________________
રહેવા માગતા હોય તે રહે, બાકીના શસ્ત્ર છોડી શાંત નાગરિક બની જાય. નવું શાસન વેરમાં માનતું નથી. એ ક્ષમાધર્મી છે.'
સૈનિકોએ સામનો છોડી દીધો.
પ્રજા તો ઊગતા સૂરજને વધાવવા તૈયાર જ હતી.
પછી આર્યગુરુએ બીજી આજ્ઞા બહાર પાડી. ‘આ બધા અનર્થનાં મૂળ સમા રાજા દર્પણસેનને અહીં હાજર કરો.’
શક સૈનિકો અને બીજા સૈનિકો દોડ્યા. વાસુકિ તેઓનો આગેવાન હતો. થોડીવારમાં લોઢાની જંજીરોમાં બાંધીને રાજા દર્પણર્સનને ત્યાં હાજર કરવામાં આવ્યો.
આર્યગુરુ કાલકે એની સામે નજર પણ ન નાખી. એમણે તરત જ બીજી આજ્ઞા કરી : ‘મઘા અને સરસ્વતીને હાજર કરો !'
સૈનિકો વળી દોડવા. તેઓએ રાજમહેલ અને અંતઃપુરનો ખૂણેખૂણો શોધી કાઢ્યો, પણ મઘા કે સરસ્વતીનો ક્યાંય પત્તો ન ખાધો.
સૈનિકો નિરાશ બનીને પાછા આવ્યા. આર્યગુરુ કાલકે નિષ્ફળતાની વાત સાંભળી ક્રોધમાં બૂમ પાડીને કહ્યું, ‘આકાશપાતાળ એક કરીને પણ એ બંનેને શોધી લાવો. ભગિની સરસ્વતી માટે તો આ આભ અને ધરતીને એક કરવા જેવો પુરુષાર્થ ખેડવો છે ! એ ન મળે તો કેમ ચાલે ? તો તો સંકલ્પની સિદ્ધિ અધૂરી જ રહે ! અને મઘા ! એ પરદેશી નારીએ ધર્મક્ષેત્રમાં લડાયેલ કુરુક્ષેત્રને જીતવામાં ભારે મદદ કરી છે. એની શોધમાં પર્વત, પાણી કે આકાશ ફેંદી નાખો. મારા ધર્મયુદ્ધની એ બંને આરાધ્ય દેવીઓ છે.'
સૈનિકો ફરી શોધ માટે દોડ્યા.
કંઈક શાંત લાગતા આર્યગુરુ કાલક વળી કાળમૂર્તિ જેવા થઈને ખડા રહ્યા. નેત્રોમાં શંકરના ત્રિનેત્રનો તાપ, ભવાં પર અર્જુનના ગાંડીવનો ઘટાટોપ ને ઓષ્ઠ પર અગ્નિદેવ આવીને બેઠો હતો. એમણે હજી બંદીવાન દશામાં પગ પાસે પડેલા દર્પણર્સન તરફ એક નજર પણ નાખી નહોતી.
આજે ઉજ્જૈનીના આભમાં ધોળે દિવસે તારા દેખાયા હતા. રાજા દર્પણસૈનના દર્પના ચૂરેચૂરા થઈ ગયા હતા. એની વિદ્યા, એની સાધના અને એના બધા મંત્રો છેલ્લી ઘડીએ નિષ્ફળ નીવડ્યાં હતાં. મહાગુરુ મઘના આ પટ્ટશિષ્યને મહારથી કર્ણના જેવું થયું હતું. ખરે વખતે એની વિદ્યા ખોટી ઠરી, અને એની સોનાની જાળ પાણીમાં ચાલી ગઈ.
ઉજ્જૈનનું મહાન ગણતંત્ર, ઘડીભળમાં રોળાઈ ગયું. ભારતભરમાં જેની 462 – લોખંડી ખાખનાં ફૂલ
શક્તિની ખૂબ ખ્યાતિ હતી, એ રાજા દર્પણર્સન પણ નમાલી વાતમાં કેદ થઈ ગયો. આર્યગુરુ કાલકની કૃપા પર હવે તેની જીવનદોરી લટકી રહી હતી. રે! ઘણા યત્ને કાબૂમાં આવેલ શત્રુને હવે ગુરુ કંઈ સસ્તો છોડશે ?
