________________
૨૮૯
પ્રભા ]
સમાધિનિરૂપણ સમયમાં કુંડલિની શક્તિના પ્રતાપથી પોતાના કાલને પાછો ફરી ગયેલ જુએ ત્યારે બ્રહ્માંડને પરિત્યાગ કરીને પ્રાણીસહિત કુંડલિની શક્તિને ક્રમથી મૂલાધારવિષે લાવીને સ્થિત કરે. પુનઃ પિતાના પ્રાણને અને અભિમાનિસહિત ઇંદ્રિયોને શક્તિના શરીરથી ભિન્ન કરીને તેમને પિતાપિતાના સ્થાનમાં સ્થાપન કરે. પશ્ચાત સ્વસ્થ દેહ એટલે ચિરંજીવી થઈને તે ભેગી સ્વતંત્રપણે વિચરે છે. હે દેવિ ! આવી રીતે ગવડે આવેલા કાલનું યોગ પંચન કરે છે. ૧-૪
હે દેવિ ! જ્યારે યોગીને આ પાંચ ભૂતને દેહ ત્યજીને વિદેહમુક્ત થવાની ઈચ્છા થાય ત્યારે એકાંતદેશમાં સિદ્ધાસન કરીને મૂલાધારચક્રમાં કરેડ સૂના જેવા પ્રકાશથી પ્રકાશિત પૂર્વોક્ત કુંડલિનીશક્તિનું ચિરકાલપર્યત મનવડે ચિતન કરે. પુનઃ મૂલાધારથી લઈને પાદવલપર્યત પ્રસરેલા પિતાને જીવાત્માને પ્રાણના પ્રત્યાહારની રીતિથી પ્રાણ સહિત આકર્ષણ કરીને મૂલાધારચક્રમાં લાવે. પછી ત્યાં રહેલી જે પ્રલયકાલના અનિા સમાન પ્રકાશવડે યુક્ત કુંડલિની શક્તિ, તેની સાથે પ્રાણુ અને ઇન્દ્રિયેસહિત પિતાના જીવાત્માને એકીભૂત કરે. આવી રીતે ત્યાં કિચિત વિશ્રામ કરીને પુન: ત્યાંથી વીજળીના જેવી તેજેયુક્ત કુંડલિની શકિતને ચાસ કરેલ પ્રાણ અને જીવાત્મા સહિત ઉપર સ્વાધિષ્ઠાનચક્રમાં લાવીને મૂલાધારથી માંડીને સ્વાધિષ્ઠાનપર્યત પ્રસરેલ જીવને પ્રાણોસહિત સ કરતી ચિતન કરે. ત્યાં કિચિત વિશ્રામ કરીને પુનઃ કેટિવિઘુ ના સમાન પ્રકાશયુક્ત કુંડલિનીને ગ્રાસ કરેલા પ્રાણ અને જીવાત્મારહિત શીધ્રજ મણિપુરચક્રમાં લાવીને મણિપૂરથી માંડીને સ્વાધિષ્ઠાનપર્યત પ્રસરેલા જીવાત્માનું, પ્રાણાસહિત ગ્રસન કરતી ચિતન કરે. ત્યાં કિચિત વિશ્રામ કરીને પુનઃ તેનાથી ઉપર ગ્રાસ કરેલા પ્રાણ અને જીવાત્માસહિત પ્રકાશવાળી શક્તિને અનાહતચક્રમાં લાવીને અનાહતચથી માંડીને મણિપૂરપર્યત પ્રસરેલા જીવાત્માને પ્રાણ સહિત ગ્રાસ કરતી ચિતન કરે. ત્યાં કિંચિત વિશ્રામ કરીને પુનઃ તેનાથી ઉપર પાસ કરેલા જીવ અને પ્રાણાસહિત શક્તિને
૧૯