________________
પ્રભા]
સમાધિનિરૂપણ
૨૮૫
~
-
--
સાંભળેલો ઉપદેશ વિસરી જાય છે તેને તવંવિત પુરુષોનો સમાગમ એ ચિતજયને ઉપાય છે. તે પુરુષો તેને પુનઃ પુનઃ બેધ કરે છે અને તેને બહાસ્વરૂપનું સ્મરણ કરાવે છે. જે વિદ્યામદાદિ દુવાંસનાવડે પીડાતા હોવાથી સપુષોને સમાગમ કરવાને ઉત્સાહ ધરતા નથી તેમને વિવેકવડે વિષયવાસનાઓને પરિત્યાગ કરે એ ચિત્તને ઉપાય છે. વિષયવાસનાના અતિપ્રબલપણાને લીધે તેના ત્યાગનું જેને અશકપણું જણાય તેને પ્રાણની ગતિને વિરોધ કરવો એ ચિત્તજયને ઉપાય છે.
ગશાસ્ત્રમાં ચિત્તનિરોધનાં ચાર વિદો કહ્યાં છે, લય, વિક્ષેપ, કષાય ને રસાસ્વાદ. ધારણાદિના અભ્યાસમાં અભ્યાસીના ચિત્તની જે સુષુપ્તિના જેવી સ્થિતિ થાય છે તે લય કહેવાય છે. ઉજાગરો, અજીર્ણ, અત્યાહાર અને અતિશ્રમ એ લયના હેતુઓ છે. લયના તે હેતુઓને દૂર કરી ચિત્તને સાવધાન કરવાથી કિવા પ્રાણાયામ કરવાથી તે લયદોષ દૂર થાય છે. માયિક પદાર્થોની વાસનાવડે ચિત્ત ધ્યેયથી ભિન્ન વિષયને આકારે થાય તે વિક્ષેપ કહેવાય છે. જ્યારે ચિત્ત વિક્ષેપ પામે (ધ્યેયથી ભિન્ન વિષયને આકારે થાય છે ત્યારે વિવેકી જનમાં પ્રસિદ્ધ ભગ્ય વસ્તુમાં રહેલા અનેક દેશે તથા દુઃખના અનુસ્મરણવડે અને શાસ્ત્રપ્રસિદ્ધ જન્મદિરહિત અદ્વિતીયબ્રહ્મતત્વના અનુસ્મરણપૂર્વક ભાગ્યન વસ્તુના અદર્શનવડે ચિત્તને તે વિક્ષેપથી શાંત કરે. તીવ્ર રાગદ્વેષની વાસનાને કષાય કહે છે. કષાયથી ઘેરાયેલું ચિત્ત કયારેક સમાહિતની પેઠે લયવિક્ષેપથી રાહત દુઃખમાં એકાગ્ર થઈને રહે છે. આવા ચિત્તની વિવેકવર્ડ પરીક્ષા કરી તે દેષ દૂર કરવા પ્રાણાયામ કિવા પિતાના શ્રીસદ્દગુરુ વિષયમાં તીત્રદોષદર્શનાદિરૂપ જે ઉપાય બતાવે તે ઉપાય કરે. “સમાધિમાં મેં મહાન સુખનો અનુભવ કર્યો” એવી રીતે બુલ્યાનકાલમાં વારંવાર સ્મરણ કરવું, કિવા તેના સંબંધી અન્યમનુષ્યની આગળ વર્ણન કરવું એ રસાસ્વાદ કહેવાય છે. એ રસાસ્વાદ પણ અસંપ્રજ્ઞાતયેગને વિરોધી છે માટે તે ત્યજવાયોગ્ય છે આ ચારે.