________________
પ્રભુ, અમે બધું સાફ કરી દીધું છે. પધારો ! સિંહાસન શોભાવો ! શત્રુ નામનો માણસ તો શું, પશુ-પંખી કે કીટ પણ શેષ રાખ્યું નથી.’
‘શકરાજ ! હવે મારું કામ પૂરું થયું. મારે માથે જે ઉત્તરદાયિત્વ હતું તે મેં અદા કર્યું. જે બોધપાઠ મારે આપવો હતો, એ મેં આપી દીધો. એક સીતા પાછળ આખી લંકા રોળાણી, એ સત્યયુગની વાત હતી. આજે કલિયુગમાં પણ એક સરસ્વતી પાછળ લંકા જેવી ઉજ્જૈની રોળાણી, એ બોધપાઠ કોઈ ન ભૂલે. તમે પણ ન ભૂલશો. ધર્મો જય, પાપે ક્ષય.’
આર્ય ગુરુ બોલ્યા, હવે તેમને જાણે થાક લાગ્યો હતો. તેઓ થાંભલાને અઢેલીને ઊભા ને આગળ બોલ્યા, | ‘એક ઘોડેસવાર સ્મશાનમાં દોડે. ત્યાં જઈને પીપળા પર મારી પુણ્યની પોટલી છે તે લઈ આવે.'
તરત એક કુશળ શકશાહી દોડ્યો. આર્ય ગુરુ ત્યાં એકત્ર થયેલી મેદનીને સંબોધી રહ્યા.
‘રાજદ્વારમાં મારા જેવા ત્યાગમાર્ગ અને ધર્મમાર્ગના સાધક ભિક્ષુકનો પ્રવેશ ન હોય. મારે તો અધર્મનો ઉચ્છેદ ને ધર્મની સ્થાપના કરવી હતી, એ મારું કામ પૂર્ણ થયું. મારે સંસારને બતાવવું હતું કે ધર્મ જય ને પાપે ક્ષય એ વાત ખોટી નથી ! અહીંના લોકોએ સત્ય કરતાં સ્વદેશને મહત્ત્વ આપ્યું, ખોટું મહત્ત્વ ખોટી રચના કરે. છે. દીકરાના અવગુણ સામે આંખમીંચામણાં કરી દીકરાની દેહ સામે જોયું. વસ્તુ ભાવમાં વર્તે છે. દેવ જેમ મનમાં રહે છે. સત્ય વગરનો આત્મા બિનજરૂરી, તો સત્ય વિનાનો સ્વદેશ નકામો. એ સ્વદેશમાં મેં સત્યની સ્થાપના કરી. મેં શું મેળવ્યું, મેં શું ખોયું એનાં જમા-ઉધાર આજે નહીં કરું. હું ક્ષત્રિય છું. સત્યે મને આજ્ઞા આપી. મારા ધર્મે મને કહ્યું કે તારું બળ સંઘરી રાખીશ નહિ. હું સમરાંગણે ઊતર્યો. સમરાંગણ પૂરું થયું. હવે અહીંની દાભની સળીને પણ અડ્યા વગર મારા માર્ગે ચાલ્યો જાઉં છું. મારે મન સત્યશીલના પાયા પર ઊભેલો ધર્મ પ્રથમ છે. બીજું બધું પછી. ચક્રવર્તીનું રાજ પણ ધર્મ પાસે કંઈ વિસાતમાં નથી. માણસ ચલ છે, ધર્મ અચલ છે, એટલું યાદ રાખશો તો તમારું, દેશનું, વિશ્વનું કલ્યાણ થશે.'
આર્ય ગુરુ આટલું બોલી શાંત રહ્યા. એટલી વારમાં ઘોડેસવાર પોટલી લઈને આવી પહોંચ્યો.
