________________
એકનું નામ દમનક અને બીજાનું નામ કરટક હતું. - આ બંનેને કોઈ અપરાધ માટે સિંહે અધિકારભ્રષ્ટ કર્યા હતા. તેઓ તકનો લાભ કઈ રીતે લેવો તેનો વિચાર કરવા લાગ્યા.
દમનકે કરટકને કહ્યું, ‘હે ભદ્ર કરતક ! જરા નિહાળ તો ખરો, આખા વનનો સ્વામી પિંગલક સિંહ યમુનાકિનારે જતાં ડરે છે. તરસ લાગી છે. સામે પાણી છે, પણ તરસ્યો વડના ઝાડ નીચે બેઠો છે. એનું મોં પડી ગયેલું નથી લાગતું ?*
કરટકે કહ્યું, ‘આપણે એની શી પંચાત ? પોતાનું કામ ન હોય એમાં કદી માથું ન મારવું. સિંહે કરેલો શિકાર આપણી પાસે છે. ખાઓ, પીઓ અને મોજ કરો ને!'
દમનક બોલ્યો, ‘તો આ સંસારમાં તમે બધાં કામ માત્ર પેટ ભરવા જ કરો છો
કાં ?'
‘નહિ તો બીજું શું ?'
‘પેટ તો છાણના કીડા પણ ભરે છે, કરટકભાઈ ! મિત્રોને તારવા માટે ને શત્રુને મારવા માટે ડાહ્યા માણસો રાજાનો આશ્રય લે છે.”
મહાત્મા આટલી વાત કહીને થોભ્યા. એમણે છેલ્લું વાક્ય બે વાર કહ્યું. મઘા ધ્યાનથી સાંભળતી હતી.
મહાત્માએ બૈરૂતને છેલ્લી પંક્તિઓ ફરી સંભળાવવા કહ્યું, મિત્રોને તારવા માટે અને શત્રુઓને મારવા માટે ડાહ્યા માણસો રાજાનો આશ્રય લે છે, બાકી પેટ ભરવા માટે તો પંખીઓ પણ જીવે છે. યાદ રાખો કે વિજ્ઞાન, શૌર્ય, વૈભવ અને આર્યગુણો સાથે પ્રસિદ્ધ થઈને જે એક પળ પણ જીવે છે, જ્ઞાની મહાત્માઓ તેનું જ જીવ્યું પ્રમાણ કહે છે. બાકીના તો બધા માતાનું યૌવન હરનારા કાયરો છે.”
જવાબમાં કરટકે કહ્યું, ‘આપણે હમણાં ક્યાં પ્રધાનપદે છીએ ? પછી આવી નાહકની ખટપટથી શું લાભ ? રાજાની આગળ તો વગર બોલાવ્યા જવામાં સાર નથી.’
દમનકે કહ્યું, ‘ભાઈ ! તારી મોટી ભૂલ થાય છે. પ્રધાન હોવા છતાં જે રાજાની સેવા કરે છે તે પ્રધાન થાય છે. અને જે પ્રધાન હોવા છતાં સેવાથી દૂર રહે છે, એ છેવટે પદવિહીન બને છે. રાજાઓ, લતાઓ અને સ્ત્રીઓ, એ ત્રણે જણાં હંમેશાં જે એમની પાસે હોય એને જ વીંટળાય છે, પછી ભલે તે મૂર્ખ, કુશીલ કે વિદ્યાવિહીન હોય.'
‘એટલે કે ડાહ્યાભાઈ ! આપણે રાજાને ભજવા એમ જ ને ?” કટકે કહ્યું.
દમનકે કહ્યું, ‘અવશ્ય, ઘેલાભાઈ !વિઘાવાન, મહેચ્છાવાન, કલાવાન, પરાક્રમી અને સેવાવૃત્તિવાળા માણસ માટે રાજા સિવાય બીજો સમર્થ આશ્રય નથી. જેઓ
288 લોખંડી ખાખનાં ફૂલ
બીકથી કે સંકોચથી રાજાના આશ્રયથી દૂર રહે છે, તેઓ મરણપર્યંત ભિક્ષુક જ રહે છે !”
કરટકે શંકા ઉઠાવતાં કહ્યું, ‘રાજાઓ દુરાત્મા અને દુરારાધ્ય હોય છે, એ જાણો છો ?”
દમનકે કહ્યું, ‘આમ કહીને આપણી હીનતા, દીનતા ને જડતા જ તમે પ્રગટ કરો છો. જો વાઘ, સર્પ ને હાથી જેવાં જંગલી જનાવરો પ્રયત્નથી વશ થઈ શકે છે તો રાજા કેમ વશ થઈ શકે નહિ ? જેમ મલયાચલ સિવાય ચંદન નથી એમ રાજસેવા વિના સંપત્તિ નથી.’
કરટકે કહ્યું, ‘તો તારી શી ઇચ્છા છે ?*
દમનકે કહ્યું, “આપણો સ્વામી સિંહ ભય પામેલો છે. એનો પરિવાર પણ ભયાકુલ છે. આપણે તેઓની પાસે જ ઈએ, વિગતે વાત જાણીએ, અને તેઓના ભય દૂર કરી વિશ્વાસ સંપાદન કરીએ.’
કરટકે કહ્યું, ‘અરે ! એક મહાન સિંહનો ભય આપણે તુચ્છ શિયાળ કેવી રીતે દૂર કરી શકીશું ? શક્તિ કરતાં વધુ ભક્તિનું કામ કરવામાં હંમેશાં જોખમ છે.'
દમનકે કહ્યું, ‘જેની પાસે જ્ઞાન, વિજ્ઞાન ને બુદ્ધિ છે, એ સાચો બળવાન છે. આપણે બુદ્ધિ લડાવીએ તો પિંગળક તો શું, એવા સો સિંહને નમાવી શકીએ. કામ કરવાના છે પ્રકાર છે - સંધિ, વિગ્રહે, યાન, આસન, સંશ્રય અને વૈધીભાવ, આ છે નીતિમાંથી ગમે તે એક નીતિથી યા બે નીતિથી કોઈ પણે કઠિન કામ સિદ્ધ થાય છે. તને ચોખ્ખા શબ્દોમાં કહું છું. રાજ સેવા દ્વારા હું પ્રધાનપદું પાછું મેળવવા ચાહું છું.’
મહાત્માએ કથાની વાત સાથે પોતાના કાર્યની વાતનો તંતુ જોડી દેતાં કહ્યું, ‘મઘા અને બૈરૂત ! સાંભળો, હું જે કામે નીકળ્યો છું, એ માટે પેલા દમનકની જેમ મારે પણ તમારા શાહને મળવું જરૂરી છે, અને વિશ્વાસ સંપાદન કરવો અગત્યનો
‘એવું તે આપને શું કામ છે ?' મઘાએ પ્રશ્ન કર્યો.
‘જખમ ઊંડો છે.' આટલું બોલતાં બોલતાં તો પહાડ જેવા ઊંચા મહાત્મા નાના નબળા વૃક્ષની જેમ નમી ગયા.
‘એ જખમ પર હું મલમપટ્ટી કરીશ.” મથાએ કહ્યું.
‘મુશ્કેલ છે મઘા !' મહાત્માનું મોં આથમતા સૂરજ જેવું લાલચોળ બની ગયું હતું. | ‘વાત શું છે ? કંઈક કહો તો ખરા.’ મથા મહાત્માના જખમ જાણવા આતુર થઈ રહી,
મહાત્માએ કહેલી નીતિવર્તા 289.