________________
હું તો રહીશ. જીવન આવે કે મૃત્યુ.”
આ પ્રમાણે વાત સાંભળી અગમચેતી અને સમયસુચક બંને મત્સ્યો પોતાના પરિવાર સાથે એ જળાશય છોડી બીજા જળાશયમાં ચાલ્યાં ગયાં.
પ્રભાતે વહેલા વહેલા માછીમારો ત્યાં આવ્યા ને ભવિષ્યને વીંધીને પકડીને લઈ ગયા અને સાથે તમામ બાકી રહેલા મત્સ્યોને પણ પકડતા ગયા અને જળાશય મત્સ્ય વિહોણું બની ગયું.
મહાત્માએ વાત પૂરી કરી. એનો સાર કહેતાં કહ્યું, ‘શકરાજ ! અત્યારે તમારી સ્થિતિ પણ આ મત્સ્યોના જેવી છે. શું કરવું તેનો નિર્ણય તમારે કરવાનો રહે છે.'
એક તરફ કાળા અસવારની ધાક અને બીજી બાજુ મહાત્માની અગમચેતીની અને જીવ બચાવવા દેશનો ત્યાગ કરવાની વાતે-બે વચ્ચે શકરાજ અને એના સાથીઓનું ચિત્ત ઝોલાં ખાઈ રહ્યું. શું કરવું એનો આખરી નિર્ણય કરવાનું કામ મુશ્કેલ હતું.
47
આખરી નિર્ણય
શકરાજ પોતાના રાજપ્રાસાદની અટારીએ વિચારમગ્ન બનીને ખડા છે. સમય બહુ ઓછો છે, અને બહુ ભારે નિર્ણય લેવાનો છે. કાં તો મોત કાં જીવન; એનો ફેંસલો થવાની ઘડીઓ ગણાય છે. મહાત્મા નકલંક પણ સાથે છે.
શકરાજ પોતાના અલકાપુરીસમા મનોહર મીનનગરને ધારી ધારીને નીરખી રહ્યા છે. એમની દૃષ્ટિ દૂર દૂર સુધી ફરી રહી છે, એમનું અંતર વિચારી રહ્યું છે.
‘કેવું સુંદર નગર ! ઓહ, અંતરના સ્નેહ સાથે બંધાયેલી આ દુનિયા અંતરની સાથે જ છૂટે ! આ રાજમાર્ગો, જ્યાં મારા પિતામહોએ પગલાં પાડ્યાં છે, આ દેવમંદિરો, જ્યાં એમણે અને અમે નિત્ય પ્રાર્થનાઓ કરી છે. આ ઉદ્યાનો, આ મહાલયો, જ્યાં તેઓ અને અમે અમારી ઊગતી વયમાં પ્રેયસીઓ સાથે ભમ્યા છીએ. અને આ સિંહાસન જ્યાંથી પ્રજાને અમારા પૂર્વજોએ અને અમે શીલ, સદાચાર ને સ્વદેશપ્રેમના પાઠ પઢાવ્યા છે. શું એ બધું છોડવાનું ?”
શકરાજે ભારે હૈયે મહાત્માને કહ્યું,
‘આપે અગમચેતીની સુચક વાર્તાથી મને જે દોરવણી આપી છે, એ મિત્ર, ગુરુ અને હિતકારી વકીલ તરીકેની છે. પણ શું શહેનશાહના દિલમાં મારા ખુલાસાઓ કંઈ અજવાળું નહિ પાડે ? શું મારી ભૂતકાળની સુંદર કારકિર્દી પણ મારા પક્ષમાં નહિ બોલે ?”
મહાત્માએ જવાબમાં કહ્યું,
‘શકરાજ ! આપણે સમાન સુખીદુઃખી છીએ. પોતાના દેશ અને પોતાનાં પ્રિયજનોને છોડવાં એ કેટલીક વાર જીવને ખોળિયું છોડવા જેવું કઠિન કામ છે; પણ નિરુપાયે બધું કરવું પડે છે. મેં પણ એવું જ દુઃખ વેક્યું છે. મેં પણ સમજવા
352 D લોખંડી ખાખનાં ફૂલ