________________
કાલકની બહેનનું નામ સરસ્વતી હતું. દર્પણની બહેનનું નામ અંબુજા હતું.
કાલક સીધા સ્વભાવનો શીળો યુવક હતો. દર્પણ એના કરતાં વધુ બાહોશ અને તેજસ્વી લાગતો. પહેલી નજરે દર્પણ સહુને આંજી નાખતો. જ્યારે કાલક બહુ દેખાવ કરવામાં ન માનતો. એ પ્રથમ દર્શને ઠંડો લાગતો.
ગમે તેવા મોટા દીવાની નીચે જેમ નાનું એવું પણ અંધારું રહે છે, એમ રાજ કુમાર દર્પણની સાધનાની આ અન્તિમ કસોટી માટે એક અપવાદ બોલતો હતો. કુશળ દર્પણે મહાચક્રરાત્રિ પ્રસંગે પોતાની બહેન અંબુજાને જ પર્યકશાયિની બનાવી હતી, અને એ રીતે વિકારથી પોતાનું રક્ષણ કર્યું હતું !
પણ ભલા, મનથી જગતને માપનાર મહાગુરુ મહામઘથી કોઈ વાત ક્યારે પણ અજાણી રહી છે, કે આજે રહેશે ?
આ વિદ્યાર્થી સાધકે સ્વર્ગના નિવાસીઓ સાથે અને પાતાળનાં પડોશીઓ સાથે સંપર્ક સાધી શકતો. બસ, મહામાનસી વિદ્યાનો ક્રમ અહીં અંતિમ શ્રેણીએ પહોંચતો અને ઘણાખરા વિદાય લઈ જતા. મહાગુરુ પણ તેઓને આગળ માટે આગ્રહ ન કરતા. પણ જાણકારો જાણતા હતા કે હજી સોપાન શ્રેણીની એક રહસ્ય-સાધના બાકી હતી. અલબત્ત, આમાં હરકોઈને પ્રવેશ ન મળતો. એમાં ખાસ પસંદ કરેલાં સાધક-સાધિકાઓ પ્રવેશ પામતાં ને તેમને પણ એક મહાપરીક્ષા આપવી પડતી. આ સાધકો માટે એક મહાચ ક્રરાત્રિ આવતી. દરેક સાધક માટે એ અગ્નિપરીક્ષા જેવી નીવડતી.
આ મહાચક્રમાં ફરી સરખી વયનાં, સૌષ્ઠવભર્યા ને સુંદર યુવાન-યુવતીઓ એકત્ર થતાં.
ગુપ્તતા એ આ સાધનાનો મૂળ મંત્ર હતો. જીવના ભોગે જ એ ગુપ્તતા ભેદી શકાતી, એટલે એ સંબંધી નિશ્ચિત રૂપે કંઈ કહેવું મુશ્કેલ હતું. પણ લોકવદત્તી એવી હતી કે એ મહાચક્રરાત્રિએ યુવક-યુવતી નાચ કરતાં, સોમરસ પીતાં ને એકબીજાનાં ચિત્તને ગમે તેવાં યુવક-યુવતીનાં જોડકાં રચતાં. વિલાસ, વિષય અને વિકારને સામેથી આમંત્રણ આપવામાં આવતું.
મધરાત પછી આ યુગલો નગ્ન દેહે એક પથારીમાં સૂતાં, ને ત્યારે મહાગુરુ મહામઘે પોતાની કુટી બંધ કરી, સમાધિ ચઢાવીને બેસતા.
સાધક યુગલનું એક રૂવું પણ વિકાર કે વાસનાથી કંપે તો મહાગુરુને તરત એનો ભાસ થઈ જતો અને બીજા દિવસે એ યુગલને આશ્રમમાંથી જાકારો મળતો ! વિકારના તમામ હેતુઓ હોય, છતાં જેમાં વિકૃતિ ન જાગે, એ સાચી સાધકની સિદ્ધિ! સ્વર્ગની રંભા પણ એનું રૂંવાડું ફરકાવી ન શકે.
આ અંતિમ સોપાન શ્રેણીના મહાસાધકોમાં બે સાધકોએ સહુનું ધ્યાન સવિશેષ ખેંચ્યું હતું. એ બન્ને રાજ કુમારો હતા અને પોતાની આ સાધનામાં એ પૂરેપૂરા સફળ નીવડ્યા હતા.
એક હતો મગધનો ધારાવાસનો રાજ કુમાર કાલક અને બીજો હતો ઉજ્જૈનનો રાજપુત્ર દર્પણ !
માનવભાવની સાર્થકતા જેવા નયનસુંદર ને ચારિત્ર સુંદર આ બે કુમારો હતા. ગુરુદેવે આ બંને કુમારોની સાધકતા જોઈને બંનેની બહેનોને ઉત્તરસાધક તરીકે સાથે રહેવાની અનુજ્ઞા આપી હતી.
આ બન્ને રાજપુત્રો જેવા રૂપના અવતાર ને શક્તિના ભંડાર હતા, તેવી જ રૂપવાદળી ને શક્તિમૈયા જેવી એ બન્નેની ભગિનીઓ હતી.
8 લોખંડી ખાખનાં ફૂલ
મહાગુરનો આશ્રમ 1 9.