ્યગૃહમાં તથા મુંબઈના શ્રી બિરલા માતુશ્રી સભાગૃહમાં જયભિખ્ખું જન્મશતાબ્દી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જયભિખુના પ૭ ગ્રંથોનું પ્રકાશન, જયભિખ્ખના સર્જન વિશે વિદ્વાનોનાં વક્તવ્યો તેમજ જયભિખું લિખિત ‘બંધન અને મુક્તિ’ નાટક પ્રસ્તુત કરવાનું આયોજન કરવામાં આવ્યું.
‘જયભિખુની જન્મશતાબ્દી નિમિત્તે ‘જયભિખ્ખ: વ્યક્તિત્વ અને વાડ્મય’ અંગેનો પ્રિ. નટુભાઈ ઠક્કરે લખેલો ગ્રંથ ઉપરાંત ‘જીવનધર્મી સાહિત્યકાર જયભિખુ' એ વિશે શ્રી પ્રફુલ્લ રાવલ લિખિત પુસ્તિકા પણ પ્રકાશિત કરવામાં આવી. એ પછી સાહિત્ય અકાદેમી અને વડોદરાની સાહિત્ય સંસ્થા “અક્ષરા'ના સંયુક્ત ઉપક્રમે ૨૦૦૯ની ૨૭મી જૂને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઑફ આર્ટ્સના સેમિનાર ખંડમાં જયભિખુની જન્મશતાબ્દી નિમિતે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો અને એમાં પ્રસ્તુત થયેલા વક્તવ્યોનું શ્રી વર્ષા અડાલજાએ ‘શીલભદ્ર સારસ્વત જયભિખુ’ નામે કરેલું સંપાદન સાહિત્ય અકાદમી દ્વારા ૨૦૧૨માં પ્રગટ થયું હતું.
જન્મશતાબ્દીના સંદર્ભમાં ૨૦૧૪માં પુનઃ એક વિશેષ આયોજન કરવામાં આવ્યું, જેમાં જયભિખ્ખની નવલક્થાઓ ‘લોખંડી ખાખનાં ફૂલ' (ભાગ-૧-૨), ‘પ્રેમાવતાર' (ભા. ૧-૨), ‘બૂરો દેવળ’, ‘શત્રુ કે અજાતશત્રુ' (ભા. ૧-૨), ‘પ્રેમનું મંદિર ” અને ‘સંસારસેતુ” એમ કુલ છ નવલકથાઓ પુનઃ પ્રગટ થઈ રહી છે. જયભિખ્ખની પ્રસિદ્ધ નવલ કથા ‘પ્રેમભક્ત કવિ જયદેવ’ પરથી શ્રી ધનવંત શાહે ‘કૃષ્ણભક્ત કવિ જયદેવ' નામનું શ્રી ધનવંત શાહે કરેલું નાટ્યરૂપાંતર પ્રગટ કર્યું અને અમદાવાદમાં એના કેટલાક નાટ્યાંશો પ્રસ્તુત કર્યા. આ સંદર્ભમાં ૨૩મી ડિસેમ્બરે મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં શ્રી કુમારપાળ દેસાઈએ લખેલાં જયભિખુના જીવનચરિત્રનું વિમોચન કરવામાં આવશે.
જયભિખુ શતાબ્દી ગ્રંથાવલિ દ્વારા જયભિખુની મૌલિક સાહિત્યસૃષ્ટિ અને તેજસ્વી કલમનો આસ્વાદ ભાવકોને માણવા મળશે. ડિસેમ્બર, ૨૦૧૪
ટ્રસ્ટીમંડળ શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ
પ્રાકથન ઈ. સ. ૧૯૪પની એ ઘટના, આ પુરાણ પ્રસિદ્ધ કથાના સંદર્ભમાં યાદ આવે છે.
