________________
રણભેરીના નાદથી આખું રણક્ષેત્ર ગુંજી ઊઠે, એમ કાલકના ઉગ્ર અવાજથી રાજ મહેલ ધણધણી ઊઠડ્યો.
સ્વામી ! આ તો અમારો ધંધો છે. એક વૃદ્ધ છબીકારે કુમારને શાંત કરવા
| ‘લાકડે માંકડું જોડવાનો ? બલકે માંકડાને દારૂ પાવાનો ? એક તો અમારા હાથમાં સત્તા છે, અમારા હાથમાં ધન છે, શરીરમાં યૌવન છે : એ વખતે તમે આવું લઈને આવો તો અમારું શું થાય ? મરકટને મદિરા પિવરાવો, પછી મન-માંકડું કેટલું નાચે ? કેટલાં છાપરાં તોડે ?'
‘તે રાજ કુમાર ! આ વખતે અમે ન આવીએ તો શું આપ વયોવૃદ્ધ થાઓ ત્યારે આવીએ ? ઉંમરની વાત ઉંમરે જ થાય. આપ બાળક હોત તો રમકડાં લઈને રમાડવા આવત. આપ તરુણ છો તો તરુણીનાં ચિત્ર લઈને આવ્યા. હવે આપ વાનપ્રસ્થ થશો ત્યારે...’ વૃદ્ધ છબીકારે કુમારને એના જ શબ્દોમાં પકડ્યો.
કાલકને છબીકારની વાત વાજબી લાગી. એ ધીરો પડ્યો ને બોલ્યો :
‘પણ એક સામાન્ય રાજ કુમાર પાસે તમે આટલો બધો દારૂ લઈને આવો... એ કેમ જીરવી શકે ? આ સૌદર્યના ખડક પર જ એનું નાવ ભાંગીને ભુક્કો ન થઈ જાય ?'
| ‘તે સ્વામિન્ ! પછી રાજ કુળમાં જન્મ શા કામનો ? સત્તા છે, ધન છે, યૌવન છે, તો સૌંદર્ય તો હોવું જ ઘટે. અમે અમારો અનુભવ કહીએ છીએ. આજે પ્રત્યેક રાજા પાસે ત્રણ પ્રકારની સુંદરીઓ છે. પાંચ-પંદર ચૂંટીને પરણેલી સ્વકીયા, કેટલીક પરણ્યા પછી પસંદ કરેલી કોઈની સ્ત્રી-એનું નામ પરકીયા, અને છેલ્લી સાધારણ ગણિકા, નર્તિકા વેશ્યા વગેરે-સામાન્યા ! જેમ રાજા શક્તિસંપન્ન એમ સંખ્યા વધુ. મોટામાં મોટા ચક્રવર્તીને ચોસઠ હજાર સ્ત્રીઓ હોવાનું સાંભળ્યું છે.'
| ‘અરે ! આ તો શરમજનક બીના છે.' કાલકે ફરી ગુસ્સામાં આવી હાથ પછાડ્યા. ‘રાજાને તમે જગતનો શ્રેષ્ઠ પુરુષ માનો છો ને અહીં તો પશુથી પણ એ હીન દેખાય છે. વિલાસ-વિકારનો ઉકરડો એનું નામ શું રાજા ? પદ મોટું એમ શું ગુણ મોટા નહિ ?”
| ‘અધિક સ્ત્રીઓ એ તો એક રાજા માટે અણનમ પુરુષત્વની અને શોભાની વાત લેખાય છે.” વડા છબી કારે કહ્યું.
મને આ શોભા પર તિરસ્કાર છે, આ પુરુષત્વ માટે ખેદ છે. જાઓ, તમને સહુને ઇનામ આપીશ, પણ બહાર જઈને જાહેર કરો કે કાલક પશુ નથી, એને લગ્નમાં રુચિ રહી નથી, એ પરણવા માગતો નથી.’