આજ ગુરુ એને સાંભળીને રુંવાડાં ખડાં કરે એવી સજા કરશે. શૂળી, ફાંસી કે શિરચ્છેદ તો એને માટે સામાન્ય સજા લેખાય ! કાં તો ધગધગતી સાણસીથી એના દેહના માંસના લોચા ખેંચાવશે, કાં જીવતો તેલમાં તળશે, રે દર્પણ ! ન જાણે તારી દુષ્ટતાની સજા કેવી હશે ! એ સાંભળીને દાનવ પણ થરથરશે !
એમાં મઘા અને સરસ્વતી ન મળ્યાં તો ? તો ન જાણે શું થશે ? વિવશપણે ને વ્યગ્રતાથી આર્યગુરુ પોતાની સંકલ્પની સિદ્ધિના પૂર્ણવિરામ સમી સાધ્વી બહેન સરસ્વતીને શોધી રહ્યા અને આવા ગૌરવના પ્રસંગે એ મઘાને પણ વીસરી શક્તા ન હતા. પણ એમને શોધવાના સૈનિકોના પ્રયાસો સફળ થતા ન હતા.
આર્યગુરુનો કોપાગ્નિ ભડકી ઊઠવાની તૈયારીમાં હતો, એટલામાં દ્વાર વીંધીને એક સ્ત્રી ત્યાં દોડતી આવી !
એ સ્ત્રીના વાળ અસ્તવ્યસ્ત હતા. એ કોઈ વાર જુવાન હશે, એમ લાગતું હતું. એના ગાલમાં ખાડા હતા, આંખોની આજુબાજુ લોહી ઊડી ગયેલ દરદી જેવાં કાળાં કુંડાળાં હતાં, જાણે કોઈ પ્રેત જ સામે ખડું ન હોય !
આર્ય ગુરુ આ અસ્થિપિંજર જેવી વ્યક્તિને પિછાની ન શક્યા, ‘કોણ આ? દર્પણે પીડેલી કોઈ પગલી લાગે છે. એને લઈ જાઓ, એનું અત્યારે કામ નથી. પછી બધો ન્યાય ચૂકવાશે. સરસ્વતીને શોધો ! સરસ્વતી ક્યાં ?' એમણે ચિત્કાર કર્યો.
‘હું સરસ્વતી ! ભાઈ !’ અને સરસ્વતી ચોધાર આંસુએ રોઈ પડી, ‘રે, મને ન ઓળખી ?'
‘કોણ ? સરસ્વતી ? સતી સાધ્વી સરસ્વતી ? મારી ભગિની સરસ્વતી? મારા સંકલ્પની સિદ્ધિ સરસ્વતી તું પોતે ? રે ! મત્રધર દર્પણની કોઈ મેલી વિદ્યાની તું પ્રતિનિધિ તો નથી ને ! મારી બહેન તો પ્રભાતનાં પુષ્પ સમી છે.' આર્યગુરુ સરસ્વતીના આ દેહને અને વેશને જોઈ ન શક્યા. એમણે નજ૨ બીજું ફેરવી લીધી.
‘ભાઈ ! શું એટલી વારમાં મને ભૂલી ગયા ? હું તમારી બહેન સરસ્વતી!' સરસ્વતી નજીક સરી.
‘ઓહ ! સ્મશાનનું કોઈ શબ મડદું ઊભું થઈને તો આવ્યું નથી ને ! સરસ્વતી! આ તે તું પોતે આવી છે કે તારું પ્રેત છે ? હું આ શું જોઉં છું ? તારા આ હાલ કોણે
કર્યા ??
સરસ્વતીએ કંઈ ઉત્તર ન આપ્યો, એ બોલી, ‘ભાઈ, બધી કર્મરાજાની રચના સંકલ્પની સિદ્ધિ જ્ઞ 463