________________
શકરાજે બંનેના નમસ્કાર ઝીલ્યા, પ્રસન્ન વચન ઉચ્ચાર્યાં, ને બોલ્યા, ‘તમારું આગમન મને રહસ્યભર્યું લાગે છે. ખુલાસો કરશો તો રાજી થઈશ.’
નક્ષત્રે પોતાની વાત શરૂ કરતાં કહ્યું,
‘આપના ગયા પછી મહાસુંદરી મઘાએ પોતાના પતિનો પત્તો ન મળતો હોવાથી એને મરી ગયેલો સમજી ફરી સ્વયંવર યોજ્યો. આ પહેલાં એણે એક નાટક ભજવ્યું. એ નાટકનું નામ ‘સંજીવની રોપ’. આ નાટકમાં એણે સંજીવનીની શોધ, મહાત્માનું મિલન, મહાત્મા અને શકરાજની મુલાકાત વગેરે સુંદર રીતે ભજવી બતાવ્યું. પછી શકરાજ તરફ શહેનશાહને શંકા કઈ રીતે થઈ, મસ્તકની માગણી કેવી રીતે કરવામાં આવી ને આપ કેવી રીતે વતન ત્યાગ કરી ગયા, એ ખૂબ સુંદર રીતે ભજવ્યું ને એક સારા રાજકર્તા શહેનશાહ તરફથી સામાન્ય શંકાને કારણે કેટલો બધી હેરાન કરવામાં આવે છે, ને પ્રજા કેવી શાંત રહી જોયા કરે છે, એ પણ સૂચવ્યું. નાટક જોઈને પ્રજા વર્તમાન ઘટનાનો ભેદ પામી ગઈ. પ્રજા એકદમ જાગી ગઈ.' ‘શાબાશ મળ્યા !' શકરાજ વચ્ચે બોલ્યા.
‘મઘાએ તો કમાલ કરી,' રાજપ્રતિનિધિ નહપાને વાત આગળ ચલાવી, ‘એણે શહેનશાહની સેવામાં રહેલા બૈરૂતની સાન ઠેકાણે આણી. બસ, પછી તો બધાએ મળીને શકરાજને બચાવવાની યોજના તૈયાર કરી. મઘા આગેવાન બની. બૈરૂતે પ્રજાને તૈયાર કરી. બધા પાટનગરમાં ગયા. શહેનશાહ ચમકી ગયા. એમણે વાત ફેરવી નાખી, કહ્યું, જાઓ, લશ્કર લઈ જાઓ, ને શકરાજને ભારતવિજયમાં મદદ કરો. એમને કહો કે ભારત જીતીને માનપૂર્વક પાછા આવો. હું અપૂર્વ માન આપીશ. મારી શંકા ટળી ગઈ છે.’
‘વાહ મારી શિષ્યા ! ગુરુર્થી સવાઈ નીકળી.’ મહાત્માથી બોલાઈ ગયું. નહપાન બોલ્યો, ‘અમે આપ સહુનું પગલે પગલું દબાવતા નીકળી પડ્યા. પણ રસ્તામાં ચાંચિયાનો ભેટો થયો.'
‘અમને પણ ભેટો થયો હતો.' શકરાજ બોલ્યા. એ અત્યારે ખૂબ ઉમંગમાં હતા. ‘રે, મઘાને બોલાવ, મારે એને કપાળે ચૂમી ચોડવી છે, ઇનામ આપવું છે.’ ‘મહારાજ ! હવેની વાત જરા શોકજનક છે. અમે ચાંચિયાને મોં સામેની લડતમાં હરાવ્યા, પણ એ દગો કરી ગયા. રાતે ચૂપચાપ આવીને મઘા અને બૈરૂતને એ ઉપાડી ગયા.’ નહપાને શોકભર્યા સ્વરમાં કહ્યું, ‘અમે ઘણી શોધ કરી પણ હજી એમનો પત્તો મળ્યો નથી.’
હર્ષના સાગરમાં દુઃખની ઓટ આવી : બધા એકદમ લેવાઈ ગયા. ચાંચિયા સ્ત્રીને લઈ જાય, પણ માનથી રાખે અને આપણને પહોંચાડે.' 396 – લોખંડી ખાખનાં ફૂલ
મહાત્માએ કહ્યું, ‘આ દેશમાં બાળક, રાજા, સ્ત્રી, ગાય અને બ્રાહ્મણ અવધ્ય લેખાય છે.'
‘એ વાત સાચી, પણ મને એક શંકા છે.' વાસુકિએ વચ્ચે કહ્યું. ‘શી શંકા ?’
‘હમણાં પાશુપત સંપ્રદાયના લોકો સોમનાથ પાટણ તરફ બહુ ફરે છે. એ નરલિ આપે છે. એ માટે તેઓ અમારી સાથે ઘૂમે છે. અમારા ઘર પાસે ધામા નાખીને પડ્યા રહે છે. સુવર્ણના લાલચુ કેટલાક ચાંચિયા આ નરબલિ પૂરો પાડવાનું કામ કરે છે.'
‘ઓહ ! પણ નરબિલનો તો રાજ તરફથી નિષેધ છે ને ?' મહાત્માએ કહ્યું. ‘જરૂર છે, પણ આ પાશુપત લોકો માથાભારે છે, એ ભારે લડવૈયા પણ છે. પ્રજાને દબાવવા કે દુશ્મનને ડારવા અહીંના ગણતંત્રોના સ્વામીઓને તેઓનો વારંવાર ખપ પડે છે. એટલે તેઓ આંખ આડા કાન કરે છે.' વાસુકિએ કહ્યું.
‘શકરાજ ! તમે શસમૂહનું સ્વાગત કરો. હું માને શોધવા જાઉં છું. મારે મન એ બીજી સરસ્વતી છે.' મહાત્માએ કહ્યું.
શકરાજને આ પ્રસંગે આ ભાવાવેશ ન રુચ્યો. પણ મહાત્માઓ મનચલા હોય છે. એનો એમને તાજો અનુભવ થઈ ગયો હતો. તેઓ બોલ્યા,
‘અહીંથી વ્યવસ્થા પણ જરૂરી છે. નવો દેશ છે અમારા માટે. મિત્ર-શત્રુની પિછાન નથી. આપ જઈને આવો ત્યાં સુધી લશ્કરી ઢબે અમે અહીનું શાસન ચલાવીશું.'
‘સારું.’ મહાત્માએ મંજૂરી આપી. ‘કોઈ ગુનેગાર લાગે તો સજા કરજો, પણ દેહાંતદંડ ન દેશો. વારુ, તો મારી સાથે કોણ આવશે ?’
સેવક આપની સાથે છે . સાંજે ઉપડીએ. શોધ માટે રાત્રિ અનુકૂળ રહેશે. મારા અનુચરોને અત્યારે જ રવાના કરું છું.' વાસુકિએ કહ્યું.
‘વાસુકિના તમામ સાથીદારોને મુક્ત કરો.' શકરાજે આજ્ઞા કરી. એણે સમય પારખી લીધો. મહાત્મા જતાં જતાં આજ્ઞા કરી જશ ખાટે, એનાં કરતાં પોતે કાં ખાટી ન જાય !
વાસુકિના સાથીદારો મુક્ત થયા.
મહાત્મા સંધ્યાની રાહ જોઈ રહ્યા. એમના આનંદના ચંદ્ર ઉપર મઘા-બૈરૂતના અપહરણના સમાચારનો રાહુ ફરી વળ્યો હતો.
મઘા-બૈરુતનું અપહરણ – 397