________________
પ્રભા ]
સમાધિનિરૂપણુ
૨૮૩
અને તેજ માલેખનમાં પૂર્વાપરના અનુસંધાનના અભાવપૂર્વક દેશ, કાલ તે ધર્માદિકના વિભાગની અપ્રતીતિ થઈ જે સમાધિ થાય છે તે નિર્વિચારા સમાપત્તિ. આ ચાર પ્રકારની સમાત્તિ ( સમાધિ ) ગ્રાવિષયક જાણવી. રજોગુણુના તથા તમેગુણુના લેશથી અનુવિદ્ થયેલ સત્ત્વગુણુના કાર્યરૂપ આલંબનમાં ( ઈંદ્રિયામાં ) સમાધિ થતાં ચેગીને જે આનંદની પ્રાપ્તિ થાય છે તે આનંદાનુગત સમાધિ કહેવાય છે. જે ચેગી તે અનંદમાં કૃતાર્થપણું માનીને તેનાથી પર પ્રધાનને તથા પુરુષને અનુભવતા નથી તેને ચેગશાસ્ત્રમાં વિદે એવી સંજ્ઞા થાય છે. આ ગ્રહણવિષયક ( વિષયાને ગ્રહણ કરનાર ઈંદ્રિયાના સંબંધના ) સમાધિ કહેવાય છે. જ્યારે રજતમેગુણુના લેશથી અનનુવિદ્દ અંતઃકરણના શુદ્ધુસત્ત્વરૂપ આલંબનમાં સમાધિ થાય છે ત્યારે ગ્રહણુસ્વરૂપ ઇંદ્રિયાના ગૌણુભાવ હાવાથી ચિતિશક્તિની પ્રધાનતા થાય છે. આવી રીતે સત્તામાત્ર અવશેષ ચેતનસહિત ચિત્તમાં જે સમાધિ થાય છે તે અસ્મિતાનુગત સમાધિ કહેવાય છે, જે યાગી ચિત્તના ને પ્રકૃતિના સમાધિમાં કૃતાર્થપણું માનીને તેનાથી પર શુદ્ધ ચેતનરૂપ પુરુષને જોતા નથી તે ચેાગીની પ્રકૃતિલય એવી સંજ્ઞા થાય છે. પુરુષને વિષય કરનારા સમાધિને ગ્રહીતુવિષયક સમાધિ કહેવામાં આવે છે, તે તે સમાધિ કરનાર યાગાતી વિમુક્ત એવી સંજ્ઞા થાય છે.
આત્મસાક્ષાત્કારની પૂર્વે એ સંપ્રજ્ઞાતયેગની પરંપરા ચાલુ રહેવાથી તે યાગીતે સર્વે જડતત્ત્વાના સાક્ષાત્કારવડે સર્વે ભાવાનું અધિષ્ઠાતાપણું આદિ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. જો એ સિદ્ધિઓમાં તે યાગી લાભાય છે તા તેને વ્યુત્થાનની પ્રાપ્તિ થાય છે, અને જો તે સિદ્ધિઓમાં તે નિઃસ્પૃહ રહે છે તા તેના ચિત્તનું વ્યુત્થાન ન થવાથી તે સંપ્રજ્ઞાતચેગની પરાકાષ્ઠારૂપ ધર્મમેધસમાધિને પામે છે. આ સમાધિની પ્રાપ્તિ ચવાથી તેના કલેશકર્માદિના સારી રીતે નાશ થાય છે. ત્યાર પછી પરવૈરાગ્યના લાભથી તે યાગીને અસંપ્રજ્ઞાતસમાધિની પ્રાપ્તિ થાય છે. આ સમાધિમાં ચિત્ત વૃત્તિરૂપ જીવનથી રહિત થઈ અતિસૂક્ષ્મરૂપે રહે છે.