________________
31
પરભોમ તરફ પ્રયાણ .
આર્ય કાલકનો જીવ વધુ ઊંડો ઊતરતો ગયો. એ વિચારવા લાગ્યા : “શું ધરા પરથી ધર્મ ઊઠી ગયો ?'
દિલ અંદરથી કહેતું : ‘હા, ધરારૂપી સ્મશાનભૂમિ પર ધર્મનું નિર્જીવ શબ પડ્યું છે ! તારી પાસે સંજીવનીનો કૂપો હોય તો છાંટીને સજીવન કરે, નહિ તો એને સારાં લાકડાંથી દેન દે.’
વળી એ વિચારતા : ‘શું સત્યની પૂજા આથમી ગઈ ?' દિલ અંદરથી કહેતું: ‘સત્ય શું ? સબળ કહે તે સત્ય. દેવળમાં જ્યાં દેવ જ જૂઠો બેઠો હોય પછી પૂજારીની પૂજા સાચી ક્યાંથી હોય ?'
વળી એમને વિચાર આવતો : 'શું ધર્મ વિજયમાં મને કોઈ મદદ નહિ કરે ?'
દિલ કહેતું : “ના. આ જગતમાં પારકી પંચાતમાં કોઈ અગવડ વેઠવા ચાહતું નથી. સત્યને ખાતર સમર્પણ કરવાના દિવસો ગયા.”
ઓહ ! આચાર્યનો જીવ કળીએ કળીએ કપાતો હતો.
આજ એમણે છેલ્લી ટહેલ નાખી. લોકોને પોતાની પ્રતિજ્ઞાની પોકાર પાડીને વાત કરી :
‘આ કુરાજાને હું એના પુત્ર અને પરિવાર સાથે ઉખેડી નાખીશ ! ન ઉખેડી નાખું તો ચાર મહાહત્યાનો મને પાપ, આ ધરા પર ફરી હું ધર્મ સ્થાપીશ, પાપની ધરા પર પુણ્યની પ્રાણપ્રતિષ્ઠા કરીશ, ત્યારે જ મારી પ્રતિજ્ઞા પૂરી થશે.'
લોકો બોલ્યા : ‘એ ઘેલા માણસ ! સતી શાપ દે નહિ, અને શંખણીના શરાપ લાગે નહિ.”
‘એટલે તમે ભીરુ લોકો મજા કર્યા કરશો, ને પાપી લોકો અમનચમન કર્યા કરશે, એમ ને ?” કાલકે કહ્યું, ને ભયંકર રીતે હસ્યા: ને જાણે કાળવાણી ઉચ્ચારતા હોય એમ ગંભીર બનીને બોલ્યા,
‘જાગતા રહેજો, નગરવાસીઓ ! થોડા સમયમાં જ વાવાઝોડું આવ્યું સમજો.’
બધા હસ્યા, ને બોલ્યા : ‘જીભમાં જોરવાળો છે. આખરે તો ઉપદેશક ને ? ભીખ માગીને પેટ ભરનારો ! ક્ષત્રિયાણીને પેટ પાક્યો એટલે શું થયું ?”
હવે રોકાવું કે બોલવું નિરર્થક હતું. આર્ય કાલકે ઘોડાને એડી મારી; ને નગરની બહાર નીકળી ગયા.
ઉજ્જૈનીની જનતા તેમની પીઠ પાછળ હસી રહી હતી.
એક ઘોડેસવાર ભારતના જુદા જુદા ભાગોમાં દિન અને રાત ભૂતની જેમ ભમે છે, પ્રેતની જેમ રઝળે છે. પાગલની જેમ, જેમ આવે તેમ પ્રલાપ કરે છે.
આ એસવારનું થોડું ટાયડું છે; ચાલવા કરતાં બેસવામાં એ વધુ માને છે; આગળ વધવા કરતાં પાછળ હઠવામાં એ વધુ રસ ધરાવે છે. આગળના બે પગને બદલે પાછળના બે પગ એ વધુ ઉછાળે છે.
અજ બ ઘાટ બન્યો છે. હસી હસીને પેટ દુઃખી જાય છે. થોડું નાનું છે અને અસવારના પગ લાંબા છે; ઘોડા પર બેઠા બેઠા ક્યારે લાંબા પગ ધરતી પર અડે છે. કોઈ વાર ઘોડું ચાલે છે, કે અસવાર ચાલે છે, એ જ સમજાતું નથી.
એ માનવીના લાંબા પગોમાં ઘોડા કરતાં અપૂર્વ કૌવત ભર્યું છે. એ ભારતવર્ષના પ્રાંતપ્રાંતમાં ફરી વળ્યા છે. એ જ્યાં જાય છે, ત્યાં કહે છે :
અરે મહાનુભાવો ! તમારા દિલમાં પુણ્યપ્રકોપને જગાવો. ઊઠો અને મારી મદદે આવો, ચાલો, આપણે દુષ્ટોનો વિનાશ કરીએ, સાધુપુરુષનું રક્ષણ કરીએ, ધર્મને ફરી સ્થાપીએ.
'परित्राणाय साधुनां, बिनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय संभयामि युगे युगे ।। (સાધુઓના સંરક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મને ધરતી પર ફેલાવવા માટે હું યુગે યુગે અવતાર લઉં છું.)
લોકો કહેતાં : “આ વાણી તો ગીતાની છે, ભગવાનની છે. આપણે ચિંતા શા માટે કરીએ ? ચિંતા કરનારો ચિંતા કરશે અને દુષ્ટોને હણવા સ્વયં અવતાર ધરશે.’
અસવાર કહે છે : “અરે ! અવતારનો અર્થ તો સમજો. તમારા હૈયાનાં અધર્મ સામે અરુચિ જાગે, તેમ અધર્મને દૂર કરવા તૈયાર થાઓ, એટલે જ ઈશ્વરે અવતાર
T
236 D લોખંડી ખાખનાં ફૂલ