આગળ વધીને પોટલી હાથમાં લેતાં, હૃદયે ચાંપતાં ગુરુ બોલ્યા,
‘ભિખારીને આજ એની જાગીર પાછી મળી ગઈ ઝવેરીને પોતાનાં ખોવાયેલાં રત્નો પાછાં મળે, એમ મારાં રત્નો મને પાછાં મળે છે. આનંદ ! આનંદ!”
એ પછી શકરાજ તરફ જોઈને એ બોલ્યા,
‘શકરાજ , હું વચનથી બંધાયેલો છું. ભારતનું રાજ તમને ભળાવું છું. સગી માથી પુત્રના કાન ન વીંધાય. હંમેશાં પારકી મા કાન વીંધે, એ માટે તમને અહીં તેડી લાવ્યો. આ ધરતીને તમારી માન્યા વિના રાજ કરશો તો ધરતી તમને સંઘરશે નહિ. ધરતીનાં છોરું થજો, ધર્મના સંગી થજો. મળેલી તકને શોભાવજો. જાઓ, સુખપૂર્વક રાજપાટ ભોગવો. ધર્મથી ચાલશો તો ગાદી અમર તપશે. અધર્મથી ચાલશો તો ઉખડી જતાં વાર નહીં લાગે. તમારી સગી નજરે તમે એ બધું જોયું છે. કુદરતનો કાનૂન કોઈની શરમ નહીં રાખે, ધર્મો જય, પાપે ક્ષય. હવે આ સાપ પોતાની કાંચળી ઉતારે છે.”
આર્ય ગુરુએ સૈનિકની વેશભૂષા ઉતારી નાખી. એ ઉત્તરીય ઓઢીને ઊભા રહ્યા. પછી બંદીવાન રાજાને જોઈને બોલ્યા, ‘ગર્વિષ્ઠ રાજા ! તારા કર્મવૃક્ષને હજી તો ફૂલ જ આવ્યાં છે, એને ફળ રૌરવ નરકની વેદના તો બાકી છે. હજી પણ સમજજે અને આત્મકલ્યાણ કરનારું પ્રાયશ્ચિત્ત કરજે. તો તને છોડું છું, પણ તારા કર્મ તને નહિ છોડે. કર્મરાજાનો ન્યાય કોનીની દયા આમતો નથી.”
થોડીવારે સરસ્વતીને ઉદ્દેશીને આચાર્યે કહ્યું, ‘બહેન ચાલ ! અપરાધી રાજાને પ્રાયશ્ચિત્ત કરવાનું કહેનાર આપણને પોતાને પણ પ્રાયશ્ચિત્ત કરવાનું છે. વેર ને ધિક્કારની જ્વાળા પેટાવી અને ઇચ્છા-અનિચ્છાએ મારે વિષથી વિષને હણવું પડ્યું. મેલ મઢેલા દેશના પ્રજાસુવર્ણને જરા આંચ આપી શુદ્ધ કર્યું. એક યુદ્ધ પોતાની પાછળ ઘધણાં શાપ મૂકી જાય છે. પણ એટલું કહું છું કે પોતા કાજે કંઈ ખરઅયઉં નથી, ધર્મને કાજે સર્વ કંઈ વેક્યું છે. મરેલાં મડદાં જેવી પ્રજાને યમરાજ જેવો રાજા મળ્યો હતો. આજ એમાં પરદેશી તત્ત્વ ઉમેરીને મેં મારા જીવન-લોખંડની ખાખ સરજી છેપણ એમાંથી જ હવે નવસર્જનનાં ફૂલ ખીલશકે. આ જ મેં સતી, સાધુ ને ધર્મની સંસારમાં નવપ્રતિષ્ઠા કરી છે. તમ સહુનું કલ્યાણ વાંછું છું, હે પ્રભો ! મારાં પાપ માફ હે ! હવેથી અવેરનો મારો ધર્મ અવિચળ હો !'
ભરી ઉજ્જૈનીમાંથી વિજયના ગગનભેદી પોકારો વચ્ચે, મણિમુક્તાના વરસાદ
472 | લોખંડી ખાખનાં ફૂલ
ધર્મને શરણે 473