________________
૨૮૬
શ્રીયોગકૌસ્તુભ
[ પંદરમી
દેને ત્યજી ચિત્ત જ્યારે બ્રહ્મસ્વરૂપમાં વિરામ પામે ત્યારે યોગી તેને ચલાયમાન કરે નહિ. આવી સ્થિતિ થયે તે યોગીની સમગ્ર વિષયવાસનાઓ નાશ પામે છે, તથા તેનું ચિત્ત બ્રહ્માનંદથી ભરપૂર થાય છે. શ્રીહયોગપ્રદીપિકામાં પણ નીચેના વચનથી એમજ દર્શાવ્યું છે –
“તો વન્તિ : શૂરા: યુમ સુકવરે ! સંત પૂળ વ પૂર્ણ પુર વાળવે ”.
અર્થ-જેમ આકાશમાં રહેલે ઘડે અંતબા શૂન્ય (ખાલી) હોય છે તેમ નિવિકલ્પસમાધિને પામેલા વાસનારહિત યોગી મને રાજ્ય કરવાના તથા બહારના પદાર્થોને સત્યરૂપે ગ્રહણ કરવાના સામર્થ્યથી રહિત હોવાથી અંતબાહ્ય શુન્ય (વાસનારહિત) હેર છે, અને સમુદ્રમાં રહેલે ઘડો જેમ અંતર્બાહ્ય પૂર્ણ (ભરેલ) હેય છે તેમ સ્વયંપ્રકાશ સચ્ચિદાનંદૈ રસ બ્રહ્મમાં નિમગ્ન યોગી સર્વત્ર બ્રહ્મદષ્ટિવડે અંતર્બાહ્ય પૂર્ણ (બ્રહ્મરૂપ આનંદથી ભરેલા) હેય છે.
આવી રીતની મનની સ્થિતિ એજ પરમ પદ છે, અને મનની તેવી સ્થિતિ કરવી એજ વિવેકી મનુષ્યનું કર્તવ્ય છે. નીચેની કૃતિઓમાં પણ એમજ દશાવ્યું છે –
"निरस्तविषयासंगं संनिरुद्धं मनो हृदि । यदा यात्युन्मनीमावं तदा तत्परमं पदम् ॥१॥ तावदेव निरोधव्यं यावदहदि गतं क्षयम् । તલ્ફા = દાન ણો થાયણ તિઃ || ૨ "
અર્થ –વિષયસંસર્ગથી રહિત ને હદયમાં સારી રીતે નિરધેલું મન જયારે ઉન્મની અવસ્થાને પામે છે ત્યારે તે બ્રહ્મરૂપ થાય છે.
જ્યાં સુધી તે મનને ક્ષય થાય ત્યાંસુધી તે મનને અભ્યાસીએ હદયદેશમાં નિરોધ કરે. મનને નિષેધ એજ જ્ઞાન તથા ધ્યાન છે. તે વિના અન્ય માત્ર યુક્તિઓને વિસ્તાર છે. ૧-૨