દિલ્હીના લાલ કિલ્લામાં એક મુકદમો ચાલતો હતો. ભારતની એ વખતની સાર્વભૌમ સત્તાધારી અંગ્રેજ સરકાર એ ચલાવતી હતી. આરોપ હતો દેશદ્રોહનો : જર્મની અને જાપાનની મદદ લઈને હિંદને કબજે કરવાનો. આરોપીઓ હતા કેપ્ટન શાહનવાજ, કેપ્ટન ધિલોન અને કેપ્ટન સહગલ, એક મુસલમાન, એક શીખ અને એક હિંદુ. દેશભક્ત નેતાજી સુભાષચંદ્ર બોઝ ભારત સરકારની નજરકેદમાંથી ભાગી છૂટીને ગુપ્ત વેશે જર્મની થઈ જાપાન પહોંચી ગયા હતા; અને ત્યાંનાં રાજ્યોની મદદથી એમણે ત્યાં આઝાદ હિન્દ ફોજ સ્થાપી હતી; અને ભારતમાંની અંગ્રેજ સલ્તનતના હાથમાંથી દેશને સ્વતંત્ર બનાવવા ભારત તરફ કૂચકદમ શરૂ કરી હતી.
આ ત્રણે જણ આ આઝાદ હિન્દ ફોજના એફસરો બન્યા હતા અને એટલા માટે એમના ઉપર દેશદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જો એ ત્રણ તકસીરવાર ઠરે તો, એ પછી બીજાં અનેક ઉપર કામ ચલાવવાનું હતું. આ વખતે આ ફોજને જાપાનીઓની સાથી લેખવામાં આવી અને પં. જવાહરલાલ નહેરુ જેવાએ પણ પડકાર કર્યો કે અગર આઝાદ હિન્દ ફોજ હિંદમાં આવે, તો સહુથી પહેલો એની સામે લડનાર હું હઈશ. (શ્રી ગુણવંતરાય આચાર્યત “શ્રી સુભાષચંદ્ર બોઝ' પૃ. ૧૭૦)
આ આઝાદ હિંદ ફોજ , આસામની સરહદે, છેક ઈમ્ફાલના મોરચા સુધી આવી, પણ વરસાદે ખાનાખરાબી સર્જી, ને એ હારી. એના સેનાપતિઓ ને સૈનિકો અંગ્રેજ સરકારના હાથમાં કેદ પકડાયા. શ્રી સુભાષચંદ્ર બોઝ એક વિમાનમાં જાપાનના પાટનગર ટોકિયો તરફ પાછા ફરતાં વિમાની અકસ્માતમાં મૃત્યુ પામ્યા.
ભારતની અંગ્રેજ સરકારે આ પકડાયેલા દેશપ્રેમીઓ ઉપર દેશદ્રોહનો આરોપ મૂકી કેસ ચલાવ્યો. એ વખતે પં. જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલે એમનો બચાવ કરવા બધું કરી છૂટવાનો નિર્ણય કર્યો. શ્રી ભુલાભાઈ દેસાઈ એ કેસના મુખ્ય વકીલ તરીકે મેદાને પડ્યા. તેઓએ જણાવ્યું કે આરોપીઓ દેશભક્તો છે, ને તેઓનો આશય માત્ર દેશને સ્વતંત્ર કરવાનો હતો; દેશદ્રોહ કરવાનો ન હતો.
આ મુકદ્દમાના દિવસોમાં બે હજાર વર્ષ પહેલાં થયેલા, એક ધર્મવીર અમને યાદ આવ્યા. જેમણે, એક ભાનભૂલ્યા દુરાચારી રાજવીના અન્યાય અને અત્યાચારને દૂર કરીને, ધર્મની ગયેલી પ્રતિષ્ઠાને પુનઃસ્થાપવા માટે : પોતાના માનને, પોતાના પદને, પોતાના જ્ઞાનને અને અંતે પોતાના જીવનને હોડમાં મૂક્યું હતું. એમનું નામ આર્ય કાલક ! જેમના વિશે અનેક કિંવદન્તીઓ ચાલી રહી છે. એમના શૌર્ય અને સ્વાર્પણભર્યા વ્યક્તિત્વને અને ઉત્કટ ધર્મપ્રેમને નહીં સમજી શકનાર કોઈ કોઈ એમને મન ફાવે તે ઉપનામ આપે છે, ને મન ફાવે તેમ એમના માટે લખે છે કથે છે. આવા એક