________________
આશ્રમની વિશિષ્ટ વ્યક્તિઓ
માનસ વિદ્યાના પારગામી મહાગુરુ મહામધે આજ પ્રાતઃકાળમાં જ પોતાના બે વહાલા શિષ્યોને સિદ્ધ કુટીમાંથી માનસ સંદેશ દ્વારા પોતાની સમક્ષ નિમંત્ર્યા હતા.
શિષ્યો સિદ્ધ કુટીમાં નહોતા. તેઓ થોડે દૂર પોતાની મદદનીશ બહેનોને પોતાની વિદ્યા બતાવવામાં મગ્ન હતા. રાજ કુમાર કાલકે કમળબીજ વાવીને એક ઘટિકામાં કમળ ઉગાડવાનો પ્રયોગ કરતો હતો, જ્યારે રાજ કુમાર દર્પણ એક ઘટિકામાં આંબો ઉગાડી બે ઘટિકામાં પોતાની બહેન અંબુજાને આમ્રફળ ખવરાવવાની પ્રતિજ્ઞા કરી બેઠો હતો.
બંને જણા પોતપોતાની કળા દર્શાવવામાં મગ્ન હતા. બંને કુમારિકાઓ ખૂબ જ તત્પરતાથી એ નિહાળી રહી હતી. સરસ્વતી કહેતી કે કમળ મારા અંબોડામાં શોભશે. અંબુજા કહેતી કે શોભાથી કંઈ પેટ ભરાય છે ! અમે તો મીઠાં મીઠાં આમ્રફળ ચૂસીશું. આ પછી બંને વચ્ચે સુવાસ સારી કે ભોજન શ્રેષ્ઠ એની ચર્ચા ચાલી રહી હતી.
ગુરુનો માનસ સંદેશ બંનેને અહીં સંભળાયો. કાલક ઊભો થયો, એણે જવાની તૈયારી કરી, ત્યારે દર્પણ કહ્યું :
| ‘હમણાં જઈએ છીએ. જે કામ લીધું તે પૂરું કર્યું છૂટકો કરવો, એ મહાગુરુનું પ્રથમ શિક્ષાસૂત્ર છે.’
‘ગુરુના શિક્ષાસૂત્ર કરતાં ગુરુ પોતે મહાન છે.' કાલકે સામો જવાબ વાળ્યો, ‘ગુરુ પોતે બોલાવતા હોય ત્યારે ગમે તે કામ હોય, પણ તે અડધે રાખીને જવું જોઈએ.’ કાલકે વધુમાં કહ્યું, પણ દર્પણ તો પોતાના કામમાં મશગૂલ હતો. સિદ્ધ શ્રેણીમાં આવ્યા પછી એ ગુરુની હાજરીમાં વારંવાર જવું પસંદ કરતો નહિ. એણે
‘ગુરુજીને અંતશ્ચિત્રથી સંદેશો મોકલું છું કે અમે અહીં બેસીને આપના આદેશનું જ પાલન કરી રહ્યા છીએ. કાર્ય પૂર્ણ થયે ત્વરાથી આવીએ છીએ.’
‘ભાઈ, તું ગુરુનો લાડકવાયો છે, એટલે તને બધું ચાલે. વળી ઋષિ-સંસ્કૃતિના તો જીવ તમે નહિ ને ? અમારી ગળથુથીમાં જ એમને તો પાવામાં આવ્યું છે કે ‘ગુરૂર્બહ્મા, ગુરુર્વિષ્ણુ !' કાલકે કહ્યું, છેલ્લા શબ્દોમાં થોડી ટકોર હતી.
ટકોર માર્મિક હતી અને એ જઈને દર્પણના મર્મભાગમાં તીરની જેમ વાગી. દર્પણ અત્યાર સુધી નીચું મસ્તક રાખીને કામ કરતો હતો. એણે એકદમ મસ્તક ઊંચું કર્યું ને પ્રતિવાદની તૈયારી કરતો હોય તેમ હળવે હાથે રેશમી જુલફાંને સમાય.
- દર્પણ ખરેખર નયનસુંદર યુવાન હતો. એની મુખમુદ્રા મનોહર અને તેજસ્વી હતી. દેહયષ્ટિ સામાન્ય રીતે ભારતીય ક્ષત્રિયોમાં ન મળે તેવી પ્રચંડ અને કદાવર હતી. શરીરનો વર્ણ પણ અતિ ગોરો હતો. આંખો ભૂરી હતી. મોંની ફાડ જરા મોટી હતી. જડબાં ઊપસેલાં હતાં.
દર્પણે દેહ પર વ્યાઘચર્મ વીંટડ્યું હતું ને કેડે સુંદર ચીનાંશુક(રમેશ)નો લંગોટ બાંધ્યો હતો. ગુરુ તામ્ર, કાષ્ઠ ને સૂતરની લંગોટપરીક્ષામાંથી પસાર થયેલાને ચીનાંશુકનો લંગોટ પહેરવાની અનુજ્ઞા આપતા.
દર્પણ ચીનાંશુકનો લંગોટ ધારણ કરતો, એનો એને ગર્વ હતો. એ સુવર્ણની યજ્ઞોપવીત રાખતો. રાજ કુમાર તરીકેના એના વૈભવનું એ ચિહ્ન હતું.
| શિખા માટે મહાગુરુ મહામઘ વિરોધ કરતા. અન્ય આશ્રમોમાં શિખા અનિવાર્ય લેખાતી. અહીં પ્રવેશદ્વાર પર જ મહાગુરુ મહામથ પોતાના હાથે શિખા દૂર કરતા. એ કહેતા,
માનસ વિદ્યાના ઉપાસકનું બ્રહ્મરંધ્ર ખુલ્લું હોવું જોઈએ, શિખા એમાં વિઘ્ન કરે
પોતાનું મોટું સુંવાળી કેશવાળીવાળું મસ્તક હલાવતો દર્પણ બોલ્યો :
‘કાલક ! સિદ્ધકુટીમાં આવ્યો, પણ તારી વિચાર-શુદ્ધિ ન થઈ. આ કૂતરું આ બોડનું અને આ રીંછ આ ગુફાનું એમાંથી તમે લોકો ઊંચા જ ન આવ્યા અને એમાં જ પરદેશીઓ ફાવી ગયા. તું ઋષિકુળનું સંતાન અને અમે એષિકુળના ! મિથ્યા ગર્વની આ તુચ્છ ભાવના તારામાં હજી ભરી પડી છે એ જાણી મને ઘણું દુ:ખ થાય છે. આજ સુધી માનસ વિદ્યાની ધૂનમાં મેં તારી આ વાતનો રદિયો આપ્યો નહોતો. આજે આપું છું. સાંભળ !'
આશ્રમની વિશિષ્ટ વ્યક્તિઓ 1 1