________________
થંભી ગયું. પણ બરાબર એ જ ટાણે સિંહનાદ સંભળાયો ! ચિરપરિચિત સિંહનાદ! - ઓહ ! આ તો આર્યગુરુ કાલકનો અવાજ ! ગુરુ કાલક આવ્યા ! રાજાને પાપનું પ્રાયશ્ચિત્ત કરાવવા આવ્યા. ધન્ય ગુરુ ! પ્રજા એકદમ જૂની યાદ કરી રહી. એ પળવારમાં ગુરુની બની ગઈ. યુદ્ધ આપવાનો એનો આતશ ઠંડો પડી ગયો.
સાવજોનું આખું ટોળું જાણે ગજ શિકાર માટે ધસી આવ્યું ન હોય, એવો નાદ ગાજી રહ્યો.
કેવો ભયંકર નાદ ! માણસ તો શું, હાથીનાંય હાડ ગાળી નાખે તેવો ભયંકર નાદ !
સુવિદ્યા ખરે વખતે કામ લાગે, દુષ્ટ વિદ્યા ખર વખતે ખોટ ખવરાવે ! હાથી પાછા હઠ્યા, પાછા વળ્યા.
અને હાથીઓની ઓથ લઈને થોડોઘણો સામનો કરી રહેલા સૈન્યનો ભાગ પણ આથી પાછો હઠ્યો, ગાંડા હાથીઓએ એમના પર મોરચો લીધો.
અને દુશ્મનદળે નગરમાં પ્રવેશ કર્યો, જયગર્જનાઓથી આકાશને ભરી દીધું. આ જયગર્જનાએ ઉજ્જૈનીના સૈનિકોની તાકાત તોડી નાખી.
પેલો મંત્રધર પુરુષ ખરે વખતે હાર્યો. એ પાછો હઠ્યો, પાછો હઠીને એક ગલીમાં ભરાયો અને દોડતો રાજમહેલમાં પ્રવેશી ગયો. યુદ્ધ આપતાં પહેલાં એને તનની અને મનની થોડી સારવારની જરૂર હતી. એની બધી ધારણાઓ આજે ખોટી પડતી હતી.
એ પુરુષે રાજમહેલના દરવાજા બંધ કરાવ્યા, સહુને સાવધ થઈ જવા સૂચના કરી. પણ બધે મંત્રધર દર્પણસેનની મંત્રવિદ્યા નિષ્ફળ ગયાના સમાચાર નિરાશા અને નાહિંમત પ્રસરાવી દીધાં હતાં.
અંતઃપુરમાં આગ ચાંપી દો !' દર્પણસને ભયંકર અવાજે કહ્યું, ‘અને કોટની ખાઈમાં અગ્નિ પ્રગટાવો. ભલે અંદર આવેલા પતંગિયાં અંદર જ બળીને ભસ્મ થઈ જાય !”
સેનાપતિએ આ હુકમને ઝીલી લીધ, સેવકોને આગ ચાંપવાનાં સાધનો લાવવાની આજ્ઞા કરી.
અંતઃપુરને આગ લગાડી નહિ શકાય.” એકાએક કોઈ આગળ ધસી આવ્યું ને બોલ્યું.
અરે મા ! તું ?’ સેનાપતિ બોલ્યો.
‘હા. હું મઘા ! બહાદુર માણસો સ્ત્રીઓ તરફ સન્માન રાખે, નિર્દોષ અંતઃપુરને બાળવાથી શું?” મઘાએ કહ્યું.
458 લોખંડી ખાખનાં ફૂલ
મઘા ! એ અંતઃપુર હવે નકામું થશે. આપણે નવું રચીશું.’ સેનાપતિએ કહ્યું. ‘નિર્દોષને રંજાડી તારો મુગટ કલંકિત ન કર !' મઘાએ કહ્યું.
કોનો મુગટ ? કોણ મુગટધારી છે ? આ શી વાત ચાલે છે ?' રાજા દર્પણસેને એકદમ વચ્ચે ધસી આવ્યો. એનો ચહેરો, વેશ બધું ભયંકર બન્યું હતું. એની સામે જોવું એ પણ અત્યારે કસોટી હતી.
“મુગટધારી !' સેનાપતિએ આંખ અને સ્વર બદલીને કહ્યું, ‘રાજા ! તારાં પાપ ભરાઈ ગયાં. તારા જુલમે હદ કરી. તારી વિદ્યા નિષ્ફળ ગઈ. હવે તને સિંહાસન પર બેસવાનો કોઈ હક નથી !'
‘અરે નિમકહરામ ! મારી બિલાડી અને મને જ મ્યાઉં ? સિપાઈઓ ! એ વિશ્વાસઘાતીને કેદ કરો, અંતઃપુરને હું પોતે આગ લગાડીશ. મારો શત્રુ કાલકે જીતશે તોય હારી ગયાની વેદના જ એના નસીબમાં રહેશે !' દર્પણ ભયંકર રીતે હસ્યો.
સૈનિકો ધસ્યા. સેનાપતિને કેદ કરવા માંડ્યો. સેનાપતિના અને રાજાના સૈનિકો વચ્ચે નાનું સરખું યુદ્ધ ખેલાઈ ગયું, પણ આખરે સેનાપતિનું શાણપણ દર્પણસનની સત્તા પાસે નકામું નીવડ્યું. એ કેદ થઈ ગયો ! પછી રાજા દર્પણર્સન અંતઃપુર તરફ આગળ ધસ્યો.
પણ એ થોડો આગળ વધ્યો હશે કે કોઈ આવીને આડું ઊભું રહ્યું. બોલ્યું, ખબરદાર ! એક ડગલું પણ આગળ વધીશ નહીં.” ‘તું કોણ ?”
‘હું મઘા. આર્ય કાલકની શિષ્યા. રાજા, કહું છું કે તારા પાપનો ઘડો હવે વધુ ન છલકાવ !'
- ‘દૂર હઠ ઓ છોકરી ! સુંદરી સાથે તો સેજ માં વાતો હોય, સમરાંગણમાં નહિ.” એ દર્પણસને મઘાને ધક્કો માર્યો.
પણ મઘા એમ ડગે એવી નહોતી.
એણે હિંમતભેર એને ત્યાં અટકાવી દીધો. પણ રાજાના સેવકોમાંથી એક જણાએ મઘાને તીરથી વીંધી નાખી.
‘રે ! ગુપ્તચર છે આ સુંદરી !' રાજાએ કહ્યું, ‘એને અંતઃપુરના થાંભલા સાથે બાંધી દો. ભલે એ પણ જીવતી ખાખ થાય.'
કોણ ખાખ થશે ?”ને જયગર્જનાઓ સાથે શકસૈનિકો પૂરા ઝનૂનથી અંદર ધસી આવ્યા. તેઓ ઠેરઠેર રક્તપાત કરતા આવતા હતા. એમનું ઝનૂન અપૂર્વ હતું. તેઓ જીત યા મોતના નિશ્ચય સાથે આવ્યા હતા.
ધર્મક્ષેત્ર-કુરુક્ષેત્ર D 459