________________
પ્રભા ]
અનુબંધનિરૂપણ
૪ ૪
-
*
નથી, પણ જે ત્રણે બચાઓ એકસમયે ભણું માર્જન કરવામાં આવે તેજ વૈદિકરીતે માર્જન થયું ગણાય છે તથા કેટલી આજ ખાવામાં આવે, ભાત કાલ ખાવામાં આવે, દાળ પરમ દિવસ ખાવામાં આવે, ને શાક પેલે દિવસ ખાવામાં આવે છે તેથી લૌકિક રીતે પૂરું ભોજન થયું ગણાતું નથી, પણ એ સર્વ પદાર્થો એક સમયે સાથે ખાવામાં આવે તે લૌકિકરીતે પૂરું ભેજન થયું ગણાય છે; તેમજ અભ્યાસ અને વિરાગનું સાથેજ અનુષ્ઠાન કરવામાં આવે તો તે સાધનરૂપ ગણાય છે. અન્યથા અનુષ્ઠાન કરવામાં આવે તે તે સાધનરૂપે ગણવામાં આવતા નથી. જેમ ક્ષારમય પ્રદેશમાં જનારી નદીને સારી રસાળ ભૂમિમાં લઈ જવી હોય તે તે નદીના વહનને રોકવા માટે રોક સુદઢ બંધ બાંધવાની તથા તે પ્રવાહને ઇચ્છિત દેશમાં લઈ જવા માટે એક નહેર ખોદવાની અપેક્ષા છે, તેમ ચિત્તનાં સંસારના વિષયો ભણીનાં રાગદ્વેષરૂપે થતાં પરિણામે રોકવા વૈરાગ્યની ને ચિત્તને આત્માકાર કરવા માટે અભ્યાસની અપેક્ષા છે. આ અભ્યાસનું. અનુષ્ઠાન લાંબા સમય સુધી નિરંતર ને સત્કારપૂર્વક કરવું જોઈએ; ને એમ કરવાથી જ તે દઢ થાય છે. શ્રીપતંજલિમુનિએ પણ “સ તુ રીવાર નૈવંતર્ધરાતેવિતો દૃઢમૂનિઃ” (તે અભ્યાસ દીર્ઘકાલ નિરંતર સંપૂર્ણ શ્રદ્ધાદિસહિત સેવન કર્યો હતો પરિપક્વ થાય છે) એ સૂત્રથી એમજ પ્રતિપાદન કરેલ છે. સુષુપ્તિમાં જેમ નહિ જાણી શકાય એવી રીતે ચિત્તનું અજ્ઞાનાકાર તથા સુખાકાર પરિણામ થયા કર્યાનું અનુમાન થાય છે તેમ નિવિકલ્પસમાધિમાં ચિત્તનું આત્માકાર પ રણામ થયા કર્યાનું અનુમાન થાય છે. સવિકલ્પસમાધિમાં તે ચિત્તનું સાકાર પરિણામ થયા કરે છે એ યોગિજનેને અનુભવસિદ્ધ છે. આવી રીતે ચિત્તને નિરાધ, સાધદ્વારા સિદ્ધ થઈ શકવાના સંભવથી તથા નિવિકલ્પસમાધિકાલે ચિત્તનાં બીજાં પરિણામો બંધ થઈ એક જ પ્રકારનાં આત્માકાર સમતમ પરિણામે અવશેષ રહે છે તેથી ગભાષ્યકારના વચનને પણ અવિરેધ હોવાથી