________________
બહેન દલીલમાં પાછી પડે તેવી નહોતી. ભાઈ-બહેનનો સમય, પ્રવાસમાં ન હોય ત્યારે, આવા સિદ્ધાંતના વાર્તાવિનોદમાં જ પસાર થતો. હમણાં વાર્તાવિનોદનો પ્રવાહ બદલાયો હતો. ખીણવાળા મુનિની મુલાકાત પછી ને મહાગુરુની અન્તિમ મહાચકવિધિ નિહાળ્યા પછી બંને જણાં મંત્રશક્તિ, તંત્રવિદ્યા વગેરેના પ્રયોગોમાંથી પાછાં હઠયાં હતાં, ને હવે સાદી જ્ઞાનની વાતો કર્યા કરતાં નિખાલસ ત્યાગ અને સાદો વૈરાગ્ય એમને ગમતી વસ્તુ બની ગયાં હતાં.
સરસ્વતી જવાબ આપવા જતી હતી ત્યાં દરવાજા પર ટકોરા પડ્યા.
કાલકકુમારે પોતાના સ્વપ્નની શેષ રહેલી વાત ચાલુ કરતાં કહ્યું: ‘મને એ ખીણવાળા મુનિએ કહ્યું : એક ગુણાકરસૂરિ નામના મહાન જ્ઞાની આવે છે. ઘણું કામ બાકી છે અને એમની આયુષ્યની શીશીમાંથી રેતના કણ ખલાસ થવા આવ્યા છે. એની ઝંડી-ઝોળી તું ઉપાડી લેજે ! તું સમર્થ છે, જગતને નિર્બળતામાંથી છોડાવીશ, સમર્થ બનાવીશ. ક્ષત્રિયો જ જગતના દેવ બન્યા છે. યુદ્ધ વ્યાપાર બન્યો છે. પથપ્રદર્શક તું થજે ! યાદ રાખ કે ભૌતિક દિગ્વિજયો કરતાં મારવિજય અને ધર્મવિજય મહાન છે.'
ઓહ બંધુ ! તો આ તો સ્વપ્ન નહિ, સ્વપ્ન દ્વારા આવતી મહાન પ્રેરણા છે. પણ ખરેખર આ સાચું હશે ?’ સરસ્વતીને શંકા સ્પર્શી રહી.
‘મને તો સાચું જ લાગે છે. મહાન પ્રેરણાઓ હંમેશાં આ રીતે આવે છે. છતાં જે મહાન વિભૂતિનું આગમન સૂચવ્યું છે, એ જો થોડા દિવસમાં ખરેખર આવી પહોંચે, તો પછી શંકા કરવાનું કોઈ કારણ રહેતું નથી.' કાલકે શંકાનો ખુલાસો કર્યો.
‘પણ મહાસુંદરી અંબુજાનું શું ?' સરસ્વતીએ વળી વાત છેડી : ‘મહાગુરુને વચન આપ્યું છે. એ તારા પર અતિ રાગવાળી છે.'
‘સ્ત્રીનો ખરો રાગ સૌંદર્યભર્યા દેહ પર અને સુવર્ણ પર ! વાદળનગરી તે જોઈ
‘હું પણ સ્ત્રી છું,' સરસ્વતીએ જરા કડક થઈને કહ્યું : “કાલક, થોડી સ્ત્રીઓના અનુભવ પરથી સમગ્ર સ્ત્રીસમાજની નિંદા ન કર ! સ્ત્રીની પ્રીત તો જલ અને મીનની પ્રીત જેવી છે. પુરુષ કદી એવી અર્પણભરી પ્રીત ન કરી શકે.”
‘બધી સ્ત્રીઓ સરસ્વતી હોતી નથી. અંબુજાની તું વાત કરે છે પણ મન મારું જુદી દિશા તરફ જવા માગે છે. આ ભોગ રોગ જેવા ને સિંહાસન સ્મશાન જેવું લાગી રહ્યું છે.' કાલકે હૃદયની વેદના ઠાલવતાં કહ્યું..
| ‘વિઘા-આશ્રમ પછી ગૃહસ્થનો આશ્રમ આવે છે. એ પછી વાનપ્રસ્થ ને પછી સંન્યાસ છે.' સરસ્વતીએ ભાઈને સમજાવવા માંડ્યો.
‘મન જ્યારે જાણ્યું ત્યારે સવાર સમજવી. નિયમો સામાન્ય જનોને દૃષ્ટિ સમક્ષ રાખીને રચાય છે, પણ જો શક્તિમંત પણ આશ્રમોની એક પછી એક હદ વટાવતો ચાલે, તો કાં તો ત્યાં પહોંચતાં મન મોળું પડી જાય, કાં મોત આવીને ઊભું રહે. એક યોજના તરીકે ચાર આશ્રમો ભલે ઠીક હોય, પણ મન જ્યારે ત્યાગ-વૈરાગ્ય તરફ દોડવા માગે, ત્યારે જો સંયમ સહેવાનું સામર્થ્ય હોય, તો બીજી લપ કર્યા વગર એ સ્વીકારી જ લેવું !' કાલ કે બહેનની દલીલનો જવાબ વાળ્યો.
14 D લોખંડી ખાખનાં ફૂલ
મરકટ અને મદિરા 105