________________
36
મહાત્મા નકલંક
અને અલકાને તો આપણે ભૂલી ગયાં ! ચાલો, ચાલો.’
બંને જણાં જ્યાં અલકા પડી હતી, ત્યાં આવ્યાં. એલકાના અવયવો ઠીક ઠીક ઘવાયા હતા. છતાં એના મુખ પર પ્રસન્નતા હતી.
બહેન મારે કારણે...' સરસ્વતી બોલી. બોલતાં બોલતાં એની આંખમાં આંસુ આવી ગયાં.
ના રે ! તારે કારણે નહિ. કાલક મારા ગુરુ છે.” અલકા બોલી. ‘તારા ગુરુ ?' અંબુજા બોલી,
“બહેન, સૌંદર્ય અને સુવર્ણના કેફમાં ચકચૂર મને એ કેફમાંથી જ ગાડનાર એ મહાજોગી હતા. અરે ! મેં સાંભળ્યું છે કે એ મહાજોગીને આ નગરે ભૂંડા હાલે દેશવટો દીધો ! હું બહાર હતી; જો અહીં હોત તો આવું બનવા ન દેત.'
- “બહેન, એ તો આભ ફાટ્યું હતું ત્યાં થીંગડાં આપણાથી ન દેવાય.’ સરસ્વતી બોલી.
‘સરસ્વતીબહેન ! આવાં વિલાસી નગરોમાં ગણિકા રાજા હોય છે. મારી એક હાકલે હજારો મરદો મરવા તૈયાર થાત, પણ ચાલો, મોડે મોડે પણ થોડું ગુરુઋણ અદા કરી શકી, એનો મને આનંદ છે.' અલકા આનંદથી વાત કરતી હતી.
પછી બંનેએ મળીને અલકાને પલંગ પર સુવાડી, એની થોડી શુશ્રુષા કરી, અને સુનયનાની ખબર લેવા ગયાં. સુનયના નિચેતન પડી હતી. એનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. દાસી મધુરી ત્યાં હતી.
અંબુજાએ પૂછયું, ‘સુનયના કેમ મરી ગઈ ? તમે કંઈ ન કર્યું ?”
મધુરી બોલી, ‘સુનયનાએ જ અમને રોક્યાં. એ બોલ્યાં કે અંબુજાને કહેજો કે સુનયનાનો ઉદ્ધાર થઈ ગયો ! એ નિહાલ થઈ ગઈ !'
ઓહ ! પતિતા છતાં કેવી પવિત્ર ! અરે, આ રાજ મહેલોએ જ આવા સારા આત્માઓને પતિત સર્યા છે. આ ઊંચા ને રંગીન મહેલો નષ્ટ થવા જોઈએ.’
અંબુજાએ હૃદયનો ઊભરો ઠાલવ્યો. મધુરીએ કહ્યું, ‘મહારાજ દર્પણસેન જતા જતા કહેતા ગયા છે કે મધુરી ! આ પ્રાસાદમાંથી એક પણ પ્રાણી બહાર ન જાય, એનું બરાબર ધ્યાન રાખજે, ટૂંક સમયમાં જ એ અગ્નિદેવને હવાલે કરીશ. પછી દેખવું નહિ ને દાઝવું નહિ.”
‘આ પ્રાસાદે ભાઈને પ્રથમ વખત પરાજય આપ્યો છે, એટલે હવે તો એનો અગ્નિદાહ જ યોગ્ય લેખાશે.' અંબુજા બોલી.
સાગરનાં અતલ પાણી ક્ષિતિજ સુધી પથરાયેલાં પડ્યાં હતાં. નાની નાની નૌકાઓ સવારના સૂર્યમાં સોનેરી સંઢ ડોલાવતી ઝૂમી રહી હતી. લાંબી ખેપનાં વહાણો હમણાં જ લાંગર્યાં હતાં, ને મુસાફરો ઊતરીને હજી નગર તરફ જઈ રહ્યાં હતાં.
સાગરના કાંઠે સાર્થવાહો પોઠો લઈને પડ્યા હતા. એ વહાણના માલિકો સાથે માલની ખેપ વિશે ગડમથલ કરી રહ્યા હતા, કવિઓ અને ચિતારાઓ મુસાફરો પાસેથી દેશ-દેશની નવી નવી વાતો અને નવા નવા ચહેરા ખોજવામાં મશગૂલ હતો.
દરિયાકાંઠે સહુના જુદા જુદા ડાયરા હતા. એક કવિ કોઈ વહાણવટી પાસેથી દૂર દૂરની લોકવાર્તા મેળવવામાં મશગૂલ હતો, તો ચિતારાઓ નાવિકો સાથે એ દેશની સુંદરીઓની છબીઓના સોદા કરી રહ્યા હતા.
એક દેશના તત્ત્વજ્ઞાનની બીજા દેશના તત્ત્વજ્ઞાન સાથે પણ આ રીતે આપલે થતી. આમ વેપાર સાથે બીજી વાતોના પણ વિનિમય થતા. આ પ્રવાસમાં આર્થિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક વિનિમય પણે ચાલતા.
સૂર્ય ધીરે ધીરે તપતો જતો હતો. આ વખતે એક પ્રવાસી જાણે એને કોઈ કામ કે ઉતાવળ ન હોય એમ, આમથી તેમ દરિયાકાંઠે રખડતો હતો. કોઈ ઊંડી વાતની ખોજ માં હોય તેવો એની મુદ્રા પર ભાવ હતો.
એ ઘડીમાં દરિયાના અનંત પટ પર દૃષ્ટિ વેરતો, ઘડીમાં શૂન્ય આકાશ તરફ નીરખી રહેતો. ઘડીભર જતાં-આવતાં પરદેશીઓને નિહાળી રહેતો.
આ વખતે દરિયાકાંઠે એક વિરામસ્થાનમાં બે માણસ બેઠાં હતાં : એક સ્ત્રી હતી, એક પુરુષ હતો.
268 D લોખંડી ખાખનાં ફૂલ