98 p લોખંડી ખાખનાં ફૂલ
‘રાજ કુમાર ન પરણે એ ન ચાલે. કાલે આપ ગાદી પર આવશો. ગાદિપતિ અવિવાહિત અમે સાંભળ્યો નથી. વારસદારનો કંઈ વિચાર કરવો જ રહ્યો.” વડા છબીકારે કાલકને સરળ સ્વભાવનો સમજી ઉપદેશ આપવા માંડ્યો.
‘હું ગાદી તજી દઈશ.’ કાલ કે સહજ રીતે જવાબ આપ્યો. ‘શું આપ સાધુ થઈ જશો ?' સામેથી પ્રશ્ન થયો.
કાલક આવેશમાં હતો. ‘આ રીતે મનને મરકટ બનાવી, એને રોજ અસુરનું જીવન જીવવા પ્રેરવું એ કરતાં સાધુ થવું શું ખોટું છે ? રે, મારે જનકુળોમાં ને રાજકુળોમાં ચાલી ગયેલી માનવતા સ્થાપવી છે ! રાજાની ફરજો કેટલી મહાન અને જીવન કેટલું હીન ! હું સાધુ થઈશ.'
કોને સાધુ થવું છે ?’ સરસ્વતીએ વચ્ચે પ્રવેશ કરતાં કહ્યું. કાલકનો ઉતાવળો અવાજ સાંભળીને એ દોડી આવી હતી.
‘મનને વ્યગ્ર બનાવી મૂકે એવી ઘટનાઓ પર ઘટનાઓ ! શત્રુને જોઈ યોદ્ધો રણક્ષેત્ર તરફ ધસી જાય-એમ હું આ પાપોને જોઈ ધર્મક્ષેત્ર તરફ ધસી જવા માગું છું. મારે સાધુ થવું છે. જગતમાં કેવા કેવા અનાચાર પ્રસરી ચૂક્યા છે અને લોક કેવાં એમાં ગળાબૂડ ડૂળ્યાં છે ? મને કોઈ પોકારી પોકારીને કહી રહ્યું છે, કાલક ! સર્વસ્વ ફના કર , સાધુ થા ! સંસારનો ઉદ્ધાર કર.' કાલકે જોરથી સરસ્વતીને પ્રત્યુત્તર આપ્યો.
| ‘સાધુ થશે કોઈ ! મારો ભાઈ નહિ ! જગત તો એનાદિકાળથી આવું ને આવું છે. પૃથ્વી પર કાંટા પડ્યા છે , તો શું આખી પૃથ્વી પર ચામડું જ ડશો ? આપણે પગમાં જોડા પહેર્યા એટલે ભયો ભયો.” સરસ્વતી બોલી, અને છબીકારો તરફ ફરતાં કહ્યું : ‘લાવો છબીઓ ! હું પસંદ કરીશ મારી ભાભી !'
છબીકારો છબીઓ લઈને હોંશભર્યા આગળ આવ્યા, ત્યાં તો કુમાર એકદમ આગળ વધ્યો ને છબીકાર તથા સરસ્વતી વચ્ચે ઊભો રહીને બોલ્યો :
“બહેન ! તારા જેવી સુશીલ કુમારીએ આ છબીઓ ન જોવી જોઈએ. શું નગ્ન છબી તું પસંદ કરીશ ?”
‘આમાં નગ્ન છબીઓ છે, સરસ્વતી ! પેલા ખીણવાળા સાધુએ આપણને કહ્યું હતું-આત્મવત્ સર્વભૂતેષુ-પોતાની સમાન સર્વ પ્રાણી માનવાં. શું તારી આવી રીતે ચીતરેલી છબી હું જોઈ શકે ?”
ના.” સરસ્વતીથી એકાએક બોલાઈ ગયું. શું તારા લગ્ન માટે મારે છબીકારોને આવી છબીઓ દોરવા માટે નોતરવા ?”
મર કટ અને મદિરા D 99